તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુઃખી:'બિગ બોસ' ફૅમ નિક્કી તંબોલીના 29 વર્ષીય ભાઈનું કોરોનાને કારણે મોત, 25 દિવસથી હોસ્પિટલમાં હતો

મુંબઈ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિક્કીનો ભાઈ છેલ્લાં ઘણાં સમયથી બીમાર હતો
  • નિક્કીના મતે, તેનો ભાઈ હોસ્પિટલથી થાકી ગયો હતો

'બિગ બોસ 14'થી ચર્ચામાં આવેલી નિક્કી તંબોલીના 29 વર્ષીય ભાઈ જતિનનું આજે, 4 મેના રોજ સવારે અવસાન થયું હતું. નિક્કીએ સો.મીડિયામાં આ અંગે પોસ્ટ શૅર કરી હતી. પોસ્ટ પ્રમાણે, નિક્કીના ભાઈનું એક જ ફેફસું કામ કરતું હતું. આટલું જ નહીં જતિનને ટીબી, કોરોના તથા ન્યૂમોનિયા થઈ ગયો હતો.

25 દિવસથી એડમિટ હતો
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જતિન AIMS હોસ્પિટલ, ડોમ્બીવલી, મુંબઈમાં 25 દિવસથી એડમિટ હતો. શરૂઆતમાં જ્યારે તેને એડમિટ કરવામાં આવ્યો ત્યારે તેને ફેફસાંની સમસ્યા હતી. જોકે, પાંચ દિવસ બાદ તેને કોવિડ થયો હતો. જતીન એન્જિનિયર હતો. તે પોતાના પેરેન્ટ્સ સાથે રહેતો હતો. 'બિગ બોસ' બાદ નિક્કી ટ્રાવેલિંગ વધુ કરતી હતી અને તેથી જ તે બીજા ઘરમાં એકલીમાં રહેતી હતી.

હોસ્પિટલથી થાકી ગયો હતોઃ નિક્કી
સો.મીડિયામાં નિક્કીએ કહ્યું હતું, 'મારો ભાઈ માત્ર 29 વર્ષનો હતો. છેલ્લાં કેટલાંક વર્ષોથી તે અનેક બીમારીઓ સામે ઝઝૂમતો હતો. થોડાં દિવસ પહેલાં તેને હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો, કારણ કે તેના ફેફસાંએ કામ કરવાનું બંધ કરી દીધું હતું. તે માત્ર એક ફેફસાં પર જીવતો હતો. હોસ્પિટલમાં તેને ટીબી તથા કોરોના થઈ ગયો હતો. આ ઉપરાંત તેને ન્યૂમોનિયા પણ થયો હતો. આજે સવારે તેના હૃદયે કામ કરવાનું બંધ કરી દીધું હતું. ભગવાને તેને અનેકવાર બચાવ્યો પરંતુ કહેવાય છે ને કે જે લખ્યું હોય છે, તે થઈને જ રહે. ભાગ્યને કોઈ બદલી શકે નહીં. હું એ તમામનો આભાર માનું છું, જેમણે ભાઈ માટે પ્રાર્થના કરી હતી. તે હોસ્પિટલ્સથી થાકી ગયો હતો હવે તે સારી જગ્યા પર તથા સારા હાથમાં છે. ભગવાન તેની દેખરેખ રાખશે.'

ઈમોશનલ પોસ્ટ શૅર કરી
નિક્કીએ ભાઈ સાથેની તસવીર શૅર કરીને કહ્યું હતું, 'અમારામાંથી કોઈને ખબર નહોતી કે ભગવાન આજ સવારે તારું નામ લેશે. જીવનમાં અમે તને ઘણો જ પ્રેમ કર્યો છે, મોત પછી પણ તને પ્રેમ કરતાં રહીશું. તને ગુમાવ્યા બાદ અમારું દિલ ભાંગી પડ્યું છે. તું એકલો નથી ગયો, તારી સાથે અમારો એક હિસ્સો લઈને ગયો છે. જે દિવસે ભગવાને તને અમારા ઘરે મોકલ્યો, તે અમારા માટે યાદો મૂકી. તારો પ્રેમ હજી પણ અમને ગાઈડ કરે છે. અમે તને જોઈ તો નહીં શકીએ, પરંતુ અમને ખ્યાલ છે કે તું હંમેશા અમારી સાથે ઊભો રહીશ. અમારા પરિવારની સાંકળ તૂટી ગઈ છે. કંઈ પણ પહેલાં જેવું નથી. જ્યારે ભગવાન એક-એક કરીને આપણને તમામને ત્યાં બોલાવશે ત્યારે આપણે આપણી સાંકળ બીજીવાર બનાવીશું.'

વધુમાં નિક્કીએ કહ્યું હતું, 'તે તો અમને ફેરવેલ આપવાની તક પણ ના આપી. ગુડબાય કહેવાની તક પણ ના આપી. તું જતો રહ્યો, જ્યાં સુધી અમને ખ્યાલ આવે, માત્ર ભગવાનને જ ખબર છે કેમ. અમે તને મિલિયન ટાઈમ્સ મિસ કરીશું, મિલિયન ટાઈમ્સ તારા માટે રડીશું. માત્ર પ્રેમ જ તને બચાવી શકતો હોત તો તું અમને છોડીને ના જાત. આપણે ક્યારેક બીજીવાર મળીશું. હું ભગવાનનો આભાર માનું છું કે તેમણે તને મારો ભાઈ બનાવ્યો. જ્યારે તું આ ધરતી પર હતો, હું હંમેશાં અમારી પ્રાર્થના તથા દિલમાં રહીશ. ભગવાન તારી આત્માને શાંતિ આપે. દાદા, હું તમને બહુ જ મિસ કરીશ.'

ભાઈ માટે પૂજા પણ કરી હતી
નિક્કીએ ભાઈ જલ્દીથી સાજો થઈ જાય તે માટે ઘરમાં એક પૂજા પણ યોજી હતી. નિક્કી 'ખતરો કે ખિલાડી'માં જોવા મળશે. તે કેપટાઉનમાં આ શોનું શૂટિંગ કરશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો