દુઃખદ / રામાનંદ સાગરની ‘રામાયણ’માં સુગ્રીવનું પાત્ર ભજવનાર એક્ટર શ્યામ સુંદરનું નિધન

Actor Shyam Sundar who plays Sugriva in Ramanand Sagar's 'Ramayana' passed away
X
Actor Shyam Sundar who plays Sugriva in Ramanand Sagar's 'Ramayana' passed away

  • અરુણ ગોવિલ તથા સુનીલ લહરીએ સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ પાઠવી

દિવ્ય ભાસ્કર

Apr 09, 2020, 04:16 PM IST

મુંબઈ. હાલમાં દૂરદર્શન પર ‘રામાયણ’ સિરિયલ ફરીવાર પ્રસારિત થઈ રહી છે. આ સિરિયલમાં સુગ્રીવ તથા બાલીનું પાત્ર ભજવનાર કલાકાર શ્યામ સુંદર કલાનીનું તાજેતરમાં જ નિધન થયું હતું. સિરિયલમાં રામ બનતા અરૂણ ગોવિલ તથા લક્ષ્મણ બનેલા સુનીલ લહરીએ સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ પાઠવી હતી. 

કેન્સરને કારણે નિધન
શ્યામ સુંદર લાંબા સમયથી કેન્સરથી પીડાતા હતાં. 30 માર્ચના રોજ તેમણે હરિયાણાના કાલકામાં અંતિમ શ્વાસ લીધા હતાં. 

અરૂણ ગોવિલે ટ્વીટ કરી
અરૂણ ગોવિલે ટ્વીટ કરીને કહ્યું હતું, શ્યામ સુંદરના નિધનથી આઘાત લાગ્યો. તેમણે રામાનંદ સાગરની ‘રામાયણ’માં સુગ્રીવનો રોલ પ્લે કર્યો હતો. તેઓ ઘણાં જ સારા વ્યક્તિ હતાં. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. 

સુનીલ લહરીએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી
સિરિયલમાં લક્ષ્મણનો રોલ પ્લે કરનાર સુનીલ લહરીએ ટ્વીટ કરીને કહ્યું હતું, સુગ્રીવ તથા બાલીનો રોલ પ્લે કરનાર શ્યામ કલાનીના નિધન પર દુઃખ થયું. પરિવારને ભગવાન આ સંકટની ઘડી સહન કરવાની શક્તિ આપે. તેમના આત્માને શાંતિ મળે.

શ્યામ સુંદરના કરિયરની વાત કરવામાં આવે તો તેમણે ‘જય હનુમાન’માં હનુમાનનો રોલ પ્લે કર્યો હતો. ‘મહાભારત’માં ભીમનો રોલ પ્લે કર્યો હતો. તેમણે ‘હીર રાંઝા’, ‘ત્રિમૂર્તિ’, ‘છૈલા બાબુ’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી