કોપી કેટ:9 વર્ષની બાળકીએ 'દયાભાભી' બનીને સો.મીડિયા ગાંડું કર્યું, હૂબહૂ નકલ જોઈને ચાહકો નવાઈમાં મુકાયા

મુંબઈએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સુમન પુરીએ દયાભાભીના ગેટઅપમાં રસપ્રદ વીડિયો બનાવ્યો

સો.મીડિયામાં છેલ્લા થોડા સમયથી 9 વર્ષની બાળકીનો વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને ચાહકો પણ નવાઈમાં મુકાઈ ગયા છે. ચાહકોએ આ બાળકીનું નામ 'છોટી દયાબેન' એવું પાડ્યું છે. આ બાળકીનું નામ સુમન પુરી છે.

દયાભાભીની સારી નકલ ઉતારી છે
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં એક્ટ્રેસ દિશા વાકાણીએ દયાભાભીનો રોલ પ્લે કર્યો છે. સુમન પુરીએ સો.મીડિયામાં દયાભાભીની નકલ ઉતારતી હોય એવો વીડિયો શૅર કર્યો છે. ચાહકોને આ વીડિયો ઘણો જ પસંદ આવ્યો છે, આથી જ ચાહકોએ તેનું નામ 'છોટી દયાભાભી' પાડ્યું છે. સુમન પંજાબની છે.

દિશા વાકાણી 2008થી જોડાયેલી
દિશા વાકાણી 'તારક મહેતા..'માં 2008થી જોડાયેલી છે, જોકે સપ્ટેમ્બર, 2017થી તે શોમાં આવી નથી. એવી ચર્ચા છે કે દિશા વાકાણીએ શો છોડી દીધો છે. જોકે સિરિયલના મેકર તથા દિશા વાકાણીએ આ અંગે કંઈ જ કહ્યું નથી. સિરિયલના મેકર્સે હજી સુધી નવાં દયાભાભી અંગે કોઈ જ વાત કરી નથી.

દિશા પોતાના નિર્ણયો જાતે લેતી નથી
સૂત્રોના મતે, દિશા શોમાં પરત આવશે કે નહીં એનો નિર્ણય તેના પતિ પર નિર્ભર છે. સૂત્રોના મતે, 'દિશા પોતાના જીવનમાં કોઈપણ પ્રકારનો નિર્ણય લેવામાં ઘણી જ નબળી છે. લગ્ન પહેલાં તે પોતાના પિતા પર નિર્ભર હતી. પછી ભાઈ અને હવે પતિ પર. તે પોતાના નિર્ણયો ક્યારેય જાતે લેતી નથી. શોમાં જ્યારે કમબેક કરવાની વાત આવી ત્યારે તેના પરિવાર તરફથી કેટલીક ડિમાન્ડ આવી હતી, જેમ કે નાઈટ શૂટ નહીં, શનિ-રવિ રજા, મહિનામાં 15 દિવસ જ શૂટિંગ, દીકરી માટે અલાયદો રૂમ અને ફીમાં વધારો. જોકે આ શરતો માનવી શક્ય નહોતી.

ગયા વર્ષે દિશા શોમાં પરત ફરશે એવી ચર્ચા હતી. જોકે પછી કોઈક મુદ્દે સમાધાન ના થતાં દિશાએ શોમાં આવવાની ના પાડી દીધી હતી. ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલાં શોમાં દયાભાભીનો પત્ર આવે છે અને પત્રમાં તે જેઠાલાલને ટૂંક સમયમાં અમદાવાદથી મુંબઈ પરત ફરશે, તેવી વાત કરે છે. આ સીન આવ્યા બાદ ફરીથી દિશા વાકાણી શોમાં આવશે કે નહીં, એની ચર્ચા થવા લાગી હતી. જોકે પછીથી દિશા વાકાણી શોમાં પરત ફરી નહોતી.

2017માં દીકરીને જન્મ આપ્યો હતો
દિશાએ 2017માં નવેમ્બર મહિનામાં દીકરી સ્તુતિને જન્મ આપ્યો હતો. હવે તેની દીકરી 3 વર્ષની થઈ ગઈ છે. દિશાએ ઓક્ટોબર, 2017થી મૅટરનિટી બ્રેક લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...