સુપરસ્ટાર થલાપથી વિજય આજકાલતેની આગામી ફિલ્મ 'વરિસુ'ને લઈને ચર્ચામાં છે. આ દરમિયાન તેની પર્સનલ લાઈફને લઈને સોશિયલ મીડિયા પર ઘણી હલચલ ચાલી રહી છે. સાઉથ સુપરસ્ટાર થલાપથી વિજય ને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો કોલિવૂડ સ્ટાર થલાપથી વિજય અને તેની પત્ની સંગીતા વચ્ચે સંબંધમાં તિરાડ પડી છે. વિજય તેની પત્ની સંગીતાથી છૂટાછેડા લઇ રહ્યો છે. લગ્નના 23 વર્ષ બાદ તેઓ અલગ થવાનો નિર્ણય કરી રહ્યા છે.
ટ્રેલર લોન્ચમાં જોવા ન મળી સંગીતા
છૂટાછેડાના સમાચાર ત્યારે ચર્ચામાં આવ્યા જયારે સંગીતા ફિલ્મ નિર્માતા એટલીની પત્નીના બેબી શાવરમાં જોવા મળી ન હતી. આ પછી સંગીતા 'વરિસુ'ના ટ્રેલર લોન્ચ ઇવેન્ટમાં પણ જોવા મળી ન હતી. જેથી છૂટાછેડાના સમાચારને જોર પકડ્યું હતું. જો કે હજુ સુધી આ કપલે છૂટાછેડા અંગે પોતાના તરફથી કંઇ કહ્યું નથી.
છૂટાછેડાની ખબરોને કારણે ફેન્સ ચિંતામાં ગરકાવ
છૂટાછેડાના સમાચાર સામે આવ્યા બાદથી વિજયના ફેન્સમાં નારાજગી જોવા મળી રહી છે. તો અમુક મીડિયા રિપોર્ટ છૂટાછેડાના સમાચારને માત્ર અફવા ગણાવી રહ્યા છે. પિંકવિલાના એક સૂત્ર દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે, વિજય અને સંગીતાના અલગ થવાના સમાચાર સંપૂર્ણપણે પાયાવિહોણા છે. અમને ખબર નથી કે આ રિપોર્ટ ક્યાંથી શરૂ થયા.
તો અમુક મીડિયા ચેનલે એવો પણ દાવો કર્યો હતો કે, સંગીતા પોતાના બાળકો સાથે વેકેશન પર ગઈ છે, જેના કારણે તે બેબી શાવર અને 'વરિસુ' ટ્રેલર લોન્ચિંગમાં હાજર રહી શકી ન હતી. તો જાણકારી તો એવી પણ મળી રહી છે કે, ટૂંક સમયમાં વિજય પણ પત્ની અને પરિવાર સાથે વેકેશન પર જશે.
વિજય થલાપથી અને સંગીતાએ 1999માં લગ્ન કર્યા હતા
વિજય અને સંગીતાના લગ્નને લગભગ 23 વર્ષ થયા છે. આ કપલ 25 ઓગસ્ટ 1999ના રોજ લગ્નના બંધનમાં બંધાયું હતું. ટૂંક સમયમાં જ બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. તે સમયગાળામાં બંનેએ હિન્દુ અને ખ્રિસ્તી બંને ધર્મો સાથે લગ્ન કર્યા હતા. વર્ષ 2000માં આ કપલે જેસન સંજય નામના પહેલા બાળકને જન્મ આપ્યો હતો, જ્યારે 2005માં તેમના ઘરે દીકરીનો જન્મ થયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.