'KGF 2'ની અદ્વિતીય સફળતા બાદ ફિલ્મની મેન લીડ એક્ટ્રેસ શ્રીનિધિ શેટ્ટીની કિસ્મત બદલાઈ ગઈ છે. આ વિશે ‘દિવ્ય ભાસ્કર’ સાથે તેણે ખાસ વાતચીત પણ કરી છે. સાથે જ તેણે ફિલ્મના મેકિંગ અને ડાયરેક્ટર વિશે પણ મોકળા મને વાત કરી છે. વાંચો વાતચીતના મુખ્ય અંશઃ
ફિલ્મની સફળતા જોઈને કેવું લાગે છે? તેમજ તે સુપરહિટ થશે તેનો અંદાજ હતો?
સારું તો લાગી રહ્યું છે કેમ કે, દરેક જગ્યાની ઈન્ડસ્ટ્રીને પેન્ડેમિકનો જોરદાર ફટકો પડ્યો હતો. આ ફિલ્મ લોકોને ગમશે તેની ખાતરી હતી, કેમ કે તેની સાથે જોડાયેલી દરેક વ્યક્તિએ ઘણી મહેનત કરી હતી. પાર્ટ વનથી અમારું ફાઉન્ડેશન ધમાકેદાર હતું. જો કે, ફિલ્મને આટલો પ્રચંડ રિસ્પોન્સ મળશે, તે અમને ખબર નહોતી. ખુશી એટલા માટે પણ વધારે છે કેમ કે આટલી મોટી ફિલ્મમાં હું પણ નાનો ભાગ છું.
આગામી પાર્ટને કેટલી હદ સુધી ગ્રેન્ડ બનાવવાનો છે જેથી તે અન્ય મોટી પેન ઈન્ડિયન ફિલ્મ બને?
અમારા ડાયરેક્ટર એવું કહેતા રહ્યા કે, ઓરિજિનલ સ્ટોરીથી ભટકવું નહીં. તેના પ્રત્યે ઈમાનદાર રહો. પાર્ટ વન હિટ રહ્યો, તેના કારણે આગામી પાર્ટમાં ફેરફાર કરવો, તે ડાયરેક્ટરને મંજૂર નહોતું. તેમણે જે સ્ટોરી આઠ વર્ષ પહેલાં લખી હતી, તેને જ વળગી રહ્યા. માત્ર તેમણે સ્કેલ વધાર્યો. તેમણે ફિલ્મના મૂડને પણ નથી બદલ્યો. તેમણે મારા કેરેક્ટરનો આર્ક પણ ચેન્જ નથી કર્યો.
તે લાર્જર ધેન લાઈફ ફ્રેન્ચાઈઝી બની ચૂકી છે. તો તેના પાર્ટ થ્રી, પાર્ટ ફોર, પાર્ટ ફાઈવ આવશે?
લોકો એટલો બધો પ્રેમ આપી રહ્યા છે કે ટીમ ખરેખર ઘણી ખુશ છે. અત્યારે લોકોને હિન્ટ આપવામાં આવી છે કે આગળ પણ ઘણું બધું છે. જો કે પાર્ટ થ્રી વિશે અમને પણ જાણકારી નથી. ટીમે ઘણાં બધાં રહસ્યો દબાવી રાખ્યાં છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે પાર્ટ થ્રીમાં કેટલાં વર્ષ લાગશે? પરંતુ પાર્ટ થ્રી આવશે જરૂર.
યશે તો કહ્યું હતું કે તે અત્યારે કન્નડ સિનેમા સુધી મર્યાદિત રહેશે. શ્રીનિધિની પાછળ કેટલા બોલિવૂડના લોકો પડ્યા છે?
અત્યારે તો કોઈ નથી. જો કે મેં એવી ફિલ્મથી શરૂઆત કરી છે, જે શરૂઆતમાં કન્ન્ડ ફિલ્મ હતી, પરંતુ પાંચ લેંગ્વેજમાં આવી ગઈ. હું શીખી ગઈ કે લેંગ્વેજનો કોઈ વાંધો નથી હોતો. પેન્ડેમિકે આપણને શીખવાડી દીધું છે કે આપણે સ્પેનિશ, કોરિયન દરેક પ્રકારનાં કોન્ટેન્ટ જોઈશું.
હિન્દીમાં કયા સ્ટાર્સની સાથે કામ કરવાની ઈચ્છા છે? હાલમાં કયું હિન્દી કન્ટેન્ટ જોયું?
જે કોઈ અત્યારે સક્રિય છે તે બધાની સાથે કામ કરવા માગીશ. સુષ્મિતા સેનની ‘આર્યા’ જોઈ હતી. મારી બહેન તે જોયા કરતી હતી. હું સાંજે કામથી પરત ફરતી ત્યારે તે શો જોતી હતી.
હિન્દીમાં કઈ ફિલ્મો તમારી ફેવરિટ છે?
મને 'દંગલ', 'દિલ ધડકને દો', 'રાઝી' પસંદ છે. એક્ચ્યુઅલી, મારે અલગ અલગ જોનરની ફિલ્મ કરવી છે. 'બજરંગી ભાઈજાન' પણ સારી હતી. મારે સ્લાઈસ ઓફ લાઈફથી માંડી લાર્જર ધેન લાઈફ બધું જ કરવું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.