કોર્ટે શિજાનની જામીન અરજી ફગાવી:શિજાન સાથેનાં બ્રેકઅપનાં કારણે જ અપસેટ હતી તુનિષા, પેનિક અટેક પણ આવ્યો હતો

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

આજે શિજાનની જામીનની અરજી પર ચાલી રહેલી સુનાવણીનો અંત આવી ગયો છે. કોર્ટે તેની જામીન અરજી નામંજૂર કરી હતી અને તેની કસ્ટડીમાં વધુ 14 દિવસનો વધારો કર્યો હતો. કોર્ટે સ્વીકાર્યું છે કે, ‘શિજાન સાથેનાં બ્રેકઅપ બાદ તુનિષા ડિપ્રેશનમાં જતી રહી હતી. 15 ડિસેમ્બરે, જે દિવસે તુનિષા અને શિઝાનનું બ્રેકઅપ થયું, તે જ દિવસે, તુનિષાને પેનિક અટેક પણ આવ્યો હતો.

એ વાત પણ સામે આવી કે, તેણીએ સ્યુસાઈડ કર્યું તે પહેલાં છેલ્લે જે વ્યક્તિને મળી હતી તે શિજાન હતો. CCTV ફૂટેજમાં એ વાત ક્લિયર હતી કે, તુનિષા સ્યુસાઈડ કરતા પહેલાં શિજાનનાં રુમમાં ગઈ હતી. એટલા માટે કોર્ટ એવુ માને છે કે, જો શિજાનને જામીન મળ્યા તો કેસ પ્રભાવિત થઈ શકે છે.

મુસ્લિમ ધર્મનાં કારણે શિજાનની ધરપકડ થઈ
જામીન અરજીની સુનાવણી દરમિયાન શિજાનનાં વકીલ શૈલેન્દ્ર મિશ્રાએ તેનો પક્ષ લેતા કહ્યું કે, ‘શિજાન અને તેની બહેનને સરખી ઉર્દૂ આવડતી નથી તો તે તુનિષાને ઉર્દૂ ભાષા કેવી રીતે શીખવાડી શકે છે? શિજાન પોતે ડાયરેક્ટરે લખેલી લાઈનો વાંચે છે.’ બીજી તરફ જો હિજાબની વાત કરીએ તો ફક્ત એક જ સીન પૂરતો બંનેએ પહેર્યો હતો અને તેના કારણે આ કિસ્સાને લવ-જેહાદનો એંગલ અપાયો છે. શિજાન મુસ્લિમ છે એટલે તેની ધરપકડ કરવામાં આવી છે.

21-23 ડિસેમ્બરની વચ્ચે અલી સાથે ટચમાં હતી તુનિષા
શિજાનનાં વકીલનું કહેવું છે કે, ‘સ્યૂસાઈડ પહેલાં તુનિષા અલી નામનાં કોઈ વ્યક્તિનાં સંપર્કમાં હતી.’ વકીલે કહ્યું કે, ‘તુનિષા અલીને કોઈ ડેટિંગ એપનાં માધ્યમથી મળી હતી. તે 21-23 ડિસેમ્બરની વચ્ચે તેની સાથે ટચમાં હતી.’ જે દિવસે તુનિષાએ સ્યુસાઈડ કર્યું તેની પહેલા તે અંદાજે 15 મિનિટ સુધી અલી સાથે વીડિયો પર વાત કરી રહી હતી. એટલા માટે શિજાન નહી પણ અલી તુનિષા સાથે સંપર્કમાં હતો.’

જો જામીન મળ્યા તો શિજાન પુરાવા સાથે છેડછાડ કરી શકે
બીજી તરફ તુનિષાનાં વકીલે અભિનેત્રી પ્રત્યુશા બેનર્જી અને મોનિકા જાધવના કેસનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે, ‘જ્યાં સુધી તપાસ અધિકારી આ કેસમાં ઇચ્છે ત્યાં સુધી આરોપીને જામીન આપી શકાય નહીં. તુનિષાના વકીલે જજને કહ્યું છે કે, ‘જો શિઝાનને જામીન મળી જાય તો તે પુરાવા સાથે છેડછાડ કરી શકે છે.’

તુનિષાનાં વકીલ કહે છે કે, ‘તેઓની પાસે આવી 21 પુરાવાની કડીઓ છે, જે સૂચવે છે કે શિજાને તુનિષાનો ઉપયોગ કર્યો હતો અને તેને આત્મહત્યા કરવા દબાણ કર્યું હતું.’

‘અલી અને તુનિષા ફક્ત મિત્રો હતા’- તુનિષાની માતા વનિતા
બોમ્બે ટાઇમ્સ સાથે વાત કરતાં તુનિષાની માતા વનિતાએ જણાવ્યું હતું કે, ‘તુનિષાએ મને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, તે જિમ ટ્રેનર અલીને મળી રહી છે. તે ત્રણ મહિના પહેલા તેનો જિમ ટ્રેનર હતો.’ મૃત્યુનાં ત્રણ દિવસ પહેલાં તે તેની સાથે જમવા ગઈ હતી અને ચેટિંગ પર પણ વાતો કરતી હતી. તેઓ ફક્ત મિત્રો હતા અને ડિસેમ્બરમાં ત્રણ વખત મળ્યા હતા. હવે એમાં તમામ વાંક અલીનો કાઢવામાં આવી રહ્યો છે?’

પોલીસે અલીનું નિવેદન નોંધ્યું છે
વનિતાએ વધુમાં જણાવ્યું હતું કે, ‘તુનીષાએ મને તેને મળવાની વાત કરી હતી પરંતુ, એક મિત્ર તરીકે. શિજાનનાં વકીલે દાવો કર્યો છે કે, મારી પુત્રી 21, 22 અને 23 ડિસેમ્બરે ઘરે પરત ફરી ન હતી પરંતુ, તે સાચું નથી.’ તુનીષાની અંતિમવિધિનાં દિવસે જ હું અલીને મળી હતી. તેઓએ અમને કહ્યું કે, ‘તુનિષાએ તેની સાથે શિઝાન વિશે વાત કરી હતી. પોલીસે અલીનું નિવેદન નોંધ્યું છે.’

બ્રેકઅપને કારણે જ તુનિષા પરેશાન હતી
વનિતા કહે છે, ‘જો તે અલીને મળી છે, તો તેમાં મોટી વાત શું છે? તે પોતાના જૂના સહ-અભિનેતાને પણ મળી હતી અને અન્ય એક અભિનેતા દ્વારા આયોજિત પાર્ટીમાં પણ હાજરી આપી હતી.’ મને લાગે છે કે, ‘શિજાનનાં પરિવાર અને વકીલ પાસે વાસ્તવિક મુદ્દાથી ધ્યાન ભટકાવવા માટે આવા વાહિયાત આક્ષેપો કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. તે માત્ર બ્રેકઅપનાં કારણે જ અપસેટ હતી.’

તુનિષાએ 24 ડિસેમ્બરે શૂટિંગનાં સેટ પર આત્મહત્યા કરી હતી
તુનિષાએ 24 ડિસેમ્બરનાં રોજ શૂટિંગના સેટ પર ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તુનિષાએ આત્મહત્યા કર્યાનાં કલાકો બાદ તેની માતાની ફરિયાદના આધારે તેના કો-સ્ટાર શિજાન મોહમ્મદ ખાનની પોલીસે ધરપકડ કરી હતી. શિજાન સામે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધી પોલીસ રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યો છે. તેની જામીન અપીલ પર આજે સુનાવણી થઈ રહી છે.