બોલિવૂડ હોય કે સાઉથ સિનેમાની કહાનીની જરૂરિયાત પ્રમાણે ફિલ્મોમાં ન્યૂડ અને બોલ્ડ સીન હવે સામાન્ય વાત છે. હંમેશાં ન્યૂડ સીન આપતી વખતે ટીમમાં ઓછામાં ઓછા લોકો હોય છે અથવા એક્ટ્રેસ સ્કિન કોસ્ચ્યૂમ પહેરીને આ સીન આપે છે. પરંતુ વર્ષ 2019માં આવેલી ફિલ્મ ‘અદાઈ’ માટે એક્ટ્રેસ અમલા પોલે તમામ હદ પાર કરી દેતા સ્કિન કોસ્ચ્યૂમ વગર ટીમની સામે ન્યૂડ સીન આપીને સનસની મચાવી દીધી હતી.
સ્કિન કોસ્ટ્યુમ ન પહેર્યું
અમલાના અનુસાર, ફિલ્મના ડાયરેક્ટરે તેણે સ્કિન કોસ્ચ્યૂમ પહેરવાની ઓફર આપી હતી, પરંતુ અમલાએ નેચરલ એક્સપ્રેશન લાવવા માટે સ્કિન કોસ્ચ્યૂમ પહેરવાની ના પાડી દીધી હતી. તેણે જણાવ્યું હતું કે, 15 લોકો સામે ન્યૂડ સીન કરવું એ કેટલું અઘરું હતું અને કઈ રીતે તેણે પોતાને મજબુત બનાવી હતી. 18 જૂને આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે, જેમાં અભિનેત્રીની ન્યૂડ સીનની એક ઝલક જોવા મળી છે. અમલા પર લોકો દ્વારા અશ્લિલતા ફેલાવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. આ ફિલ્મ પછી કેટલાક લોકોએ તેની આલોચના કરી હતી. જ્યારે કેટલાક લોકોનું માનવું હતું કે કહાનીના પાત્રને પાવરફૂલ બનાવવા માટે આ જરૂરી હતું.
27 વર્ષિય અમલાએ કહ્યું કે, શૂટિંગનાં દિવસે ડિરેક્ટરે લોકેશન પર ફક્ત 15 લોકો જ રાખ્યા હતાં. જો હું ક્રૂ મેમ્બર્સ પર વિશ્વાસ ન કરતી તો આ સીન ક્યારેય સૂટ ન થઈ શકતો. અમલાએ આ ઈન્ટરવ્યૂં દરમિયાન એક ચોકાવનારો ખુલાસો પણ કર્યો હતો.
તેણે કહ્યું હતું કે, તે એક્ટિંગ છોડવાનું વિચારી હતી હતી. તેણે 'અદાઇ' પહેલાં આશા છોડી દીધી હતી કે તેને કોઇ સારી ફિલ્મ મળશે. તેણે કહ્યું કે, 'મને જેટલાં ફિલ્મ મેકર્સ પાસેથી ફિલ્મો મળી રહી છે તે બધી જ નકામી લાગતી હતી. તે તમામ ફિલ્મોની કહાની રેપ વિક્ટિમ અને તેનાં ન્યાયનો સંઘર્ષ અને તેનાં બદલા પર આધારિત હતી. અને મને એવી ભૂમિકા કરવી નહોતી ગમતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.