• Home
  • Entertainment
  • Universal Signed Off On The Big Budget (nearly Rs 1500 Crore) Project Over A Zoom Call With Tom Cruise

હોલિવૂડ સ્ટારની અનોખી ડીલ / ટોમ ક્રુઝે ઝૂમ કૉલ પર 1500 કરોડના જંગી બજેટની ફિલ્મ પાસ કરાવી, યુનિવર્સલ પિક્ચર્સની આ સ્પેસ મુવીની સ્ક્રિપ્ટ પણ હજી તૈયાર નથી થઈ

Universal Signed Off On The Big Budget (nearly Rs 1500 Crore) Project Over A Zoom Call With Tom Cruise
X
Universal Signed Off On The Big Budget (nearly Rs 1500 Crore) Project Over A Zoom Call With Tom Cruise

  • આ ફિલ્મમાં ઉદ્યોગપતિ ઈલન મસ્ક પણ પોતાની ‘સ્પેસ X’ કંપની મારફતે જોડાવાના છે
  • ક્રૂઝની ‘મિશન ઈમ્પોસિબલ 7’નું શૂટિંગ શરૂ થઈ ગયું છે, આ માટે એક સાચુકલો પૂલ ઉડાવવામાં આવશે

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 01:20 PM IST

હોલિવૂડ સ્ટાર ટોમ ક્રુઝે એક મેગા પ્રોજેક્ટ માટે યુનિવર્સલ પિક્ચર્સને મનાવી લીધા છે. ખાસ વાત એ છે કે હજુ ફિલ્મની સ્ક્રિપ્ટ પણ ટોમ ક્રુઝના હાથમાં નથી આવી, પરંતુ સ્પેસમાં શૂટ થનારી આ ફિલ્મ માટે 200 મિલિયન ડોલર એટલે કે અંદાજે 1500 કરોડ રૂપિયા ખર્ચ કરવા માટે ક્રુઝે પ્રોડક્શન હાઉસને મનાવી લીધું છે. યુનિવર્સલ પિક્ચર્સે ટોમ ક્રુઝ સાથે આ મેગા બજેટ ડીલ ઝૂમ કોલ પર સાઈન કરી છે.

રિપોર્ટ્સ મુજબ, ઝૂમ કોલ પર ટોમ ક્રુઝ સિવાય રાઇટર- ડિરેક્ટર ડગ લીમેન, કોલેબરેટર ક્રિસ્ટોફર મેક્કાયર અને પ્રોડ્યુસર પીજે વેન સેંડવિક હાજર હતા. આ પ્રોજેક્ટમાં ઈલન મસ્ક પણ તેની ‘સ્પેસ X’ કંપની મારફતે સામેલ થશે. મિશન ઇમ્પોસિબલ 5, 6 અને 7ના ડિરેક્ટર મેક્કાયર સ્ટોરી એડવાઈઝર અને પ્રોડ્યુસરનો રોલ નિભાવશે. લીમેન આ ફિલ્મની સ્ક્રિપ્ટ લખશે. લીમેન ક્રુઝ સાથે ‘એજ ઓફ ટુમોરો’ અને ‘અમેરિકન મેડ’ જેવી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

મિશન ઇમ્પોસિબલના શૂટિંગની તૈયારી શરૂ
ક્રુઝે હાલમાં જ ‘મિશન ઇમ્પોસિબલ 7’નું શૂટિંગ ફરી શરૂ કર્યું છે જે કોરોનાને કારણે અટકી ગયું હતું. એવું જણાવાઈ રહ્યું છે કે એક એક્શન સીન માટે ફિલ્મની ક્રૂએ પોલેન્ડનો એક સાચો પૂલ બ્લાસ્ટ કરવાની યોજના બનાવી છે. આ પૂલ પોલેન્ડના પિલ્શોવાઇસમાં 1990માં બનાવવામાં આવ્યો હતો. 2016થી આ પૂલ વપરાશમાં નથી. માટે તેનો ઉપયોગ શૂટિંગ માટે થશે.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી