વીડિયો:રેવ પાર્ટીથી ચર્ચામાં આવેલા કૉર્ડેલિયાની દુનિયા જ અલગ છે, જુઓ દેશનાં સૌથી મોટાં ક્રૂઝનો ઈનસાઈડ નજારો

14 દિવસ પહેલા

શાહરુખ ખાનનો દીકરો આર્યન ખાન જે ક્રૂઝ પર રેવ પાર્ટી કરતો પકડાયો તે ક્રૂઝ પણ હાલ બહુ ચર્ચામાં છે. આ આલિશાન ક્રૂઝનું નામ કોર્ડિલીયા છે.

આ આલિશાન ક્રૂઝ પર એ બધું જ છે જે તમે લક્ઝુરિઅસ વેકેશન ડેસ્ટિનેશનમાં માગતા હો. કોર્ડેલિયા ક્રૂઝ પર હ્યુજ પેસેજ એરિયા સાથે મોટું રેસ્ટોરન્ટ, બાર, સ્વિમિંગ પૂલ, સાથે સ્પાની સુવિધા પણ મળે છે..રોયલ લુક ધરાવતા આ ક્રૂઝ પર ઓપન સિનેમા, થિયેટર જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. તો તમારી મનગમતી વાનગીઓ પીરસવા માટે અહીંયા સ્પેશ્યલાઈઝડ શેફ પણ રાખવામાં આવે છે. ક્રૂઝના રુમ્સ પણ તમામ ફેસેલિટીઝ સાથે લક્ઝુરિઅસ લૂક ધરાવે છે...સાથે જ ક્રૂઝ પર મુસાફરી કરતી વખતે તમે અહીંયાના સી વ્યૂ ધરાવતા વેલ ઈક્વિપ્ડ જીમનો પણ ઉપયોગ કરી શકો છો. માત્ર મોટાઓ માટે જ નહીં પરંતુ ક્રુઝ પર બાળકો માટે કિડ્ઝ એરિયા પણ આલિશાન છે. જેમાં પ્લે એરિયા સિવાય ઘણી બધી એક્ટિવીઝ પણ છે.

આ ક્રૂઝમાં મુસાફરી દરમિયાન જરૂરી તબીબી સુવિધાઓની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. તમારા સેલિબ્રેશનને મેમોરેબલ બનાવવા માટે ક્રૂઝ પર દરેક પ્રકારના ઈવેન્ટ ઓર્ગનાઈઝ કરાતા હોય છે. જેમાં ડીજે પાર્ટી, કસિનો પણ સામેલ છે.

18 સપ્ટેમ્બરે જ શરુ થયેલી લક્ઝુરિઅસ ક્રૂઝ પર મુસાફરી કરવી પણ આટલી જ એક્સપેન્સિવ છે. કોર્ડેલિયા ક્રૂઝ પર બે રાતના મુંબઈથી ગોવાનું ભાડું 35 હજાર 400 રૂપિયા છે.

અન્ય સમાચારો પણ છે...