કોલકાતા કોર્ટનો નિર્ણય:TMC સાંસદ નુસરત જહાં અને નિખિલ જૈનના બોડરમ તુર્કીમાં થયેલા લગ્ન ગેરકાયદેસર છે

11 દિવસ પહેલા
  • 19 જૂન 2019ના રોજ બોડરમ તુર્કીમાં વાદી અને પ્રતિવાદી વચ્ચેના કથિત લગ્ન કાયદેસર રીતે માન્ય નથી- કોર્ટનો ચુકાદો

કોલકાતા કોર્ટે TMC સાંસદ એક્ટ્રેસ નુસરત જહાં અને નિખિલ જૈનના લગ્નને ગેરકાયદેસર જાહેર કર્યા છે. કોર્ટે જણાવ્યું કે, આ કપલે કાયદેસર રીતે લગ્ન નથી કર્યા. આ વર્ષે 9 જૂનના રોજ TMC સાંસદ નુસરત જહાંએ પણ એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે નિખિલની સાથે તેના લગ્ન તુર્કી કાયદા અનુસાર થયા હતા અને તેથી તે ભારતમાં માન્ય નથી.

કોર્ટે ચુકાદામાં શું કહ્યું
લગ્નને ગેરદાયસેર જાહેર કરતા કોલકાતાની કોર્ટે કહ્યું, ‘આથી જાહેર કરવામાં આવે છે કે 19 જૂન 2019ના રોજ બોડરમ તુર્કીમાં વાદી અને પ્રતિવાદી વચ્ચેના કથિત લગ્ન કાયદેસર રીતે માન્ય નથી. આ પ્રકારના દાવાઓનું સમાધાન થાય છે.’ નુસરતે પતિ નિખિલ પર આરોપ લગાવ્યો હતો કે મારાં કપડાં, બેગ્સ અને ઘણી એસેસરીઝ હજી પણ નિખિલ પાસે છે. મને જણાવતાં ઘણું દુઃખ થાય છે કે મારા પૈતૃક દાગીના જે મારાં માતા-પિતા, મિત્રો અને સંબંધીઓએ આપ્યા હતા એ તેની પાસે છે. મારી કમાણીની ઘણી સંપત્તિ પણ તેણે મારી પાસેથી છીનવી લીધી છે.

નિખિલ જૈને અરજી કરી હતી
અગાઉ નિખિલ જૈને નુસરત જહાં દ્વારા ભારતમાં પોતાના લગ્નને અમાન્ય ગણાવ્યા બાદ લગ્નને રદ્દ કરવાની અરજી કરી હતી. નિખિલે કહ્યું હતું કે, તેને નુસરતને ઘણી વખત લગ્નને રજિસ્ટર્ડ કરવા માટે વિનંતી કરી હતી, પરંતુ નુસરત દર વખતે તેને ટાળી દેતી હતી. નવ-પોઇન્ટના નિવેદનમાં, તેને નુસરતના તે આરોપોનો પણ જવાબ આપ્યો, જેમાં તેને ગેરકાયદેસર રીતે તેનો સામાન રાખવા અને પૈસાનો ખોટી રીતે રાખવાનો આરોપ લગાવ્યો હતો.

અગાઉ નિખિલ જૈને અલગ થવાના સમાચારની પુષ્ટિ કરી હતી. નિખિલે કહ્યું, હું વાસ્તવમાં તેણે જે પણ કહ્યું તેના પર ટિપ્પણી કરવા માંગતો નથી કારણ કે આ મામલો કોર્ટનો છે. મેં કોલકાતામાં સિવિલ દાવો દાખલ કર્યો છે અને અને જ્યાં સુધી તે કોર્ટમાં છે, હું તેના પર ટિપ્પણી કરીશ નહીં. અમે ગયા વર્ષે નવેમ્બરથી અલગ થઈ ગયા છે.

નુસરત જહાં અને નિખિલ જૈન થોડા સમય સુધી ડેટિંગ કર્યા બાદ 19 જૂન 2019ના રોજ લગ્નના બંધનમાં બંધાયા હતા. તેમને તુર્કીમાં એક અંતરંગ સમારોહમાં લગ્ન કર્યા અને બાદમાં કોલકતામાં એક લગ્નનું રિસેપ્શન પણ આપ્યું હતું.