વાઇરલ તસવીરો:43 વર્ષીય ઉર્વશી ધોળકિયા બિકીનીમાં જોવા મળી, ચાહકો બોલ્યા- પાણીમાં આગ લગાવી દીધી

મુંબઈ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ટીવી એક્ટ્રેસ ઉર્વશી ધોળકિયા ચાહકોમાં 'કોમોલિકા'ના નામથી લોકપ્રિય છે. ઉર્વશી ધોળકિયા બે બાળકોની માતા છે. 43 વર્ષીય ઉર્વશીને જોઈને ખ્યાલ ના આવે કે તેની આટલી ઉંમર છે. હાલમાં જ ઉર્વશીએ સો.મીડિયામાં તસવીરો શૅર કરી હતી. આ તસવીરોમાં ઉર્વશીનો દિલકશ અંદાજ જોવા મળ્યો હતો.

બિકીનીમાં જોવા મળી
ઉર્વશી ધોળકિયા પૂલમાં બિકીનીમાં જોવા મળી હતી. ઉર્વશીને બિકીનીમાં જોઈને ચાહકોએ ફાયર ઇમોજી કમેન્ટ બોક્સમાં શૅર કરી હતી. એક યુઝરે કહ્યું હતું કે પાણીમાં આગ લગાવી દીધી.

'નાગિન 6'માં જોવા મળે છે
ઉર્વશી હાલમાં એકતા કપૂરની સિરિયલ 'નાગિન 6'માં જોવા મળે છે. આ સિરિયલમાં તે ઉર્વશી કટારિયાનો રોલ પ્લે કરી રહી છે.

16 વર્ષે લગ્ન કર્યા, 17 વર્ષે બે દીકરાઓની માતા બની
ઉર્વશી સો.મીડિયામાં ઘણી જ એક્ટિવ છે. ઉર્વશીએ 16 વર્ષની ઉંમરમાં લગ્ન કર્યા હતા અને 17ની ઉંમરે જોડિયાં બાળકો સાગર તથા ક્ષિતિજને જન્મ આપ્યો હતો. જોકે, ઉર્વશીના લગ્ન લાંબા ચાલ્યા નહોતા. તેણે સિંગલ મધર બનીને બંને દીકરાઓને મોટા કર્યા હતા. ઉર્વશીએ માત્ર છ વર્ષની ઉંમરમાં લક્સ સાબુની જાહેરાતથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. ઉર્વશી પહેલી વાર ટીવી શો 'દેખ ભાઈ દેખ'માં શિલ્પાના રોલમાં જોવા મળી હતી. ત્યારબાદ તેણે અલગ-અલગ સિરિયલમાં કામ કર્યું હતું. જોકે, તેને ખરી ઓળખ એકતા કપૂરની ટીવી સિરિયલ 'કસૌટી જિંદગી કી'માં કોમોલિકાનો રોલથી મળી હતી. ઉર્વશી રિયાલિટી ડાન્સ શો 'નચ બલિયે 9'માં ટીવી એક્ટર અનુજ સચદેવા સાથે જોવા મળી હતી. ઉર્વશી 'બિગ બોસ'ની છઠ્ઠી સિઝનની વિનર પણ રહી ચૂકી છે.

સારા રોલ ભજવવાની ઈચ્છા
ઉર્વશીએ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તેણે મોટાભાગે ગ્રે શેડના કેરેક્ટર જ પ્લે કર્યા છે. તેને સારા રોલ્સ મળતા નથી. તેને માત્ર નેગેટિવ રોલ જ ઑફર કરવામાં આવે છે. તે ઈચ્છે છે કે તેને સારા સાર રોલ ઑફર કરવામાં આવે.