બોલિવૂડ એકટર વિકી કૌશલ અને શહનાઝ ગિલનો એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. હાલમાં જ શહનાઝ અને વિકીને એક સાથે સ્પોટ કરવામાં આવ્યા હતા. હકિકતમાં વિકી શહનાઝના શો શહનાઝના શો 'દેસી વાઇબ્સ વિથ શહનાઝ ગીલ'માં પહોંચ્યો હતો. જ્યાં બંનેએ આખો એપિસોડ ખુબ જ સારી રીતે શૂટ કર્યો હતો. હવે શહનાઝે સોશિયલ મીડિયા પર વિકી સાથેના કેટલાક ફોટો શેર કર્યા છે, જેને જોઈને ફેન્સ કહી રહ્યા છે કે વિકી 'પંજાબની કેટરિના કૈફ સાથે' છે.
વિકીએ શહનાઝને પરિવારનો અનુભવ કરાવ્યો
આ તસવીરો શેર કરતાં શહનાઝે કેપ્શનમાં લખ્યું હતું કે, 'આ તસવીરો શેર કરતાં શહનાઝે કેપ્શનમાં લખ્યું છે કે, 'અમે ભાગ્યે જ કોઈ એવા સ્ટારને મળીએ છીએ, જે તમને એવું અનુભવે કે તમે તેમાંથી એક છો. બહુ જ ઓછા લોકો તમને એ અનુભવ કરાવે છે કે. તમે તેમને વર્ષોથી ઓળખે તેઓ તમારા પરિવાર જેવા છે. બીજી મીટિંગમાં તમને ભાગ્યે જ એવું લાગે છે કે તમે આ વ્યક્તિને જાણો છો જેમ કે તે તમારુ ફેમીલી હોય.'
હું તમને મળીને ખુબ જ ખુશ છું
શહનાઝે વધુમાં લખ્યું હતું કે, 'મને લાગે છે કે આ એક સાચો સ્ટાર છે. વિકી હું તમને ફરી એકવાર મળીને ખૂબ જ ખુશ છું અને આજની વાતચીત માત્ર વાતચીત કરતાં ઘણી વધારે હતી. હું ઈચ્છું છું કે તમે તમારા જીવનમાં સફળતા, સારું સ્વાસ્થ્ય અને સકારાત્મકતા મેળવો. 'ગોવિંદા નામ મેરા' માટે ઓલ ધ બેસ્ટ વાહેગુરુ મેહર કરે. તમારી ફિલ્મ સુપરહિટ રહે તેવી શુભકામના...
શહનાઝ-વિકીને અગાઉ પણ સાથે જોવા મળ્યા હતા
શહનાઝે ગયા મહિને દિવાળી પાર્ટી દરમિયાન વિકી સાથેના ફોટા શેર કર્યા હતા.શહનાઝે આ ફોટા શેર કરીને લખ્યું, 'હુદ બની ના ગલ (યે હુઈ ના બાત) દો પંજાબી એક ફ્રેમ વિચ. આ તસવીરોમાં બંને ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.