• Gujarati News
  • Entertainment
  • TV Channel Inflation Now Avoided Till April 1, 2022, Prices Of All Channels Including Star Sony Will Not Increase For 4 Months

ટેલિવિઝન દર્શકોને રાહત:ટીવી ચેનલની મોંઘવારી હવે 1 એપ્રિલ 2022 સુધી ટાળવામાં આવી, સ્ટાર-સોની સહિત બધી ચેનલના ભાવ 4 મહિના સુધી નહીં વધે

13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 1 ડિસેમ્બરથી ચેનલ્સના પેકેજ બદલવાના હતા, TRAIએ 1 એપ્રિલ સુધી ડેડલાઈન વધારી

દેશમાં ટીવી જોવાનું 1 ડિસેમ્બરથી મોંઘું થવાનું હતું, પરંતુ હવે તેમાં 31 માર્ચ સુધી રાહત મળી ગઈ છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી (TRAI)એ નવા ટેરિફ ઓર્ડરને લાગુ કરવાની સમયમર્યાદા 1 એપ્રિલ 2022 સુધી લંબાવી દીધી છે. તેને ઉત્તર પ્રદેશમાં આગામી વિધાનસભા ચૂંટણી સાથે પણ જોડવામાં આવી રહી છે.

હકીકતમાં TRAIએ નવો ટેરિફ ઓર્ડર જાહેર કર્યો હતો. જેમાં ટીવી નેટવર્કસની તરફથી ઓફર કરવામાં આવી રહેલી બુકેમાં સામેલ ચેનલોની કિંમત ઓછી કરી દેવામાં આવી હતી. આ ઓર્ડરના અનુસાર, જો નેટવર્ક બુકેમાં કોઈ ચેનલ ઓફર કરી રહી છે તો તેઓ તેના માટે 12 રૂપિયા માસિકથી વધુ કિંમત નક્કી કરી શકશે નહીં.

પરંતુ તમામ ટીવી નેટવર્કે તેનો તોડ કાઢી દીધો હતો અને કેટલીક પ્રીમિયમ ચેનેલ્સને બુકેથી બહાર કરી દેવામાં આવી હતી. જેથી તે પોતાની ઈચ્છા અનુસાર આ ચેનલોની કિંમત નક્કી કરી શકે. પરિણામે 1લી ડિસેમ્બરથી પ્રીમિયમ ચેનલોની કિંમતો વધવા જઈ રહી હતી અને દર્શકોએ તેના માટે ચેનલોના પેકેજ કરતાં વધુ ચૂકવણી કરવી પડશે.

બીજી તરફ ટીવી નેટવર્ક અને બ્રોડકાસ્ટર્સની તરફથી TRAIને આ આદેશને લાગુ કરવામાં વધારે સમય આપવાની માગ કરી હતી. જેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે અને 1 એપ્રિલ સુધી તારીખ લંબાવી દીધી છે.

ઝી નેટવર્કના પ્રવક્તાએ ‘દૈનિક ભાસ્કર’ને જણાવ્યું કે, આના કારણે જ ટીવી દર્શકો માટે અત્યારે ભાવમાં કોઈ ફેરફાર નહીં થાય. તેઓ અત્યારે ભાલ અને બુકેના અનુસાર પોતાની ચેનલ્સ જોવાનું ચાલુ રાખી શકે છે.

હાઈકોર્ટ TRAIના પક્ષમાં, સુપ્રીમ કોર્ટ તરફથી પણ સ્ટે નથી
બધા બ્રોડકાસ્ટિંગ નેટવર્ક અને ટીવી પ્રોડ્યુસર્સે પણ સાથે મળીને TRAIના ઓર્ડરને પડકાર્યો છે. પરંતુ બોમ્બે હાઈકોર્ટે TRAIના પક્ષમાં ઓર્ડર કર્યો. સુપ્રીમ કોર્ટે પણ હાઈ કોર્ટના ઓર્ડર પર સ્ટે આપ્યો નહીં, તેના કારણે TRAIના બધા બ્રોડકાસ્ટ નેટવર્કને એક નોટિસ મોકલવામાં આવી હતી, જેને 1 ડિસેમ્બર 2021થી નવો ટેરિફ ઓર્ડરનું પાલન કરવું પડશે.

ત્યારબાદ બધા નેટવર્કને નવા ભાવ અને બુકેની જાહેરાત કરવાનું શરૂ કર્યું હતું. સ્ટાર નેટવર્ક, ઝી ટીવી, સોની અને વાયકોમ 18એ પણ પોતાના નવા રેટની જાહેરાત કરી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટમાં 30 નવેમ્બરના રોજ સુનાવણી થશે.

યુપી વિધાનસભા ચૂંટણીની અસર
ટીવી ઈન્ડસ્ટ્રીના સૂત્રો જણાવે છે કે ટીવી જોવાના ભાવમાં થયેલો અત્યારે અટકાવી દેવામાં આવ્યો છે. તેને યુપી ઈલેક્શનની સાથે જોડીને પણ જોવામાં આવી રહ્યું છે. TRAIના ઓર્ડરથી બધી ચેનલના ભાવ વધવાના હતા. જનરલ એન્ટરટેઈન્મેન્ટ ચેનલોના ભાવ વધી જાત તો નાના શહેરોના દર્શકો નારાજ થઈ શકતા હતા. બીજી તરફ ન્યૂઝ ચેનલના ભાવ વધી જાય તો તેના સબસ્ક્રાઈબર્સ ઘટી શક્યા હોત.