વરુણના લગ્ન:24 જાન્યુઆરીએ વરુણ ધવન ગર્લફ્રેન્ડ નતાશા દલાલની સાથે લગ્ન કરશે, પિતાના નજીકના મિત્રએ પુષ્ટિ કરતાં કહ્યું- હવે કેટલી રાહ જોશે

9 મહિનો પહેલા

વરુણ ધવન 24 જાન્યુઆરીના રોજ ગર્લફ્રેન્ડ નતાશા દલાલની સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. રિપોર્ટના અનુસાર, આ વખતે માત્ર અટકળો જ નથી, પરંતુ વરુણના પિતા ડેવિડ ધવનના નજીકના મિત્રએ તેની પુષ્ટિ કરી છે. એટલે સુધી કહેવામાં આવી રહ્યું છે કે, અલીબાગમાં યોજાનાર આ લગ્ન સંપૂર્ણ રીતે ફેમિલી અફેયર હશે.

લગ્નમાં વધારે ધામધૂમ નહીં હોય
બોલિવૂડ હંગામાના રિપોર્ટ મુજબ, ડેવિડના મિત્રએ જણાવ્યું કે, મને ઘણા દિવસોથી પત્રકારોના ફોન આવી રહ્યા છે અને હું તેમને કહી રહ્યો છું કે આ માત્ર અફવા છે. પરંતુ હું તમારી સાથે જૂઠું બોલી શકતો નથી. હા, વરુણ 24 જાન્યુઆરીના રોજ અલીબાગમાં લગ્ન કરશે. હવે કેટલી રાહ જોશે. કોવિડ ક્યારેય નથી જવાનો. તેણે 'કુલી નંબર 1'ની રિલીઝ બાદ લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. લોકો લગ્ન ધામધૂમથી કરે છે. પરંતુ વરુણ અને નતાશા આવું નહીં કરી શકે. જો 50થી એક પણ મહેમાન વધારે આવશે તો તેઓ મુશ્કેલીમાં મુકાઈ જશે.

કોઈ મિત્રને આમંત્રણ નથી
લગ્નના આમંત્રણ અંગે મિત્રએ જણાવ્યું કે, કોઈ મિત્રને બોલાવવામાં નહીં આવે. કેમ કે એકને બોલાવીએ તો બીજો નારાજ થઈ જાય. તેથી આ માત્ર ફેમિલી વેડિંગ હશે. મેં ડેવિડની મુશ્કેલી જોઈ તો તેમણે તરત જ મને મહેમાનોની લિસ્ટમાંથી બહાર કરવા માટે કહી દીધું. વરુણ કેટલો સમય રાહ જોશે. તે 30 વર્ષની ઉંમર વટાવી ચૂક્યો છે. મને ખુશી છે કે તેણે કોવિડના અંતની રાહ નથી જોઈ.

200 મહેમાનોને બોલાવવાનો ખોટો દાવો?
થોડા દિવસો પહેલા મીડિયામાં એવા સમાચાર વાયરલ થયા હતા કે વરુણ અને નતાશા આ મહિને લગ્ન કરી શકે છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો કે તેણે એક ફાઈવ સ્ટાર હોટેલ બુક કરી છે અને તે 200 ખાસ મહેમાનોને બોલાવવાનો છે. જો કે, તાજેતરનો રિપોર્ટ મહેમાનોની સંખ્યાની વાતનું ખંડન કરે છે.

તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં વરુણે પણ કહ્યું હતું કે થઈ શકે છે કે આ વર્ષે અથવા જેટલું જલ્દી થઈ શકે તેઓ લગ્ન કરી લેશે. વરુણ-નતાશા ગત વર્ષે મે મહિનામાં લગ્ન કરવાના હતા, પરંતુ કોરોનાવાઈરસ અને લોકડાઉનના કારણે લગ્ન ટાળવા પડ્યા હતા.