• Gujarati News
  • Entertainment
  • Who Is Satish Manshind Who Was Hired By Shah Rukh Khan To Release His Son? These Are The Troublemakers For Celebs

નામ તો સુના હી હોગા:દીકરાને છોડાવવા શાહરુખે જેને હાયર કર્યા એ સતીશ માનશિંદે કોણ છે? આ સેલેબ્સ માટે રહ્યા સંકટમોચક

2 મહિનો પહેલા

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાને દીકરા આર્યન ખાનનો બચાવ કરવા માટે દેશના સૌથી મોંઘા અને હાઇ પ્રોફાઇલ વકીલ સતીશ માનશિંદેને હાયર કર્યા છે . આર્યન ખાનની રવિવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોમાં મુંબઈમાં ક્રૂઝ પર રેવ પાર્ટીમાં ધરપકડ કરવામાં આવી હતી. NCB દ્વારા તેમના પર લગાવવામાં આવેલા આરોપો સામે સતીશ માનશિંદેએ આર્યન ખાનનો કોર્ટમાં બચાવ કર્યો હતો. તમને જણાવી દઈએ કે આ પહેલા સતીશ માનશિંદે બોલીવુડના ઘણા હાઈપ્રોફાઈલ કેસ લડી ચૂક્યા છે.

કોણ છે સતીશ માનશિંદે?

મૂળ કર્ણાટકના ધારવાડના સતીશ માનશિંદે ભારતના જાણીતા ક્રિમીનલ લૉયર છે. 56 વર્ષીય માનશિંદે હાઈ પ્રોફાઈલ કેસીસને લઈ જાણીતા છે. અત્યાર સુધીમાં તેઓ ઘણા સેલેબ્સ અને તેમના પરીવારના સભ્યોના કેસ લડી ચુક્યા છે. કેટલાક હાઈ પ્રોફાઈલ કેસની વાત કરવામાં આવે તો તેમણે રિયા ચક્રવર્તીથી લઈ સલમાન ખાન માટે કોર્ટમાં દલીલો કરી છે.

રિયા ચક્રવર્તી અને ડ્રગ્સ કેસ
સુશાંત સિંહ રાજપૂત કેસ સાથે જોડાયેલા ડ્રગ્સ એંગલમાં એક્ટ્રેસ રિયા ચક્રવર્તીએ પણ સતીશ માનશિંદેને હાયર કર્યા હતા. રિયા અને તેના ભાઈ શોવિકની ધરપકડ બાદ માનશિંદેએ જ જામીન માટે લડત આપી હતી.

સંજય દત્તના કેસથી ચર્ચામાં આવ્યા
1993માં મુંબઈ બ્લાસ્ટ કેસમાં સતીશ માનશિંદેએ એક્ટર સંજય દત્તનો કેસ લડ્યો હતો. આ કેસ બાદ તેઓ દેશભરમાં ચર્ચામાં આવ્યા હતા, કારણ કે સંજય દત્તનું છૂટવું મુશ્કેલ હતું, છતાં માનશિંદે જામીન અપાવવામાં સફળ રહ્યા હતા.

સલમાન માટે બે વખત બન્યા સંકટમોચક
તો સલમાન ખાન માટે એક નહીં, બે વખત સતીશ સંકટમોચક બની ચુક્યા છે. 1998માં સલમાન ખાન પર કાળિયાર શિકાર કેસ કરવામાં આવ્યો ત્યારે પણ સતીશ માનશિંદેએ જ સલમાન તરફથી કેસ લડ્યો હતો. આ ઉપરાંત 2002માં સલમાને જ્યાર હિટ એન્ડ રન કેસમાં ફસાયો ત્યારે પણ સતીશ માનશિંદે જ તેના વકીલ હતા અને જામીન અપાવ્યા હતા.

રાખી સાવંત અને આપઘાત કેસ
વર્ષ 2010માં જ્યારે રાખી વિરૂદ્ધ આપઘાત માટે ઉશ્કેરવાને લઈ કેસ કરવામાં આવ્યો ત્યારે તે કેસ સતીશે જ લડયા હતો. તે સમયે રાખી સાવંત ટીવી પર 'રાખી કા ઈન્સાફ' શો હોસ્ટ કરી રહી હતી. આ સિવાય તેમણે મુંબઈ પોલીસના દયાનાયકનો સંપત્તિ કેસ, બુકી શોબન મહેતા મેચ ફિક્સિંગ કેસ અને છોટા રાજનની પત્ની સુજાતાના કેસ પણ લડ્યા છે. તેઓ પાલઘર લિંચિંગ કેસના પબ્લિક પ્રોસિક્યુટર પણ છે.

રામજેઠમલાણી પાસેથી શિખ્યા વકીલાત
માનશિંદેએ સ્વ. રામ જેઠમલાણી સાથે ઇન્ટર્નશિપ કરી હતી. અને 10 વર્ષ સુધી તેમની અંડરમાં જ કામ કર્યું હતું. આ દરમિયાન તેમણે મોટાભાગે કલાકારો, રાજકારણીઓ તથા અન્ય સેલેબ્સના જ કેસ લડ્યા હતા. જો કે, હાઈ પ્રોફાઈલ કેસ સિવાય તેઓ તેમની ફી વિશે પણ ચર્ચામાં રહી ચુક્યા છે.

એક સુનાવણીની ફી 10 લાખ રુપિયા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, સતીશ માનશિંદેએ એક સુનાવણીના 10 લાખ રૂપિયા ફી લેતા હોવાની ચર્ચા છે. જો કે, ગયા વર્ષે એક ઈન્ટરવ્યૂમાં તેમણે આ વિશે જવાબ આપતા કહ્યું હતું કે, '10 વર્ષ જૂના આર્ટિકલ પ્રમાણે મારી ફી 10 લાખ રૂપિયા હતી..આજે તે કેમ જોવામાં આવે છે? આ પ્રમાણે તો હાલના સમયે મારી ફી ક્યાંય વધારે હશે.'

અન્ય સમાચારો પણ છે...