તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઘટસ્ફોટ:અભિનવ કોહલીનો સનસનાટી મચાવતો દાવો, 'શ્વેતા તિવારીએ મને લાકડીથી માર માર્યો હતો'

મુંબઈ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શ્વેતાએ થોડા દિવસ પહેલાં પોતાના નિષ્ફળ લગ્નજીવન અંગે વાત કરી હતી
  • અભિનવ તથા શ્વેતા ઘણા સમયથી અલગ રહે છે

શ્વેતા તિવારી તેના બીજા પતિ અભિનવ કોહલીથી અલગ રહે છે. તાજેતરમાં જ શ્વેતાએ પતિ અભિનવ તથા પૂર્વ પતિ રાજા ચૌધરી અંગે વાત કરી હતી. હવે શ્વેતાના બીજા પતિ અભિનવે પત્ની શ્વેતા અંગે વાત કરી હતી. તેણે સ્વીકાર્યું હતું કે એકવાર તેણે શ્વેતાને થપ્પડ મારી હતી. જોકે અભિનવે એમ પણ કહ્યું હતું કે શ્વેતાએ પણ તેને માર માર્યો હતો.

અભિનવે વેબ પોર્ટલ સ્પોટબોયને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેમના જીવનમાં મુશ્કેલીઓની શરૂઆત શ્વેતાની દીકરી પલકને કારણે શરૂ થઈ હતી. અભિનવે દાવો કર્યો હતો કે તેણે ઓક્ટોબર, 2020થી તેના દીકરા રેયાંશને જોયો નથી.

એકવાર થપ્પડ મારી હતી
અભિનવે કહ્યું હતું, 'મેં શ્વેતાને એકવાર તમાચો માર્યો હતો અને એ સિવાય ક્યારેય તેની પર હાથ ઉપાડ્યો નથી. મેં આ અંગે બંને પાસે માફી માગી હતી. જોકે એ આખી ઘટના માત્રને માત્ર શ્વેતાએ ઊભી કરી હતી. શ્વેતા સાબિત કરવા માગતી હતી કે હું ડોમેસ્ટિક વાયોલન્સ કરું છું. આ વાત સાચી નથી. હું ક્યારેય મહિલાઓને માર મારતો નથી.'

સ્ટિકથી માર માર્યો હતો
અભિનવે એમ પણ કહ્યું હતું કે તે વાઈફ બિટર નથી, પરંતુ શ્વેતાએ તેને સ્ટિકથી માર માર્યો હતો. વધુમાં અભિનવે કહ્યું હતું, '2017માં અમારી વચ્ચે ઝઘડો થયો હતો. તે (શ્વેતા) ત્રણ મહિના માટે અમારા દીકરાને લઈ સેપરેટ થઈ ગઈ હતી. હું મારા બાળકને મળવાનો પ્રયાસ કરતો હતો. મેં સો.મીડિયામાં પણ એક તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં મારી આંખની નીચે બ્લેક માર્ક જોવા મળે છે. શ્વેતાની પાસે CCTV ફૂટેજ છે.'

'શ્વેતાએ સોસાયટીને પત્ર લખીને આ ફૂટેજ પુરાવા તરીકે મગાવ્યા હતા. શ્વેતાએ હાલના ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને ઉશ્કેરવામાં આવી હતી, પરંતુ તેણે કોઈને માર માર્યો નહોતો. જોકે તેણે મને માર માર્યો હતો. તેણે મને લાકડીથી માર માર્યો, પરંતુ મેં આ વાત મીડિયામાં કે કોઈને કહી નહીં, એટલે કોઈને ખબર નથી. તે મારા દીકરાને લઈ ભાગી ગઈ. 2017થી હું આ બધું સહન કરી રહ્યો છું, પરંતુ મેં ક્યારેય કોઈને વાત કરી નહીં. તેણે મને માર માર્યો, તેની દીકરીએ મારી પર ખોટા આક્ષેપો મૂક્યા. મેં તેની દીકરીને મોટી કરી અને તેણે જ દુનિયાની સામે મારી ખોટી ઈમેજ બનાવી.'

શ્વેતા ઘણી જ અમાનવીય છે
અન્ય એક ઈન્ટરવ્યુમાં અભિનવે કહ્યું હતું કે તે પોતાના માટે નહીં, પરંતુ દીકરા માટે લડી રહ્યો છે. તે તેના માટે સતત અમાનવીય થતી જાય છે. તે લોકોની સાથે વાત કરતાં કરતાં રડી પડે છે. જોકે તે હજી સુધી પોતાના માટે તો લડ્યો જ નથી. તે જે પણ કરે છે એ ખોટું છે. તે શ્વેતાને માત્ર એટલું જ કહેવા માગે છે કે તે ભૂલી ગઈ છે કે તેણે તેની સાથે શું કર્યું છે. તેણે ખોટો આક્ષેપ મૂકીને તેને બે દિવસ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો.​​

ત્યાર બાદ તેની દીકરી પલકે તેના પર એક પોસ્ટ કરીને કહ્યું હતું કે તેના સાવકા પિતાએ તેની સાથે કંઈ જ કર્યું નથી. થોડા દિવસ બાદ પલકે આ પોસ્ટ ડિલિટ કરી નાખી. જ્યારે તેણે પોસ્ટ ફરી એકવાર પોસ્ટ કરી તો તેણે કેસ કરવાની ધમકી આપી હતી. તેણે પિતાની ડેથ એનિવર્સરી પર તેને જેલમાં મોકલવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તે બાળકોની સંભાળ રાખવા માગે છો તો શ્વેતાએ તેને મીડિયામાં કેરલેસ કહ્યો હતો.

શ્વેતાએ ઈન્ટરવ્યુમાં શું કહ્યું હતું?
શ્વેતાએ વેબ પોર્ટલ બોલિવૂડ બબલ સાથેની વાતચીતમાં કહ્યું હતું, 'જ્યારે મારી દીકરી માત્ર 6 વર્ષની હતી ત્યારે તેણે તેની માતાને માર ખાતા જોઈ હતી. આ જ કારણે મેં આ પગલું લીધું હતું. પલકે તે દુઃખ જોયું છે, તેણે પોલીસને ઘરે આવતા જોઈ છે, તેણે તેની માતાને પોલીસ સ્ટેશન જતાં જોઈ છે.' વધુમાં શ્વેતાએ કહ્યું હતું, 'મારો દીકરો રેયાંશ માત્ર 4 વર્ષનો છે, પરંતુ તે પણ પોલીસ તથા જજ અંગે જાણે છે. આ માત્ર મારા કારણે જ થયું છે.'

લોકો લિવ ઈનમાં રહેવાની સલાહ આપે છે
શ્વેતાએ આગળ કહ્યું હતું, 'લોકો હવે તેને ત્રીજા લગ્ન કરવાને બદલે લિવ ઈનમાં રહેવાની સલાહ આપે છે. ટ્રોલર્સ તેની દીકરી પલક અંગે ગમે તેવી વાતો કરે છે. આટલું જ નહીં, અભિનવે મને એક પોસ્ટ શૅર કરીને બદનામ કરવાની ધમકી આપી હતી.'

બે લગ્ન, પરંતુ બંને નિષ્ફળ
શ્વેતાએ 1998માં રાજા ચૌધરી સાથે લગ્ન કર્યાં હતાં. આ લગ્નથી દીકરી પલકનો જન્મ થયો હતો. લગ્નના 9 વર્ષ બાદ 2007માં શ્વેતાએ રાજા વિરુદ્ધ મારપીટનો કેસ દાખલ કર્યો હતો. શ્વેતાનો આક્ષેપ હતો કે રાજા નશામાં તેની સાથે ખરાબ વર્તન કરે છે અને તેને માર મારે છે. અનેકવાર સેટ પર પણ રાજાએ હંગામો કર્યો હતો. ડિવોર્સ બાદ દીકરી પલકની કસ્ટડી શ્વેતાને મળી હતી.

બીજા પતિ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો
પહેલા પતિથી અલગ થયા બાદ શ્વેતા તિવારીએ વર્ષ 2013માં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યાં હતાં. લગ્ન પહેલાં બંને ત્રણ વર્ષ સુધી એકબીજાને ડેટ કરતાં હતાં. લગ્નના ત્રણ વર્ષ બાદ એટલે કે 2016માં શ્વેતાએ દીકરા રેયાંશને જન્મ આપ્યો હતો. એક વર્ષ બાદ ચર્ચા થવા લાગી કે શ્વેતા તથા અભિનવના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. ઓગસ્ટ 2019માં શ્વેતાએ અભિનવ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સ હેઠળ કેસ કર્યો હતો.