તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેક ટુ હોમ:ટોમ હેન્કસ અને પત્ની રીટા વિલ્સન કોરોના વાઇરસથી સાજા થયા બાદ ઓસ્ટ્રેલિયાથી ઘરે લોસ એન્જલસ પરત ફર્યા

Ahmedabadએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

એન્ટરટેનમેન્ટ ડેસ્ક: હોલિવૂડ સ્ટાર ટોમ હેન્કસ અને તેની પત્ની આખરે શનિવારે તેમના ઘરે અમેરિકા પહોંચી ગયા છે.  તેઓ ઓસ્ટ્રેલિયા હતા જ્યાં કોરોના વાઇરસથી સંક્રમિત થયા બાદ તેમની સારવાર કરવામાં આવી. ફિલ્મના શૂટિંગ માટે ટોમ હેન્કસ ઓસ્ટ્રલિયામાં હતા અને તેઓ આ વાઇરસના શિકાર બની ગયા. સાજા થયા બાદ હવે તેઓ ઓસ્ટ્રેલિયાથી લોસ એન્જલસ તેમના ઘરે પરત ફર્યા છે.

ટોમ હેન્ક્સે સોશિયલ મીડિયા પર આ વાત શેર કરતાં લખ્યું કે, અમે હવે ઘરે આવી ગયા છીએ અને અમેરિકાના તમામ લોકોની જેમ અમે પણ ઘરે જ રહીશું અને સોશિયલ ડિસ્ટન્સ રાખશું. ઓસ્ટ્રેલિયામાં અમારી કાળજી રાખનાર દરેકનો ખૂબ ખૂબ આભાર. તેમની કેર અને ગાઈડન્સના કારણે જ અમે યુએસએ પરત ફરી શક્યા. એ તમામ લોકોનો પણ હું અને રીટા ધન્યવાદ માનીએ છીએ જેમને શુભકામનાઓ આપી હતી. ઓસ્કર વિજેતા ટોમ હેન્કસ સોશિયલ મીડિયા પર તેમની તબિયતની અપડેટ આપતા રહેતા હતા. 11 માર્ચે તેમણે કોરોના વાઇરસ માટે પોઝિટિવ આવ્યાની વાત કરી હતી. ત્યારબાદ બે અઠવાડિયા માટે તેઓને ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...