‘બદતમીઝ દિલ’ ગીત ગાતાં ગાતાં સિંગર બેની દયાલ સાથે લાઈવ શો દરમિયાન એકાએક દુર્ઘટના ઘટી હતી. તે ચેન્નઈની વેલ્લોર ઈન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં કોન્સર્ટ કરી રહ્યા હતા, તે સમયે જ એકાએક તેના માથા પર ડ્રોન આવીને ટકરાયું. આ ટક્કર એટલી તેજ હતી કે, બેની માઈક છોડીને સ્ટેજ પર જ બેસી ગયા. તેનાથી તમારા માથા અને આંગળીઓ પર હળવી ઈજા થઈ. આ આખી ઘટના કેમેરામાં કેપ્ચર થઈ ગઈ.
અહીં કોઈ એક્શન ફિલ્મ નથી ચાલી રહી- બેની
જ્યારે બેનીને ઈજા થઈ તો તેને ઓર્ગેનાઈઝર્સની ટીમે ચારેય તરફથી ઘેરી લીધો. બેનીએ શો ખતમ થયા પછી સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં તેઓએ કહ્યું કે, ‘કોઈપણ આર્ટિસ્ટ જે લાઈવ શોમાં પરફોર્મ કરી રહ્યો છે, તેણે એ વાતનું ધ્યાન રાખવુ જોઈએ કે, તેની આજુબાજુ ડ્રોન તો ઊડી રહ્યું નથી ને?’
અમે સ્ટેજ પર ગીત ગાઈએ છીએ. અમે કોઈ પ્રભાસ, સલમાન કે અજય નથી અને ન તો અહીં કોઈ એક્શન ફિલ્મ ચાલી રહી છે. તમારે આ બધા સ્ટંટ કરવા જોઈએ નહી. ડ્રોનને કલાકારોની પાસે લાવીને તેને ઈજા પહોંચાડવી જોઈએ નહી.
આવી દુર્ઘટનાઓ જીવલેણ સાબિત થઈ શકે છે
બેનીએ કોલેજ અને તેની જેવા બીજા ઈવેન્ટ ઓર્ગેનાઈઝર્સને સલાહ આપી છે કે, તે આ પ્રકારનાં શોમાં ફક્ત સર્ટિફાઈડ ડ્રોન ઓપરેટર્સને જ કોન્ટ્રાક્ટ આપે કારણ કે, આ પ્રકારની દુર્ઘટનાઓ ક્યારેક ખતરનાક સાબિત થઈ શકે છે. ફક્ત એટલું જ નહી, બેનીએ લોકોને પણ અપીલ કરી છે કે, તે આ પ્રકારનાં શોમાં જાય તો તે ડ્રોનથી થોડુ અંતર જાળવીને રાખે. બેનીએ તુરંત જ મદદ માટે પહોંચેલા ઓર્ગેનાઈઝર્સનો આભાર પણ માન્યો હતો. તેઓએ કહ્યું કે, તે જલ્દી જ આ ઈજાઓમાંથી રિકવર થઈ જશે.
અનેક બ્લોકબસ્ટર ગીતોને પોતાનો અવાજ આપી ચૂક્યા છે
બેની દયાલે પોતાના સિંગિંગ કરિયરમાં અનેક પોપ્યુલર ગીતો રેકોર્ડ કર્યાં છે. તેમાં ‘યે જવાની હે દીવાની’નું ‘બદતમીઝ દિલ’ ગીત સામેલ છે, જે ખૂબ જ ફેમસ થયું હતું. તે સિવાય તેઓએ જય ‘જય શિવ શંકર’, ‘લત લગ ગઈ’, ‘બેંગ-બેંગ’ અને ‘ઉડે દિલ બેફિકરે’ જેવાં અનેક ગીતોમાં પોતાનો અવાજ આપ્યો છે.
તેને ફિલ્મ ‘ગજિની’નાં ગીત ‘કૈસે મુજે તુમ’ માટે ફિલ્મફેર એવોર્ડ પણ મળ્યો છે. બેનીએ હિન્દી સિવાય તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ, બંગાલી, ગુજરાતી અને મરાઠી ભાષામાં અનેક ગીતો ગાયાં છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.