એકતાની નવી 'નાગિન':મૌની રોયથી લઈ સુરભિ ચંદના સુધીની એક્ટ્રેસિસે 'નાગિન' બનીને દર્શકોને ડરાવ્યા

મુંબઈ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2015માં શરૂ થયેલી 'નાગિન'ની એકતા કપૂર હવે છઠ્ઠી સિઝન લઈને આવી રહી છે
  • નવી સિઝનમાં ગુજરાતી એવી ટીવી એક્ટ્રેસ નિયતિ ફતનાની લીડ રોલ પ્લે કરશે

એકતા કપૂરના સુપરનેચરલ શો 'નાગિન'ની છઠ્ઠી સિઝન ટૂંક સમયમાં શરૂ થશે. થોડાં સમય પહેલાં ચર્ચા હતી કે આ શોમાં રૂબીના લીડ રોલમાં જોવા મળશે. જોકે, હવે આ શોમાં નિયતિ ફતનાની લીડ રોલ પ્લે કરતી જોવા મળશે. આમ તો નિયતી સિઝન 5માં કામ કરવાની હતી, પરંતુ તે સમયે સુરભિ ચંદનાને ફાઈનલ કરવામાં આવી હતી.

સિરિયલની છઠ્ઠી સિઝનમાં નિયતિને લેવાનું ફાઈનલ થઈ ચૂક્યું છે. નિયતિ નાગીનના રોલમાં કેવી લાગશે તે જોવા માટે ચાહકો ઉત્સુક છે. જોકે, આ પહેલાં જાણીતી ટીવી એક્ટ્રેસિસ આ સિરિયલમાં નાગિન બનીને લોકોનું મનોરંજન કરી ચૂકી છે.

મૌની રોય

એકતા કપૂરે પોતાનો શો 'નાગિન' 2015માં લૉન્ચ કર્યો હતો. સુપરનેચરલ થ્રીલર શોની પહેલી સિઝનમાં નાગિનનો લીડ રોલ મૌની રોય પ્લે કર્યો હતો. મૌનીએ પહેલી સિઝનમાં શિવન્યાનો રોલ પ્લે કર્યો હતો. તેની સાથે અર્જુન બિજલાની હતો. બીજી સિઝન વર્ષ 2016માં આવી હતી. આ સિઝનમાં પણ મૌની રોયે જ લીડ રોલ પ્લે કર્યો હતો. આ સિઝનમાં શિવન્યાની દીકરી શિવાંગીનો રોલ મૌનીએ ભજવ્યો હતો.

અદા ખાન

સિરિયલની પહેલી તથા બીજા સિઝનમાં અદા ખાને શેશાનો રોલ પ્લે કર્યો હતો. શરૂઆતમાં અદા ખાનને વિલનના રોલમાં બતાવવામાં આવી હતી. તેણે શિવન્યા (મૌની રોય)નું ખૂન કર્યું હતું. જોકે, પછી શેશાનું મન પરિવર્તન થાય છે અને તે સારી નાગિન તરીકે શોમાં જોવા મળે છે.

કરિશ્મા તન્ના

કરિશ્મા સિઝન 3માં જોવા મળી હતી. આ સિઝન 2018માં ઓનએર થઈ હતી. કરિશ્માએ આ સિઝનમાં રૂહીનું પાત્ર ભજવ્યું હતું. જોકે, કરિશ્મા આ સિઝનમાં લીડ રોલમાં જોવા મળી નહોતી. તે સપોર્ટિંગ રોલમાં હતી.

સુરભિ જ્યોતિ

'નાગિન 3'માં લીડ રોલમાં સુરભિ જ્યોતિ જોવા મળી હતી. સુરભિએ બેલાનો રોલ પ્લે કર્યો હતો. આ સિઝનમાં પર્લ વી પુરી તથા સુરભિ જ્યોતિની કેમિસ્ટ્રી દર્શકોને ઘણી જ પસંદ આવી હતી.

અનિતા હસનંદાની​​​​​​​

ત્રીજી સિઝનમાં અનિતા હસનંદાનીએ વિશાખાનું પાત્ર ભજવ્યું હતું. શરૂઆતમાં અનિતાનો રોલ સિરિયલમાં પોઝિટિવ હતો, પરંતુ પછી તેને વિલન તરીકે બતાવવામાં આવી હતી.

નિયા શર્મા

'નાગિન'ની ચોથી સિઝનને 'નાગિનઃ ભાગ્યા કે ઝહરિલા ખેલ' તરીકે લૉન્ચ કરવામાં આવી હતી. આ સિઝનમાં લીડ રોલમાં નિયા શર્મા જોવા મળી હતી. નિયા શર્મા અત્યાર સુધીની નાગિનમાંથી સૌથી હોટેસ્ટ નાગિન છે. નિયા શર્માએ પોતાની ગ્લેમરસ અદાથી ચાહકોના દિલ જીત્યા હતા. આ શો 2019માં લૉન્ચ થયો હતો. જોકે, માર્ચ, 2020માં લૉકડાઉન જાહેર થવાને કારણે આ સિઝનના માત્ર 37 જ એપિસોડ ટેલિકાસ્ટ થયા હતા. શોમાં નિયાએ બ્રિન્દ્રાનો રોલ પ્લે કર્યો હતો.

સાયંતની ઘોષ

સાયંતની ઘોષ ચોથી સિઝનના શરૂઆતના કેટલાંક એપિસોડમાં જોવા મળી હતી. સાંયતની શોમાં બ્રિન્દા (નિયા શર્મા)ની માતાના રોલમાં જોવા મળી હતી. સાંયતનીએ શોમાં માન્યતાનો રોલ પ્લે કર્યો હતો. માન્યતાને વિશાખા (અનિતા હસનંદાની) મારી નાખે છે.

જાસ્મીન ભસીન​​​​​​​

જાસ્મીન પણ ચોથી સિઝનમાં સપોર્ટિંગ રોલમાં જોવા મળી હતી. જાસ્મીને શોમાં નયનતારાનો રોલ પ્લે કર્યો હતો. નયનતારાને માન્યતા (સાયંતની ઘોષ)એ દત્તક લીધી હોય છે. નયનતારા શોમાં બ્રિન્દા (નિયા શર્મા)ને મદદ કરવા માટે આવી હોય છે.

રશ્મિ દેસાઈ

રશ્મિ દેસાઈએ ચોથી સિઝનમાં શલાકાનો રોલ પ્લે કર્યો હતો. તે શોમાં દેવ (વિજેયન્દ્ર કુમેરિયા)ની બીજી પત્નીના રોલમાં છે. તે પોતાનો બદલો લેવા માટે આવી હોય છે. શોમાં રશ્મિ દેસાઈ નેગેટિવ રોલમાં હોય છે.

હિના ખાન

હિના ખાન ચોથી સિઝનમાં ગેસ્ટ અપીયરન્સમાં જોવા મળી હોય છે. સિરિયલમાં તેણે નાગેશ્વરીનો રોલ પ્લે કર્યો હતો. નાગલોકમાં સૌથી તાકતવાર નાગિન નાગેશ્વરી હોય છે. શોમાં નાગેશ્વરી બ્રિન્દા (નિયા શર્મા)ને મદદ કરવા માટે નાગલોકથી આવી હોય છે.

સુરભિ ચંદના​​​​​​​

'નાગિન'ની પાંચમી સિઝન 2020માં ઓગસ્ટમાં શરૂ થઈ હતી. આ સિઝનમાં લીડ રોલમાં ટીવી એક્ટ્રેસ સુરભિ ચંદના જોવા મળી હતી. શોમાં તેણે બાની શર્માનો રોલ પ્લે કર્યો હતો. શોમાં તે વીર સિંઘાનિયા (શરદ મલ્હોત્રા)ની પત્ની બની હોય છે. આ બંનેની કેમિસ્ટ્રી ચાહકોને ઘણી પસંદ આવી હતી. આ ઉપરાંત સુરભિની સ્ટાઈલના ઘણાં જ વખાણ કરવામાં આવ્યા હતા.