તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

1962: ધ વોર ઈન ધ હિલ્સ:જ્યારે 3000 ચીની સૈનિકો પર ભારે પડ્યા હતા ભારતના 125 જવાન, વેબ સિરીઝમાં આ લડાઈની અજાણી સ્ટોરી દેખાશે

14 દિવસ પહેલા

વેબ સિરીઝ '1962: ધ વોર ઈન ધ હિલ્સ'નું ટ્રેલર સોમવારે રિલીઝ થયું છે. આ સિરીઝના 10 એપિસોડ ચારુદત્ત આચાર્યે લખ્યા છે અને તેનું ડિરેક્શન મહેશ માંજરેકરે કર્યું છે. તેમણે માત્ર યુદ્વનું સુંદર રીતે ચિત્રણ કર્યું છે એટલું જ નહીં પણ સૈનિકોના વ્યક્તિગત જીવન અને દેશ સેવા માટેના તેમના બલિદાન પણ દેખાડવામાં આવ્યા છે. અભય દેઓલ આમાં મેજર સૂરજ સિંહના રોલમાં છે જે 'સી કંપની' નામની એક બટાલિયનને લીડ કરે છે. આ સિરીઝમાં આકાશ ઠોસર, સુમિત વ્યાસ, રોહન ગંડોત્રા, અનુપ સોની, મિયાંગ ચેંગ, માહી ગિલ, રોશેલ રાવ, હેમલ ઈંગલે વગેરે લીડ રોલમાં દેખાશે.

125 સૈનિકોની સ્ટોરી જેમણે 3000 ચીની સૈનિકોનો સામનો કર્યો હતો
લગભગ 60 વર્ષ પહેલાં સૈનિકોએ આપણા દેશના અભિન્ન અંગ લદાખની રક્ષા માટે અદમ્ય સાહસ અને બહાદુરીનો પરિચય આપ્યો હતો અને આ લડાઈ આપણે આજ સુધી લડી રહ્યા છીએ. આ 125 સૈનિકોની સ્ટોરી છે જેણે હિંમત સાથે 3000 ચીની સૈનિકોનો સામનો કર્યો હતો. તેમના સાહસથી આ લડાઈની કહાની બદલી ગઈ.

આ સ્ટોરી તે વીર સૈનિકોની છે જેમણે ઘણી સામાન્ય યુદ્ધ સામગ્રી હોવા છતાં પણ પોતાની સરખામણીએ ઘણી વધુ સંખ્યામાં આવેલા સૈનિકોને આપણી સીમાઓમાં એન્ટર થતા અટકાવ્યા. આ સૈન્યના ઇતિહાસની સૌથી મહાન લડાઈઓમાંની એક છે.

આ સ્ટોરી ભારતના ઇતિહાસની સમાન સ્ટોરીઓથી પ્રેરિત છે અને આજના સંદર્ભમાં જ્યારે ચીની સૈનિકોની ઘુષણખોરીને કારણે બોર્ડર પર માહોલ ખરાબ થઇ જાય છે તો આ સ્ટોરી આપણા સૈનિકોની અજય બહાદુરીની યાદ અપાવે છે.

ડોન લીએ એક્શન સિક્વન્સને કોરિયોગ્રાફ કર્યા
વર્લ્ડ ફેમસ એક્શન કોરિયોગ્રાફર ડોન લીએ આ સિરીઝના બધા એક્શન સિક્વન્સ કોરિયોગ્રાફ કર્યા છે અને તેણે સિરીઝમાં દરેક સૈનિકની લડાઈની રીત અદ્વિતીય રીતે બતાવી છે. ડોન લીએ ઘણી શાનદાર ફિલ્મ્સ જેવી કે પાઇરેટ્સ ઓફ ધ કેરેબિયન, સ્ટાર ટ્રેક વગેરે ડિરેક્ટ કરી છે. આ સિરીઝ લદાખ અને ભારતના દૂરના ગામડાઓમાં શૂટ થઇ છે, જેનાથી આ શો રીયલ અને વિશ્વસનીય લાગે. મ્યુઝિક સ્ટોરીનો અભિન્ન હિસ્સો છે. હિતેશ મોદકે આ સિરીઝના સોન્ગ કમ્પોઝ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો