તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ટીવી સેલેબ્સને કોરોના:એક્ટ્રેસ શ્વેતા તિવારી અને દિશા પરમારનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, 'મેરે ડેડ કી દુલ્હન' શોના મેકર્સે થોડા દિવસ માટે શૂટિંગ અટકાવ્યું

એક મહિનો પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક

ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારી કોરોના પોઝિટિવ આવી છે. થોડા દિવસ પહેલાં 'મેરે ડેડ કી દુલ્હન' શોના લીડ એક્ટર વરુણ બડોલાની પત્ની રાજેશ્વરી સચદેવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ વરુણ હોમ ક્વોરન્ટીન હતા અને શોનું શૂટિંગ અટકવાઇ દેવાયું હતું. સેટ સાથે જોડાયેલા એક સૂત્રે જણાવ્યું કે, શ્વેતા તિવારી કોવિડ પોઝિટિવ છે અને તેમણે 21 સપ્ટેમ્બરે જ પ્રોડક્શનને આ વાતની જાણકારી આપી દીધી હતી. માટે હજુ પણ શૂટિંગ થોડા દિવસ માટે અટકી ગયું છે.

દીકરો રેયાંશ પતિ અભિનવ કોહલી સાથે રહે છે
શ્વેતા તિવારીના પતિ અભિનવ કોહલીએ ભાસ્કરને જાણકારી આપી કે શ્વેતા પોઝિટિવ આવી ત્યારબાદ તેનો દીકરો રેયાંશ હાલ પિતા સાથે બીજા ઘરમાં છે. તે ઘર શ્વેતાની બિલ્ડિંગથી બે બિલ્ડિંગ છોડીને જ છે.

માતા બાદ દિશા પરમાર કોરોના પોઝિટિવ
દિશા પરમારે થોડા દિવસ પહેલાં તેની માતા કોરોના પોઝિટિવ છે તેવી માહિતી આપી હતી. ક્વોરન્ટીન દરમ્યાન તેને કોરોનના લક્ષણ દેખાતા તેણે સાવધાની માટે ટેસ્ટ કરાવ્યો અને તે પોઝિટિવ આવ્યો. 'વો અપના સા' અને 'પ્યાર કા દર્દ હૈ મીઠા- મીઠા' ફેમ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'જેમ કહેવામાં આવે છે કે ખરાબ સમયનો કોઈ યોગ્ય સમય નથી હોતો એવી જ રીતે પોઝિટિવ હોવું ક્યારેય આટલું ભયંકર ન હતું.'

હાલ તેની માતા અને તેની બંનેની સારવાર ચાલું છે. દિશાને ગળામાં થોડી તકલીફ અને થાક લાગે છે. દિશા હાલ કોઈ શોમાં સામેલ નથી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે આકરી મહેનત અને પરીક્ષાનો સમય છે. પરંતુ તમે તમારા લક્ષ્યને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. વડીલોનો સ્નેહ અને આશીર્વાદ તમારા માટે જીવનની સૌથી મોટી પૂંજી રહેશે. પરિવારની સુખ-સુવિધાઓ પ્રત્યે પણ ત...

વધુ વાંચો