બોલિવૂડ અભિનેત્રી સારા અલી ખાન આ દિવસોમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘ગેસલાઈટ’ને લઈને ચર્ચાનો વિષય બની છે. હાલમાં જ ‘ગેસલાઈટ’નું જબરદસ્ત ટ્રેલર રિલીઝ થયું. આની વચ્ચે મુંબઈમાં જ ફિલ્મનું એક પ્રમોશનલ ઈવેન્ટ રાખવામાં આવ્યું. જેમાં ફિલ્મની આખી ટીમ નજરે પડી.
સારાએ પ્રમોશન દરમિયાન પોતાની કો-સ્ટાર ચિત્રાંગ્દા સિંહની સાથે પેપરાઝીને સારા એવા પોઝ આપ્યા. આ ઈવેન્ટમાં વિક્રાંત મેસી પણ કેઝ્યુઅલ લૂકમાં નજરે પડ્યા. જો લૂકની વાત કરીએ તો જ્યા સારા વ્હાઈટ એન્ડ રેડ ડ્રેસમાં જોવા મળી તો ચિત્રાંગ્દા પિંક આઉટફિટમાં ગ્લેમરસ લાગી રહી હતી.
અપંગ યુવતીનું કેરેક્ટર ભજવી રહી હતી સારા
ગેસલાઈટનું ટ્રેલર OTT પ્લેટફોર્મ ડિઝ્ની પ્લસ હોટસ્ટારે સોશિયલ મીડિયા પર શેર કર્યું હતું. આ ફિલ્મમાં સારા અલી ખાન એક અપંગ વ્યક્તિનું પાત્ર ભજવી રહી છે તો તેની સાથે જ અભિનેત્રી ચિત્રાંગ્દા સિંહ તેની સાવકી માતાનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મમાં અભિનેતા વિક્રાંત મેસીનો રોલ સારાનાં પિતાનાં બોડિગાર્ડ તરીકેનો છે. આ ફિલ્મની આખી વાર્તા એક મર્ડર મિસ્ટ્રી પર આધારિત છે. જેમાં મિસાનાં પિતાનું મર્ડર થઈ જાય છે એટલે જોવા જઈએ તો આખી ફિલ્મનું ટ્રેલર થ્રિલ અને રોમાન્ચથી ભરપૂર છે.
ક્યારે રિલીઝ થશે આ ફિલ્મ?
તમને જણાવી દઈએ કે, સારા અલી ખાનની ‘ગેસલાઈટ’ આ મહિનાની 31 તારીખે OTT પ્લેટફોર્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે. આ ફિલ્મમાં તે ત્રણેય સિવાય રાહુલ દેવ અને અક્ષય ઓબ્રોય પણ છે. ‘ગેસલાઈટ’નું ટ્રેલર જોયા પછી જ ચાહકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.