• Gujarati News
  • Entertainment
  • 'Tip Tip' Song From 'Suryavanshi' Movie Released, Song Recreated After 27 Years Shows Akshay Katrina's Romantic Chemistry

સોન્ગ આઉટ:'સૂર્યવંશી' ફિલ્મનું 'ટિપ ટિપ' સોન્ગ રિલીઝ થયું, 27 વર્ષ બાદ રીક્રિએટ થયેલા સોન્ગમાં અક્ષય કેટરીનાની રોમાંટિક કેમિસ્ટ્રી જોવા મળી

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આ સોન્ગમાં અક્ષય અને કેટરીના જોરદાર ડાન્સ કરી રહ્યા છે
  • રીક્રિએટ સોન્ગમાં કેટરીના રવીના ટંડનને કોમ્પિટ કરી રહી છે

નવાં વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સૂર્યવંશી'નું સોન્ગ 'ટિપ ટિપ' આજે 6 નવેમ્બરે રિલીઝ થયું છે. આ સોન્ગ વર્ષ 1994ની ફિલ્મ 'મોહરે'નું રીક્રિએશન છે. તેમાં રવીના ટંડન અને અક્ષય કુમારની કેમિસ્ટ્રી જોવા મળી હતી. આ નવાં સોન્ગમાં કેટરીનાના મૂવ્સ દર્શકોને ખુબ પસંદ પડી રહ્યા છે.

કેટરની કેફે સોશિયલ મીડિયા પર સોન્ગ આઉટ થવાની માહિતી આપી. ગીતની એક ઝલક શેર કરી તેણે લખ્યું કે, 'પાણીમાં ડાન્સ કરવા જેવું બીજું કશું જ નથી. ટિપ ટિપ બરસા પાની સોન્ગ રિલીઝ થયું છે.'

કેટરીનાએ ફરાહ ખાનના સ્ટેપ્સ ફોલો કર્યા
શનિવારે રિલીઝ થયેલા આ સોન્ગમાં કેટરીના કેફ અને અક્ષય કુમાર જોરદાર ડાન્સ કરતાં જોવા મળે છે. આ ડાન્સ સ્ટેપ પોપ્યુલર કોરિયોગ્રાફર ફરાહ ખાનના છે. ઉદિત નારાયણ અને અલ્કા યાજ્ઞિકના અવાજમાં મ્યુઝિકનું રીક્રિએશન તનિષ્ક બાગ્ચીએ કર્યું છે. આ સોન્ગ T સિરીઝના લેબલમાં તૈયાર થયું છે. આ સોન્ગમાં કેટરીના કેફ તેના મૂવ્સ સાથે રવીના ટંડનને જબ્બર કોમ્પિટિશન આપતી નજરે ચડે છે.

ટિપ ટિપ સોન્ગ એક મેળાની થીમ પર તૈયાર થયું છે. જોકે તે કેટલીક હદે 'દે ધનાધન' ફિલ્મના 'પહેલી મોહબ્બત હૈ' સોન્ગની યાદ અપાવે છે. આ ન્યૂ સોન્ગમાં કેટરીના કેફ અને અક્ષય કુમાર વરસાદમાં સિઝ્લિંગ ડાન્સ કરતાં જોવા મળે છે.