તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગંભીર આક્ષેપો:અભિનવ કોહલીએ કહ્યું, દીકરાને મુંબઈની હોટલમાં મૂકીને શ્વેતા સાઉથ આફ્રિકા જતી રહી, તેની વિરુદ્ધ હાઈકોર્ટમાં જઈશ

મુંબઈ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અભિનવે કહ્યું હતું કે કોરોનાની બીજી લહેરની વચ્ચે શ્વેતાએ તેમના દીકરા રેયાંશને મુંબઈની કોઈ હોટલમાં રાખ્યો છે

એક્ટ્રેસ શ્વેતા તિવારી ટીવી રિયાલિટી શો 'ખતરો કે ખિલાડી 11' માટે બીજા સ્પર્ધકોની સાથે સાઉથ આફ્રિકાના કેપટાઉન ગઈ છે. આ દરમિયાન શ્વેતા તિવારીના પતિ અભિનવ કોહલીએ સો.મીડિયામાં ત્રણ વીડિયો શૅર કરીને એક્ટ્રેસ પર ગંભીર આક્ષેપ મૂક્યા છે. અભિનવે કહ્યું હતું કે કોરોનાની બીજી લહેરની વચ્ચે શ્વેતાએ તેમના દીકરા રેયાંશને મુંબઈની કોઈ હોટલમાં રાખ્યો છે અને તેની પરમિશન વગર કેપટાઉન જતી રહી છે.

દીકરાને હોટલમાં મૂકીને શ્વેતા કેપટાઉન જતી રહી
અભિનવે વીડિયોમાં કહ્યું હતું, 'શ્વેતાએ મારી પાસે શો માટે કેપટાઉન જવાની પરમિશન માગી હતી, પરંતુ મેં ત્યાં જવાની ના પાડી દીધી હતી. મેં શ્વેતાને એમ કહ્યું હતું કે હોટલમાં બાળકને મૂકવાની જરૂર નથી, હું તેનું ધ્યાન રાખીશ. તેમ છતાંય તેણે મારી વાત માની નહી. કોરોનાની બીજી લહેર વચ્ચે તે મારા દીકરા રેયાંશને મુંબઈની કોઈ હોટલના રૂમમાં મૂકીને સાઉથ આફ્રિકા જતી રહી છે.'

વીડિયોમાં અભિનવે કહ્યું હતું કે કોરોનાની બીજી લહેર તથા દીકરા રેયાંશ અંગે તેને ઘણી જ ચિંતા છે. તે પોતાની માતા સાથે નથી. બાળકની સુરક્ષા માટે તેણે ચાઈલ્ડ હેલ્પલાઈન નંબર પણ વાત કરી હતી. આટલું જ નહીં નવા વીડિયોમાં અભિનવે શ્વેતા વિરુદ્ધ FIR કરવાની વાત પણ કરી હતી.

પતિ અભિનવ, દીકરી પલક, દીકરા રેયાંશ સાથે શ્વેતા તિવારી
પતિ અભિનવ, દીકરી પલક, દીકરા રેયાંશ સાથે શ્વેતા તિવારી

લોકોને પુત્રની માહિતી આપવા માટે અપીલ કરી
અભિનવે કહ્યું હતું કે રેયાંશ એક ઈનસિક્યોર બાળક છે, જેને હંમેશાં પોતાના પેરેન્ટ્સની જરૂર રહે છે. તે પોતાની દીકરાને મુંબઈની દરેક હોટલમાં શોધી રહ્યો છે, પરંતુ તે ટ્રેસ કરી શક્યો નહીં. તેણે લોકોને વિનંતી કરી હતી કે તેમને જો રેયાંશ અંગે કંઈ ખબર હોય તો તેને માહિતી આપે.

બાળક ના મળ્યું તો શ્વેતા વિરુદ્ધ હાઈકોર્ટમાં જઈશ
અભિનવે આગળ કહ્યું હતું કે જો તેને બાળક નહીં મળે તો તે શ્વેતા વિરુદ્ધ હાઈકોર્ટમાં જશે. દીકરાની તબિયત ખરાબ છે. તેને ગળામાં ખારાશ તથા શરદી છે. તેને કોરોના પણ હોી શકે છે. શ્વેતા આવી હાલતામં દીકરાને છોડીને જતી રહી છે.
બંને દીકરાની કસ્ટડી માટે કેસ લડી રહ્યા છે
શ્વેતાએ 2013માં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા. 2019થી બંને અલગ રહી રહ્યાં છે. શ્વેતાએ પતિ પર ડોમેસ્ટિક વાયોલન્સનો કેસ કર્યો છે. શ્વેતા તથા અભિનવ દીકરા રેયાશની કસ્ટડી માટે કોર્ટમાં લડી રહ્યાં છે.