તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અચિવમેન્ટ:ઇન્ડિયન ટેલિવિઝન એકેડમીએ એકતા કપૂરને 'હોલ ઓફ ફેમ' અવોર્ડ આપ્યો, ટીવી ક્વીને કહ્યું- હું આ સન્માન ન લઇ શકું

14 દિવસ પહેલા
 • કૉપી લિંક

ઇન્ડિયન ટેલિવિઝન એકેડમી અવોર્ડના 20મા એડિશનનું કાલે આયોજન થયું હતું. કન્ટેન્ટ ક્વીન એકતા કપૂર ઘણા વર્ષોથી ઇન્ડિયન ટેલિવિઝન પાછળની પ્રમુખ કન્ટેન્ટ પ્રોવાઇડર રહી છે. એકતાને ઇન્ડિયન ટેલિવિઝન એકેડમી (ITA) અવોર્ડમાં 'હોલ ઓફ ફેમ'થી નવાજવામાં આવી. દેશમાં ઘણા લોકો માટે એકતા જાણીતું નામ રહ્યું છે. તેણે ટીવી, બોલિવૂડ, OTT દરેક જગ્યાએ તેનું કન્ટેન્ટ પ્રોવાઈડ કરાવ્યું છે અને આ જ કારણ છે કે કન્ટેન્ટની આ રાણી માટે આ 'હોલ ઓફ ફેમ' અવોર્ડ સંપૂર્ણ રીતે યોગ્ય છે.

એકતાને મળ્યો 'હોલ ઓફ ફેમ' અવોર્ડ
અવોર્ડ સ્વીકારતા એકતાએ કહ્યું, 'હું 'હોલ ઓફ ફેમ' અવોર્ડ ન લઇ શકું. મને લાગે છે કે મેં હજુ શરૂઆત કરી છે. મારા માટે આ જર્ની રસપ્રદ રહી છે પણ હું એ તમામ એક્ટર્સનો આભાર માનવા ઈચ્છું છું જે મારી જર્નીનો હિસ્સો રહ્યા છે. પરંતુ મિત્રો હજુ મેં શરૂઆત કરી છે.' એકતાએ આ આજીવન ઉપલબ્ધી પુરસ્કારને પોતાની જર્નીનો હિસ્સો બનાવવા માટે ITA, તેના પરિવાર અને મિત્રોનો પણ આભાર માન્યો. એકતા કપૂરે સોશિયલ મીડિયા પર લખ્યું કે, 'અવોર્ડ અને પ્રેમ માટે આભાર.'

100થી વધુ ટીવી શો પ્રોડ્યુસ કરી ચૂકી છે એકતા
એકતા કપૂરનો જન્મ 19 જૂન 1975ના રોજ થયો હતો. તે એક ઇન્ડિયન ટીવી પ્રોડ્યુસર, ફિલ્મ પ્રોડ્યુસર અને ડિરેક્ટર છે. તેણે 2017માં ઓલ્ટ બાલાજી લોન્ચ કર્યું. 2020માં તેને પદ્મ શ્રી અવોર્ડ મળ્યો. અત્યારસુધી તે 100થી વધુ ટીવી શો અને 30થી વધુ ફિલ્મો પ્રોડ્યુસ કરી ચૂકી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો