ઑફર ઠુકરાવી:'અનુપમા'માં 'અનુજ કાપડિયા'નો રોલ રિજેક્ટ કરવા બદલ કરન પટેલથી લઈ ગૌતમ ગુલાટી સહિત આ એક્ટર્સને અફસોસ થતો હશે!

મુંબઈ21 દિવસ પહેલા
  • ગૌરવ ખન્ના પહેલાં આ રોલ ચાર એક્ટર્સને ઑફર કરવામાં આવ્યો હતો

ટીવી સિરિયલ 'અનુપમા' ચાહકોમાં ઘણી જ લોકપ્રિય છે. આ શોના કલાકારો પણ ચાહકોમાં એટલાં જ લોકપ્રિય થયા છે. હાલમાં આ શોમાં ગૌરવ ખન્ના 'અનુજ કાપડિયા'નો રોલ ભજવી રહ્યો છે. આ શોમાં અનુપમા તથા અનુજની કેમિસ્ટ્રી કમાલની જોવા મળી છે. ચાહકોમાં આ બંનેની જોડી ઘણી જ લોકપ્રિય છે.

સિરિયલ 'અનુપમા'એ ગૌરવ ખન્નાને અલગ જ લોકપ્રિયતા આપી છે. જોકે, અનુજ કાપડિયાના રોલ માટે ગૌરવ ખન્ના પહેલી ચોઇસ નહોતો. ગૌરવ પહેલાં ચાર એક્ટર્સને આ રોલ ઑફર કરવામાં આવ્યો હતો. જોકે, આ ચારેય એક્ટર્સે શોમાં કામ કરવાની ના પાડી દીધી હતી.

ગુરમીત ચૌધરી

આ શો સૌ પહેલાં ગુરમીત ચૌધરીને ઑફર થયો હતો. જોકે, તેણે એમ કહીને ના પાડી કે તે કેરક્ટર સાથે પોતાની જાતને રિલેટ કરી શકતો નથી અને તેથી જ તે આ શોમાં કામ કરશે નહીં.

કરન પટેલ

'યે હૈ મહોબ્બતે'થી લોકપ્રિય થયેલા કરન પટેલને પણ અનુજ કાપડિયાનો રોલ ઑફર થયો હતો. જોકે, તેણે પર્સનલ કમિટમેન્ટ્સને કારણે શો રિજેક્ટ કર્યો હતો.

ગૌતમ ગુલાટી

'બિગ બોસ' વિનર તથા એક્ટર ગૌતમ ગુલાટી ટીવી વર્લ્ડમાં મોટું નામ છે. ગૌતમનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો. જોકે, ગૌતમ હવે ટીવીને બદલે ફિલ્મી કરિયર પર ફોકસ કરવા માગે છે અને તેથી જ તેણે શોમાં કામ કરવાની ના પાડી દીધી હતી.

અરહાન બહલ

'મન કી આવાઝ પ્રતિજ્ઞા' ફૅમ એક્ટર અરહાનને પણ અનુજના રોલ માટે ઑફર કરવામાં આવી હતી. જોકે, તે અન્ય પ્રોજેક્ટ્સમાં બિઝી હોવાથી આ શોમાં કામ કરી શક્યો નહીં.

ગૌરવ ખન્ના​​​​​​​

ચાર-ચાર એક્ટર્સે ના પાડી, પછી અનુજ કાપડિયાનો રોલ ગૌરવ ખન્નાને ઑફર થયો હતો. ગૌરવે આ રોલ સ્વીકારી લીધો હતો. આજે ગૌરવ ખન્ના આ સિરિયલને કારણે બિગ સ્ટાર બની ગયો છે.