• Gujarati News
  • Entertainment
  • Urvashi Rautela Wore A Dress Worth Rs 40 Lakh At The Miss Universe Event, While Deepika Padukone And Alia Were Also In The Spotlight Due To Their Stylish Looks.

સેલેબના હટકે લુક:મિસ યુનિવર્સ ઈવેન્ટમાં ઉર્વશી રાઉતેલાએ 40 લાખનો ડ્રેસ પહેર્યો હતો, દીપિકા પાદુકોણ અને આલિયા પણ સ્ટાઈલિશ લુકને કારણે ચર્ચામાં રહી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેસ્ટર્ન ડ્રેસની સાથે આલિયાએ ટ્રેડિશનલ ઈયરિંગ્સ પહેરી હતી

આ અઠવાડિયે બોલિવૂડમાં ઘણી મોટી ઈવેન્ટ જોવા મળી છે પરંતુ તેની સાથે સેલેબ્સના સ્ટાઈલિશ અને ગ્લેમરસ લુક પણ ઘણા ચર્ચામાં રહ્યા છે. જાણો આ અઠવાડિયે સૌથી વધુ પસંદ કરવામાં આવેલા સેલેબ્સ અને તેમના લુક-

ઉર્વશીએ 40 લાખનો ડ્રેસ પહેર્યો હતો
મિસ યુનિવર્સ 2021માં જજ તરીકે સામેલ થયેલી ઉર્વશી રાઉતેલાનો ડ્રેસ ચર્ચામાં હતો. આ દરમિયાન એક્ટ્રેસે 40 લાખ રૂપિયાની કિંમતનો માઈકલ સિન્કોનો ડિઝાઈનર ડ્રેસ પહેર્યો હતો. હોલ્ટર ડીપ નેક અને ઓફ શોલ્ડર શીમરી બ્લેક ડ્રેસમાં એક્ટ્રેસ એકદમ સુંદર લાગતી હતી.

ડિઝાઈનર સાડીમાં જોવા મળી મિસ યુનિવર્સ હરનાઝ સંધુ
મિસ યુનિવર્સ 2021નો ખિતાબ જીતનાર હરનાઝ સંધુનો સાડીનો લુક ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. તેને રોઝ ગોલ્ડ કલરની સીક્વિન અને ડાયમંડવાળા ફેબ્રિકની સાડી પહેરી હતી. આ સાડી સાવન ગાંધીના સ્પ્રિંગ-સમર કલેક્શન 2021ના ઇનાયત કલેક્શનની સાડી છે. ડિઝાઈનર વેબસાઈટમાં આ સાડીની કિંમત 84 હજાર રૂપિયા છે જેનું નામ છે બ્લશ ક્રિસ્ટલ સીક્વિન સાડી.

દીપિકા પાદુકોણ
અપકમિંગ ફિલ્મ 83નું પ્રમોશન કરવા માટે દીપિકા પાદુકોણ ટીમની સાથે દુબઈ ગઈ હતી. અહીં એક્ટ્રેસે ગુલાબી કલરનો ઓફ શોલ્ડર રફલ્ડ ડ્રેસમાં રેડ સી ફિલ્મ ફેસ્ટિવલ અટેન્ડ કર્યો હતો. આ ડ્રેસ માઈકલ સિન્કોના કલેક્શનનો છે. ડ્રામેટિકલ સ્લીવ્સવાળી આ બોડી ફિટેડ ડ્રેસને એક્ટ્રેસે સિલ્વર ઈયરિંગ્સ પહેર્યા હતા.

આલિયા ભટ્ટ
આલિયા ભટ્ટ ફિલ્મ બ્રહ્માસ્ત્રની મોશન પોસ્ટર લોન્ચ પાર્ટીમાં T Skaffના કો-ઓર્ડ રેડ સેટમાં પહોંચી હતી. આ ઈવેન્ટ માટે એક્ટ્રેસને અનાઈતા શ્રોફ અદજાનિયાએ સ્ટાઇલ કરી હતી. વેસ્ટર્ન ડ્રેસની સાથે આલિયાએ ટ્રેડિશનલ ઈયરિંગ્સ પહેરી હતી.

રણવીર સિંહનો હટકે લુક જોવા મળ્યો
દુબઈમાં ફિલ્મ 83નું પ્રમોશન કરવા પહોંચેલો રણવીર સિંહ ફરી એકવાર પોતાના કપડાને લઈને ચર્ચામાં આવ્યો હતો. એક્ટરે ટર્ટલ નેક સીક્વિન શીર ટોપની સાથે પીળું શાઈની પેન્ટ પહેર્યું હતું. આ લુકને હટકે બનાવવા માટે એક્ટરે મેટાલિક ગોલ્ડ બુટ્સ પહેર્યા હતા.

લગ્ન બાદ સાડીમાં જોવા મળી અંકિતા લોખંડે
એક્ટ્રેસ અંકિતા લોખંડે મુંબઈમાં બિઝનેસમેન વિકી જૈન સાથે લગ્ન કરી લીધા છે. લગ્ન બાદ અંકિતા અને વિકી પહેલીવાર ટ્રેડિશનલ લુકમાં જોવા મળ્યા હતા. આ સમયે અંકિતાએ વાદળી કલરની ગોટા પટ્ટી સાડી પહેરી હતી. નવી નવેલી દુલ્હનની જેમ મેચિંગ બંગડીઓ, મંગળસૂત્ર અને ડાયમંડ જ્વેલરી પહેરી હતી જેમાં અંકિતા એકદમ સુંદર દેખાતી હતી.