તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટીવીમાં કોરોના વિસ્ફોટ:'અનુપમા'ના સેટ પર પહેલાં 5 અને હવે વધુ 2 પોઝિટિવ, આદિત્ય નારાયણ, અબ્રાર કાઝી, નારાયણી શાસ્ત્રીને પણ કોરોના

મુંબઈ15 દિવસ પહેલા
  • કૉપી લિંક

'અનુપમા'ની લીડ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી તથા અન્ય ત્રણ ક્રૂ મેમ્બર્સનો કોરોનાનો રિપોર્ટ ગઈ કાલે એટલે કે 2 એપ્રિલના રોજ પોઝિટિવ આવ્યો હતો. ત્રણ દિવસ પહેલાં સિરિયલમાં કામ કરતાં આશિષ મેહરોત્રાનો રિપોર્ટ પોઝિટિવ હતો. હવે આજે એટલે કે 3 એપ્રિલે સિરિયલના પ્રોડ્યૂસર રાજન સાહી તથા વનરાજ શાહનો રોલ પ્લે કરતાં એક્ટર સુધાંશુ પાંડે પણ કોરોનાની ચપેટમાં આવ્યા છે. આ ઉપરાંત 'ઈન્ડિયન આઈડલ'ના હોસ્ટ આદિત્ય નારાયણનો રિપોર્ટ પણ પોઝિટિવ છે. આદિત્યની પત્ની શ્વેતા પણ કોરોનાનો ભોગ બની છે.

ડાબે, પ્રોડ્યૂસર રાજન સાહી, સુધાંશુ પાંડે (જમણી બાજુ)
ડાબે, પ્રોડ્યૂસર રાજન સાહી, સુધાંશુ પાંડે (જમણી બાજુ)

રાજન શાહીએ પોતાના નિવેદનમાં કહ્યું હતું, 'મારો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારામાં કોરોનાના લક્ષણો હતા અને આજે સવારે રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હું તાત્કાલિક આઈસોલેટ થઈ ગયો છું. હું ઘરમાં જ છું. હું ડૉક્ટર્સે આપેલી તમામ સૂચનાઓનું પાલન કરું છું. મહેરબાની કરીને સલામત રહો અને તમારી તથા તમારા આસપાસના લોકોની કાળજી રાખો. આ આપણા માટે ઘણો જ મુશ્કેલ સમય છે, પરંતુ હિંમતવાન બનો, માસ્કો પહેરો, સેનિટાઈઝરનો ઉપયોગ કરો અને સો. ડિસ્ટન્સિંગ જાળવો. તમારા પ્રેમ તથા સપોર્ટ માટે આભાર.'

ઉલ્લેખનીય છે કે 'અનુપમા'ના સેટ પર સૌ પહેલાં આશિષ મેહરોત્રા (સિરિયલમાં અનુપમાના મોટા દીકરા પારિતોશ શાહનું પાત્ર ભજવે છે)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આશિષ હાલમાં હોમ આઈસોલેશનમાં છે. સુધાંશુ પાંડેની તબિયત બે દિવસ ખરાબ હતી અને તેણે ટેસ્ટ કરાવ્યો હતો. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તે પણ ઘરમાં છે.

અબ્રાર કાઝી
અબ્રાર કાઝી

'યે હૈ ચાહતે'માં રૂદ્રનો રોલ પ્લે કરતો એક્ટર અબ્રાર કાઝી પણ કોરોના પોઝિટિવ છે. આ સિરિયલની પ્રોડ્યૂસર એકતા કપૂર છે. બાલાજી ટેલિફિલ્મ્સે પોતાના નિવેદનમાં કહ્યું હતું, 'એક્ટર અબ્રાર કાઝીનો રિપોર્ટ પોઝિટિવ છે. તેનામાં લક્ષણો હતા અને તેને તાત્કાલિક મેડિકલ હેલ્પ આપવામાં આવી હતી. તે હાલમાં આઈસેલોશનમાં છે. સિરિયલની તમામ કાસ્ટ તથા ક્રૂના ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમને આઈસોલેટ કરાયા છે. BMCને આ અંગેની જાણ કરવામાં આવી છે. પ્રોટોકોલ પ્રમાણે સેટને સેનિટાઈઝ કરવામાં આવ્યો છે. હાલમાં અબ્રાર ઘરમાં જ છે. ટીમ તેના સંપર્કમાં છે.'

નારાયણી શાસ્ત્રી
નારાયણી શાસ્ત્રી

ટીવી સિરિયલ 'આપકી નઝરો ને સમજા'માં રાજવી રાવલનો રોલ પ્લે કરનાર એક્ટ્રેસ નારાયણી શાસ્ત્રી પણ કોવિડ પોઝિટિવ છે. પ્રોડક્શન હાઉસે પોતાના સ્ટેટમેન્ટમાં કહ્યું હતું, 'એક્ટર નારાયણી શાસ્ત્રી સિરિયલ 'આપકી નઝરો ને સમજા'નો મહત્ત્વનો હિસ્સો છે. કમનસીબે તેનો કોવિડ 19નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં તે ઘરમાં આઈસોલેશનમાં છે. સિરિયલના તમામ કલાકારો તથા ક્રૂના ટેસ્ટ કરવામાં આવ્યા છે.'

આદિત્ય નારાયણ-શ્વેતા પણ કોરોના પોઝિટિવ

આદિત્ય નારાયણની સો.મીડિયા પોસ્ટ
આદિત્ય નારાયણની સો.મીડિયા પોસ્ટ

'ઈન્ડિયન આઈડલ'નો હોસ્ટ તથા સિંગર આદિત્ય નારાયણે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને કહ્યું હતું, 'હેલ્લો, કમનસીબે મારો તથા મારી પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલમાં અમે આઈસોલેશનમાં છીએ. મહેરબાની કરીને સલામત રહો અને પ્રોટોકોલનું પાલન કરો. આ સમય પણ પસાર થઈ જશે.'

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

વધુ વાંચો