સો.મીડિયા / ચાહકે શોએબ ઈબ્રાહિમને પૂછ્યું, તમારી પત્ની હિંદુ છે કે મુસ્લિમ? એક્ટરે કહ્યું- તે સારી વ્યક્તિ છે, એટલું પૂરતું નથી?

A fan asks Shoaib Ibrahim if wife Dipika Kakar is Hindu or Muslim on social media
X
A fan asks Shoaib Ibrahim if wife Dipika Kakar is Hindu or Muslim on social media

દિવ્ય ભાસ્કર

May 20, 2020, 05:31 PM IST

મુંબઈ. ટીવી એક્ટર શોએબ ઈબ્રાહિમ હાલમાં સોશિયલ મીડિયામાં ઘણો જ એક્ટિવ છે. લૉકડાઉનમાં તે અંગત જીવન સાથે જોડાયેલા અપડેટ્સ ચાહકો સાથે શૅર કરતો હોય છે. હાલમાં જ એક્ટરે ઈન્સ્ટાગ્રામમાં સવાલ-જવાબનું એક સેશન કર્યું હતું, આમાં ચાહકોએ અનેક સવાલો પૂછ્યાં હતાં. આ દરમિયાન કેટલાંક ચાહકોએ શોએબને વિવાદિત સવાલો પણ પૂછ્યાં હતાં. 

ચાહકે એક્ટરની પત્નીનો ધર્મ પૂછ્યો
એક ચાહકે શોએબને તેની પત્ની દીપિકા કક્કડના ધર્મ અંગે સવાલ પૂછ્યો હતો. ચાહકે પૂછ્યું હતું, ‘મહેરબાની કરીને જણાવો કે તમારી પત્ની હિંદુ છે કે મુસ્લિમ?’ આ સવાલના જવાબ પર શોએબે કહ્યું હતું, ‘વ્યક્તિ સારી છે, તો આટલું પૂરતું નથી.’

એક યુઝરે લગ્ન બાદ દીપિકાના પહેરવેશમાં આવેલા પરિવર્તન પર સવાલ કર્યો હતો. તેણે પૂછ્યું હતું, ‘દીપિકાજી હંમેશાં કેમ સલવાર સૂટમાં જ જોવા મળે છે, તમારા પરિવારે તેમની પર દબાણ કર્યું છે?’ આ સવાલના જવાબમાં એક્ટરે કહ્યું હતું, ‘આનો જવાબ આપવો મને જરૂરી લાગતો નથી. સાચી વાત મને ખબર છે, મારી પત્નીને ખબર છે. બાકી જેવા જેના વિચારો, એવા સવાલો. ઉપરવાળો તમને ખુશ રાખે.’

દીપિકાના આ બીજા લગ્ન છે
ટીવી સિરિયલ ‘સસુરાલ સિમર કા’ના સેટ પર શોએબ તથા દીપિકા વચ્ચે મિત્રતા બંધાઈ હતી. વર્ષ 2013થી બંને એકબીજાને ડેટ કરતાં હતાં. શોએબે પરિવારની હાજરીમાં ‘નચ બલિયે’ (2017)ના સેટ પર દીપિકાને લગ્ન માટે પ્રપોઝ કર્યું હતું. ત્યારબાદ બંનેએ ફેબ્રુઆરી, 2018માં લગ્ન કર્યાં હતાં. દીપિકાના આ બીજા લગ્ન છે. આ પહેલાં તેણે એક્ટર રોનક સેમસન સાથે વર્ષ 2009માં લગ્ન કર્યાં હતાં. બંને વર્ષ 2015માં અલગ થઈ ગયા હતાં. દીપિકાએ શોએબ સાથે લગ્ન કરતાં સમયે ધર્મ પરિવર્તન કર્યું હોવાની વાત સ્વીકારી હતી. 

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી