એક દાયકા પછી, જેમ્સ કેમરોનના નિર્દેશનમાં બનેલી ફિલ્મ અવતારનો બીજો પાર્ટ 2022માં રિલીઝ થવા માટે તૈયાર છે. આ મોસ્ટ અવેટેડ સિરીઝના બીજા પાર્ટને સંપૂર્ણ રીતે અન્ડરવોટર શૂટ કરવામાં આવ્યો છે. એનિમેશન, VFX અને એક્શનથી ભરપૂર અવતાર-2ને 250 મિલિયન ડોલર એટલે કે 1900 કરોડ રૂપિયાના મોટા બજેટમાં તૈયાર કરવામાં આવી છે, જેની સાથે તે અત્યાર સુધીની સૌથી મોંઘી ફ્રેન્ચાઇઝી બની ગઈ છે.
વર્ષ 2009માં જેમ્સ કેમરોને સીક્વલ બનાવવાનો નિર્ણય કર્યો હતો
2009માં રિલીઝ થયેલી અવતાર પહેલા જ ડાયરેક્ટરે જાહેરાત કરી દીધી હતી કે જો પહેલી ફિલ્મ સફળ થશે તો તેઓ તેની સીક્વલ જરૂર બનાવશે. અવતારે રેકોર્ડ-બ્રેકિંગ કલેક્શન કર્યું હોવા છતાં 2010માં બે સિક્વલની જાહેરાત કરી હતી. અવતાર 2 2014માં રિલીઝ થવાની હતી, પરંતુ તેના પ્રી-પ્રોડક્શનના કારણે તેને 7 વર્ષ બાદ 2022માં રિલીઝ કરવામાં આવશે.
ફિલ્મની સીક્વલ ક્યારે રિલીઝ થશે?
8 વખત સતત પોસ્ટપોન થયા બાદ અવતાર-2 16 ડિસેમ્બર 2022ના રોજ રિલીઝ થવા માટે શિડ્યુઅલ કરવામાં આવી છે. તે ઉપરાંત અવતાર-3 20 ડિસેમ્બર 2024, અવતાર-4 18 ડિસેમ્બર 2026 અને અવતાર-5 22 ડિસેમ્બર 2028માં રિલીઝ થવાની છે. આ ફિલ્મોની રિલીઝ પહેલા તેનું ટાઇટલ પણ બદલવામાં આવશે.
અવતાર એ કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા
237 મિલિયન ડોલર એટલે કે 1800 કરોડના બજેટમાં તૈયાર થયેલી ફિલ્મ અવતારે 20 હજાર 368 કરોડ રૂપિયાનું વર્લ્ડવાઈડ કલેક્શન કર્યું હતું. આ ફિલ્મ પહેલા આ રેકોર્ડ એવેન્જર્સ એન્ડગેમની પાસે હતો જેને 20 હજાર 332 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. હવે 250 મિલિયન ડોલર (1900 કરોડ રૂપિયા)ના બજેટમાં તૈયાર થયેલી અવતાર 2 સાથે પણ રેકોર્ડ તોડવાનો અંદાજ છે.
દરેક પાર્ટની કિંમત 1900 કરોડ રૂપિયા હશે
અવતારની અપકમિંગ 4 સીક્વલ આવવાની છે, જેના દરેક પાર્ટ માટે 250 મિલિયન ડોલર (1900 કરોડ)નું બજેટ નક્કી કરવામાં આવ્યું છે. તેવી જ રીતે ફિલ્મને 5 સીક્વલવાળી આ ફ્રેન્ચાઇઝીનું કુલ બજેટ 1237 મિલિયન ડોલર (11,300 કરોડ) થાય છે. તે દુનિયાની સૌથી મોટા બજેટની ફ્રેન્ચાઈઝી બની ગઈ છે.
કેમ અન્ડરવોટર શૂટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો
એક ઈન્ટરવ્યુ દરમિયાન જેમ્સે આ ફિલ્મના મેકિંગને ગાંડપણ ગણાવ્યું છે. તેમનું કહેવું છે કે જો અવતારનો પહેલો પાર્ટ સારી કમાણી ન કરત તો તેઓ ક્યારે પણ આ પ્રકારની ફિલ્મ ન બનાવતા. ફિલ્મની પ્રોડક્શન ટીમ અન્ડરવોટર શૂટ કરવાની વિરુદ્ધ હતી. લોકોએ જેમ્સને તારાઓ દ્વારા તમામ સીનને બહાર શૂટ કરીને એનિમેટ કરીને અન્ડરવોટર બતાવવાની સલાહ આપી હતી. આ પ્રકારે એક ટ્રાયલ પણ લેવામાં આવ્યું પરંતુ તેનાથી જેમ્સને સંતોષ ન થયો અને તેને તમામ સીન અન્ડરવોટર શૂટ કરવાનો નિર્ણય લીધો.
અવતાર 2નું પ્રારંભિક શૂટિંગ મેનહટન બીચ, કેલિફોર્નિયામાં 15 ઓગસ્ટ 2017થી શરૂ થયું હતું. તેમજ તેના ત્રીજા પાર્ટનું શૂટિંગ ન્યુઝીલેન્ડમાં થયું છે. છેલ્લા ત્રણ વર્ષમાં તેનો બીજો પાર્ટ સંપૂર્ણ અને ત્રીજો પાર્ટ લગભગ શૂટ થઈ ગયા હતા.
જેમ્સ કેમરોને શૂટિંગની એક ઝલક શેર કરે
તાજેતરમાં ફિલ્મના ડાયરેક્ટર જેમ્સ કેમરોને ફિલ્મના કેટલાક બિહાઈન્ડ ધ સીનની તસવીરો શેર કરી છે, જેમાં તે 2009માં જોવા મળેલા ડ્રેગન ગનશિપની ડેક પર ઉભા રહેલા જોવા મળી રહ્યા છે. આ તસવીરમાં તેમની સાથે એડી ફાલ્કોના જનરલ આર્ડમોરની પણ ઝલક જોવા મળી રહી છે.
ફિલ્મની કહાની કેવી હશે
ફિલ્મમાં જેક સિલી અને નેયતીરીના પરિવારની કહાની હશે જે સાથે રહેવા માટે કંઈ પણ કરવા તૈયાર છે. તેમને બેઘર કરીને બીજા પ્રદેશમાં મોકલવામાં આવે છે, જ્યાં તેમને ઘણું જોખમ હોય છે. જેક દુનિયાના સંઘર્ષોથી સંપૂર્ણ રીતે વંચિત છે, જેથી તેને સર્વાઈવ કરવું ઘણું મુશ્કેલ છે.
આ હશે ફિલ્મની સ્ટારકાસ્ટિંગ
અવતાર 2માં પહેલા પાર્ટની જેમ કેટ વિન્સલેટ, સેમ વર્થિંગ્ટન, જોઈ સલ્દાના, સ્ટીફન લોંગ, વિન ડીસલ, એડી ફાલ્કો, ક્લિક કર્ટિસ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.