'કુલી નં. 1'ની મજાક:વરુણ ધવનના એક્શન સીનની મજાક ઊડી રહી છે, સોશિયલ મીડિયા યુઝરે લખ્યું- આજે ન્યુટનનો આત્મા મરી ગયો હશે

એક વર્ષ પહેલા

વરુણ ધવન અને સારા અલી ખાન સ્ટારર 'કૂલી નં. 1 ' શુક્રવારે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર રિલીઝ થઈ. ડેવિડ ધવન દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મને લઈને ક્રિટિક્સમાં નિરાશાજનક જોવા મળી છે અને ઓડિયન્સનો પણ મિશ્ર પ્રતિસાદ મળ્યો છે.

સોશિયલ મીડિયા પર ફિલ્મને લઈને મજાક ઉડી રહી છે. તેના એક એક્સન સિનને લઈને ઈન્ટરનેટ પર મીમ્સ વાયરલ થઈ રહ્યા છે.

ફિલ્મનો આ સીન કેવો છે
સિન પ્રમાણે, ફોન પર વાત કરી રહેલી એક મહિલાનું બાળક રમકડું લેવાના ચક્કરમાં રેલવેના પાટા પર પહોંચી જાય છે અને ત્યાં જ રમવા લાગે છે. એટલામાં જ એક ટ્રેન આવતી જોવા મળે છે અને બાળકને લઈને સ્ટેશન પર હાજર લોકોમાં હોબાળો મચી જાય છે. વરુણ ધવન બાળકને બચાવવા માટે સવબે પરથી કૂદકો લગાવીને સ્પીડમાં આવી રહેલી ટ્રેન પર કૂદી જાય છે. બાદમાં ડબ્બાની ઉપર દોડે છે અને એન્જિનની એકદમ સામે આવી કૂદીને બાળકને બચાવી લે છે, જે ભૌતિકશાસ્ત્ર અનુસાર શક્ય નથી. આ વાત ઓડિયન્સને હજમ નથી થઈ રહી.

સીન પર કેવા મીમ બની રહ્યાં છે?
એક સોશિયલ મીડિયા યુઝરે સીન શેર કરતાં લખ્યું કે "ન્યુટનનો આત્મા આજે ખરેખર મરી ગયો હશે."

એક યુઝરની પોસ્ટ છે "RIST (રજનીકાંત ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી)ની એન્ટ્રન્સ એક્ઝામ".

એક યુઝરે લખ્યું કે, "હવે સમય આવી ગયો છે કે ન્યુટન આવે અને ડેવિડ ધવનના ફિઝિક્સના નિયમ જુએ."

કેટલાંક અન્ય મનોરંજક મીમ્સ જુઓ...

અન્ય સમાચારો પણ છે...