તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Entertainment
  • Television
  • According To Vedic Rituals, 'Bigg Boss 14' Fame Rahul Vaidya Will Marry Disha Parmar, Said On The Preparation Till Now The Groom Has Not Made The King's Clothes

ભાસ્કર ઇન્ટરવ્યૂ:‘બિગ બોસ 14’ ફેમ રાહુલ વૈદ્ય દિશા પરમાર સાથે વૈદિક રીતે લગ્ન કરશે, તૈયારી પર બોલ્યો, ‘હજુ દુલ્હે રાજાનાં કપડાં રેડી નથી’

એક મહિનો પહેલાલેખક: કિરણ જૈન
  • કૉપી લિંક
બંનેનાં ઘરે ડાન્સ અને મહેંદીની તૈયારીઓ શરુ થઈ ગઈ છે - Divya Bhaskar
બંનેનાં ઘરે ડાન્સ અને મહેંદીની તૈયારીઓ શરુ થઈ ગઈ છે
  • રાહુલ અને દિશા 16 જુલાઈએ મેરેજ કરશે, દરેક ફંક્શનમાં લિમિટેડ લોકોને જ આમંત્રણ આપ્યું
  • ખતરો કે ખિલાડી શોની ઓફર સૌપ્રથમ દિશાને કરી હતી, પણ તેણે ના પાડી

બિગ બોસ 14નાં રનર અપ રાહુલ વૈદ્ય ટૂંક સમયમાં એક્ટ્રેસ દિશા પરમાર સાથે લગ્નનાં તાંતણે બંધાવાનો છે. 16 જુલાઈએ યોજાનારા લગ્નની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. હાલમાં જ દિવ્ય ભાસ્કર સાથે ખાસ વાતચીત દરમિયાન રાહુલે લગ્ન વિશે ઘણી બધી વાતો શેર કરી. તેણે ખતરો કે ખિલાડી શોનાં અનુભવ પણ શેર કર્યા.

‘હજુ તો મારા કપડા પણ તૈયાર થયા નથી’
લગ્નને લઈને હું ઘણો ખુશ છું, પરંતુ સાથે નર્વસ પણ છું. કારણકે એક અઠવાડિયાંની પણ વાર નથી અને લગ્નની ઘણી બધી તૈયારીઓ બાકી છે. લગ્નમાં તો તમને ખબર જ હશે કે કેટલી દોડાદોડી હોય અને કોરોનાને ધ્યાનમાં રાખીને ઘણી વસ્તુઓ અમે કેન્સલ કરી છે. હું ઈચ્છતો હતો કે આ ખાસ દિવસે બધા સામેલ થાય પણ આ શક્ય નથી. હજુ મારા કપડાં પણ રેડી થયા નથી. હાલ ખતરો કે ખિલાડી માટે આપેલું મારું કમિટમેન્ટ પૂરું કરી રહ્યો છું. પણ હજુ દુલ્હે રાજાનો આઉટફિટ આવ્યો નથી.

હિંદુ રીતિ-રિવાજ સાથે લગ્ન કરશે
ઘરે ડાન્સ અને મહેંદીની તૈયારીઓ શરુ થઈ ગઈ છે. અમે હિંદુ રિવાજથી લગ્ન કરી રહ્યા છીએ. વૈદિક વિધિ સાથે ફેરાં ફરીશું. મેરેજમાં ઘણા ઓછા લોકો સામેલ હશે. અમે પ્રયત્નો કર્યા છે કે, અલગ-અલગ ફંક્શનમાં અલગ-અલગ લોકોને બોલાવીએ જેથી વધારે લોકો સામેલ થઈ શકે. દરેક પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને લગ્ન કરીશું.

દિશામાં સુકૂન, શાંતિ અને સાદગી છે
મને ખુશી છે કે, દિશા જેવી છોકરી સાથે મારા લગ્ન થઈ રહ્યા છે. તેનામાં સુકૂન, શાંતિ અને સાદગી છે. સુંદરતા પણ છે. મારા લગ્ન થઈ ગયા એ વાત સ્વીકારવામાં થોડો ટાઈમ લાગશે. સારી વાત એ છે કે મારી ફેમિલી અને દિશાની ફેમિલી ઘણી ખુશ છે.

શૂટિંગ દરમિયાન ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો
કેપટાઉનમાં ખતરો કે ખિલાડીના શૂટિંગ દરમિયાન અમે ઘણી મુશ્કેલીઓનો સમાનો કર્યો. 2 ડિગ્રી ઠંડીમાં અમે પાણીની અંદર જતા હતા, સાપ સાથે સ્ટંટ કરતા હતા. કરંટવાળો સ્ટંટ ઘણો અઘરો હતો. હાઈટ પર ચાલવું મુશ્કેલ હતું. દરેક સ્ટંટ કરતી વખતે એવું લાગતું કે, આ ક્યાં આવી ગયા, મુંબઈમાં મસ્ત શાંતિથી તો બેઠા હતા. જો કે, મને લાગે છે કે તક મળે તો આવો શો એકવાર કરવો જ જોઈએ. સ્ટંટ કરીને બહાર આવો છો ત્યારે ઘણું સારું લાગે છે.

શોની ઓફર પહેલા દિશાને કરી હતી
મારી પહેલા આ શોની ઓફર દિશાને કરી હતી, પરંતુ તે આ બધી વસ્તુઓથી ઘણી ડરે છે. તેણે તે જ સમયે ના પાડી દીધી અને મને મનથી લાગતું આગળ જતા આવા શો માટે હા પડશે.