ટીવી ઈન્ડસ્ટ્રીમાં કોરોના:પિતાના મૃત્યુના 6 દિવસ બાદ હિના ખાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો, ટીમ હિનાએ સોશિયલ મીડિયા પર જાણકારી આપી

7 મહિનો પહેલા

ગત મંગળવારે હિના ખાનના પિતા અસલમ ખાનનું નિધન થયું હતું. કાર્ડિયક અરેસ્ટના કારણે તેમનું મૃત્યુ થયું હતું. પરંતુ તે સમયે હિના ખાન તેમની સાથે નહોતી. તે કાશ્મીરમાં શૂટિંગ કરી રહી હતી. હવે 6 દિવસ બાદ સોશિયલ મીડિયા પર હિના ખાને પોસ્ટ શેર કરી છે કે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

ટેસ્ટ કરાવવાની અપીલ કરી
હિના ખાને લખ્યું- મારા અને મારા પરિવાર માટે આ મુશ્કેલ અને પડકારજનક સમય દરમિયાન હું કોરોનાવાઈરસ પોઝિટિવ થઈ ગઈ છું. મારા ડૉક્ટરોની સૂચનાઓનું પાલન કરી રહી છું અને તમામ પ્રિકોશન લેતા મેં મારી જાતને ક્વોરન્ટાઈન કરી લીધી છે. હું મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને અપીલ કરું છું કે તેઓ પોતાનો ટેસ્ટ કરાવી લે. મને તમારા બધાની દુઆઓની જરૂર છે. સુરક્ષિત રહો અને ધ્યાન રાખો.

હિનાએ જાતે જ જાણકારી આપી હતી
અગાઉ હિના ખાને એક પોસ્ટ શેર કરીને લખ્યું હતું, મારા પ્રિય પિતા અસલમ ખાન 20 એપ્રિલ 2021ના રોજ અમને છોડીને જન્ન્તમાં જતા રહ્યાં. આ મુશ્કેલ સમયમાં મારા પરિવારને ટેકો આપવા માટે હું તમારા બધાની આભારી છું. હું અને મારો પરિવાર શોકમાં છે. આવી સ્થિતિમાં મારા તમામ સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ હવે મારી ટીમ જ હેન્ડલ કરશે અને તમને મારા અપકમિંગ પ્રોજેક્ટ્સ વિશે અપડેટ આપતી રહેશે. તમારા પ્રેમ અને સપોર્ટ માટે આભાર. પિતાના નિધન બાદ હિનાની આ પહેલી પોસ્ટ હતી.