લક્ઝુરિયસ ઘર:મિસ યુનિવર્સ હરનાઝનું નવું ઘર અંદરથી આવું દેખાય છે, જુઓ ઇનસાઇડ ફોટા

19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • હરનાઝ 4 જાન્યુઆરીએ પોતાના નવા ઘરમાં પહોંચી, પરંતુ કોરોના ગાઈડલાઈનના અનુસાર, તે અત્યારે ક્વોરન્ટાઈન છે

ચંડીગઢની હરનાઝ સંધુએ ડિસેમ્બર 2021માં મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યો હતો. હરનાઝ 21 વર્ષ પછી સૌંદર્ય સ્પર્ધા જીતનારી ત્રીજી ભારતીય બની. મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર કન્ટેસ્ટન્ટને એક વર્ષ માટે ન્યૂયોર્કમાં મિસ યુનિવર્સ એપાર્ટમેન્ટ મળે છે. હરનાઝ 4 જાન્યુઆરીએ પોતાના નવા ઘરમાં પહોંચી, પરંતુ કોરોના ગાઈડલાઈનના અનુસાર, તે અત્યારે ક્વોરન્ટાઈન છે. ખાસ વાત એ છે કે લક્ઝુરિયસ ઘરમાં હરનાઝ એકલી નહીં હોય. તેણે મિસ યુએસએ સાથે શેર કરવું પડશે.

હરનાઝના નવા ઘરનો ઈનસાઈડ લુક

હરનાઝને બધું જ ફ્રી મળશે
મિસ યુનિવર્સ અપાર્ટમેન્ટનું મેકઓવર થયું છે. તેના પછી અહીં વર્ષ 2020ની મિસ યુનિવર્સ મેક્સિકોની એન્ડ્રિયા મેઝા અને મિસ યુએસએ અસ્યા બ્રેંચ આવી હતી. ગ્રોસરીઝથી લઈને કપડાં સુધી આખા એપાર્ટમેન્ટની દરેક વસ્તુ હરનાઝ માટે ફ્રી છે. મિસ યુનિવર્સ ઓર્ગેનાઈઝેશન જ તેને મેનેજ કરે છે. હરનાઝે મિસ યુનિવર્સ એપાર્ટમેન્ટમાં એન્ટ્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે.

પૂર્વ મિસ યુનિવર્સ એન્ડ્રિયાનો લેટર પણ મળ્યો
એન્ડ્રિયાએ હરનાઝ માટે જે લેટર લખ્યો હતો, તેમાં કહ્યું છે- નવી મિસ યુનિવર્સ માટે, સિસ્ટરહુડ અને તમારા નવા ઘરમાં તમારું સ્વાગત છે. મને એપાર્ટમેન્ટમાં મારો પહેલો દિવસ યાદ છે, હું ઘણી ઉત્સાહિત છું અને સુંદર શહેરમાં નવું જીવન શરૂ કરો. હું જાણું છું કે તમારા પ્રિયજનોથી દૂર રહેવું મુશ્કેલ છે, પરંતુ યાદ રાખો કે તમે એકલા નથી. મિસ યુનિવર્સ સંસ્થામાં તમારી પાસે એક અદ્ભુત સપોર્ટ સિસ્ટમ છે. જ્યારે તમને કોઈની સાથે વાત કરવાની જરૂર પડે, કોઈ મિત્ર અથવા સલાહની જરૂર હોય તો હું હંમેશાં અહીં રહીશ. પ્રેમ સાથે, એન્ડ્રીયા

એક વર્ષ પહેલા મેકઓવર થયું હતું
મિસ યુનિવર્સ એપાર્ટમેન્ટનું મેકઓવર એક વર્ષ પહેલા જ થયું છે. આ અપાર્ટમેન્ટની બારીઓથી ન્યૂયોર્કની ગગનચુંબી બિલ્ડિંગનો સુંદર નજારો જોઈ શકાય છે. તેને ઈન્ટિરિયર ડિઝાઈનર વિવિયન ટોરેસે ડિઝાઈન કરી છે. તેમાં ન્યૂડ અને કૂલ કલર પેલેટ સાથે સજાવવામાં આવી છે. ઓફ-શાઈટ દિવાલ, બ્લૂ વેલ્વેટ સોફા, દીવાલ પર લાગેલી આર્ટિસ્ટિક કલર પેન્ટિંગ છે. તેમાં પૂર્વ મિસ યુનિવર્સ વિનર્સની તસવીરવાળી ખાલી દીવાલ સામેલ છે.

હરનાઝે હોસ્ટ કર્યો આસ્ક મી સેશન
નવા ઘરમાં પહોંચ્યા પછી હરનાઝે આસ્ક મી એનિથિંગ સેસન હોસ્ટ કર્યો. જેમાં ફેન્સે તેની પસંદગીની વસ્તુઓ વિશે પૂછ્યું. આ સેશનના અનુસાર, રાજમા ચાવલ તેની પસંદગીની ડિશ છે. અગર તુમ સાથ હો...ફેવરિટ સોન્ગ છે અને સ્માઈલ ટ્રેન તેના દિલની નજીકનું કેમ્પેન છે. તેના માટે તે આગળ પણ કામ કરતી રહેશે. તે સિવાય હરનાઝે ન્યૂયોર્કમાં થયેલી બરફવર્ષાનો ફોટો પણ પોતાના નવા ઘરની બારીમાંથી શરે કર્યો.