'સેમ બહાદુર' ટિઝર આઉટ:વિકીએ ફેન્સને રિલીઝ ડેટની આપીને જાણકારી કહ્યું કે, 365 દિવસ બાદ ફિલ્મ રિલીઝ થશે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એકટર વિકી કૌશલએ આગામી ફિલ્મ 'સેમ બહાદુર'ની રિલીઝ ડેટની જાહેરાત કરી દિધી છે. આ સાથે જ વિકીએ ફેન્સ સાથે ફિલ્મનું ટિઝીર પણ શેર કર્યું છે. 'સેમ બહાદુર'ના ટીઝર દ્વારા વિકીએ તેમના રોલની એક ઝલક પણ ફેન્સ સાથે શેર કરી છે. જેમાં વિકી ભારતીય સેનાના યુનિફોર્મમાં જોવા મળી રહ્યો છે. આ વીડિયોને શેર કરતા વિકીએ કેપ્શનમાં લખ્યું, '365 દિવસ બાકી છે.' 'સેમ બહાદુર' 1 ડિસેમ્બર 2023ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

વિકીની સોશિયલ મીડિયા પોસ્ટ
વિકીની સોશિયલ મીડિયા પોસ્ટ

વિકીની સાથે સાન્યા મલ્હોત્રા પણ લીડ રોલમાં
ફિલ્મ 'સેમ બહાદુર'નું નિર્દેશન મેઘના ગુલઝાર કરી રહી છે. આ ફિલ્મમાં વિકી કૌશલ સેમ માણેકશાના રોલમાં જોવા મળશે, જ્યારે સાન્યા મલ્હોત્રા સેમની પત્ની સીલુ માણેકશાના રોલમાં જોવા મળશે. રોની સ્ક્રુવાલા 'સેમ બહાદુર' ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે.

ફેન્સને પસંદ આવી રહ્યું છે ટીઝર
વીડિયોમાં જોઈ શકાય છે કે, એક બટાલિયન સેમ બહાદુરને રસ્તો દેખાડતો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મમાં વિકીના સેમ જેવા લૂકની ખૂબ ચર્ચા કરવામાં આવી રહી હતી. જ્યારે ફિલ્મનું પોસ્ટર રિલીઝ થયું ત્યારે તેના પોસ્ટરે બધાને ચોંકાવી દીધા હતા. વિકી બિલકુલ સેમ જેવો દેખાતો હતો. તો ટીઝર જોઈને લાગી રહ્યું છે કે નક્કી આ ફિલ્મ ફેન્સને પસંદ આવશે.

આવો જાણીએ કોણ છે સેમ બહાદુર?

સેમ માણેકશા દેશના મહાન લશ્કરી અધિકારીઓ પૈકી એક એક હતા, જેમના જીવન પર આ ફિલ્મ બનવા જઈ રહી છે. સેમ માણેકશોની આર્મીમાં કારકિર્દી ચાર દાયકા અને પાંચ યુદ્ધો સુધી હતી. ફિલ્ડ માર્શલના હોદ્દા પર બઢતી મેળવનાર તેઓ પ્રથમ ભારતીય સૈન્ય અધિકારી હતા અને 1971ના ભારત-પાક યુદ્ધમાં તેમની લશ્કરી જીતને કારણે બાંગ્લાદેશનું નિર્માણ થયું હતું. સ્ક્રિપ્ટીંગ દરમિયાન શીર્ષકની ભૂમિકા ભજવનાર વિકી કૌશલે કહ્યું હતું કે, 'મેં હંમેશા મારા માતા-પિતા પાસેથી સેમ બહાદુર વિશે વાર્તાઓ સાંભળી છે જેઓ પંજાબના છે અને 1971નું યુદ્ધ જોયું છે, પરંતુ જ્યારે મેં સ્ક્રિપ્ટ વાંચી ત્યારે મારા હોશ ઉડી ગયા. સેમ માણેકશાને અનેક પ્રકારના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

1973માં તેમને ફિલ્ડ માર્શલનું બિરુદ આપવામાં આવ્યું હતું. આ રેન્કથી સન્માનિત થનાર તેઓ પ્રથમ ભારતીય જનરલ હતા.1972માં ભારત સરકારે પણ તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા. 1973માં આર્મી સ્ટાફના વડા પદ પરથી નિવૃત્ત થયા પછી તેઓ વેલિંગ્ટનમાં રહેતા હતા. વર્ષ 2008માં વેલિંગ્ટનમાં અવસાન થયું હતું.

ગત વર્ષે કર્યાં હતા લગ્ન
વિકી કૌશલ તથા કેટરીના કૈફે 9 ડિસેમ્બરના રોજ રાજસ્થાનના સવાઈ માધોપુરની સિક્સ સેન્સ ફોર્ટમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ બંનેએ સો.મીડિયામાં વિવિધ ફંક્શનની તસવીરો શૅર કરી હતી. બંને લગ્ન બાદ તરત જ માલદિવ્સ હનિમૂન માટે ગયાં હતાં.