'બ્રહ્માસ્ત્ર'નું બોક્સ ઓફિસ કલેક્શન:રણબીર-આલિયાની ફિલ્મે બીજા શુક્રવારે શાનદાર કમાણી કરી, વીકએન્ડ પર કમાણીમાં થશે વધારો

15 દિવસ પહેલા

9 સપ્ટેમ્બરે રિલીઝ થયેલી રણબીર કપૂર તથા આલિયા ભટ્ટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'એ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. આલિયા-રણબીરની આ ફિલ્મ ફેન્સને ઘણી જ ગમી છે. આ ફિલ્મે રિલીઝ થયાના એક જ વીકમાં જ 300 કરોડથી વધુની કમાણી વર્લ્ડવાઇડ કરી છે. ફિલ્મે ભારતમાં 174 કરોડનો બિઝનેસ કર્યો છે. 'બ્રહ્માસ્ત્ર'ના કલેક્શનની ગાડી સડસડાટ ચાલી રહી છે. આ કલેક્શન પરથી અંદાજ લગાવી શકાય છે કે આ ફિલ્મ બીજા વીકએન્ડ પર સારી કમાણી કરશે.

'બ્રહ્માસ્ત્ર'એ કરી આટલા કરોડની કમાણી
'બ્રહ્માસ્ત્ર'એ પહેલા અઠવાડિયામાં લગભગ 174 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. તો વિશ્વભરમાં આ આંકડો 300 કરોડને પાર થઇ ચૂક્યો છે. રિપોર્ટ્સ અનુસાર, 16 સપ્ટેમ્બર, શુક્રવારે ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'એ 10થી 11 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે ફિલ્મ તેના બીજા વીકેન્ડ પર 200 કરોડની ક્લબમાં પ્રવેશ કરશે.

રિપોર્ટનું માનીએ તો 'બ્રહ્માસ્ત્ર'ને શુક્રવારે કમાણીમાં 15%નો વધારો થયો છે. દર્શકો એને મલ્ટિપ્લેક્સ તેમજ સિંગલ સ્ક્રીન થિયેટરોમાં જોવા માટે પહોંચી રહ્યા છે.સાઉથમાં પણ ફિલ્મની કમાણી વધી છે.

બીજા પાર્ટની આતુરતાની રાહ જુએ છે ફેન્સ
'બ્રહ્માસ્ત્ર'ની સફળતાને જોતાં નિર્દેશક અયાન મુખર્જીએ 'બ્રહ્માસ્ત્ર'ના બીજા પાર્ટની પણ જાહેરાત કરી દીધી છે. ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર ભાગ 2: દેવ'ની જાહેરાત પણ 'બ્રહ્માસ્ત્ર ભાગ 1: શિવ'ના અંતમાં કરવામાં આવી છે. આ સ્થિતિમાં બીજા ભાગને લઈને ફેન્સમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે અનુમાન લગાવ્યું છે કે રણવીર સિંહ બ્રહ્માસ્ત્ર પાર્ટ 2માં દેવનો રોલ નિભાવતો જોવા મળશે.

'બ્રહ્માસ્ત્ર' 100 કરોડ ક્લબમાં પહોંચનારી 100મી ફિલ્મ
'બ્રહ્માસ્ત્ર' 100 કરોડ ક્લબમાં પહોંચાનારી 100મી હિંદી ફિલ્મ છે. 15 વર્ષ પહેલાં આમિર ખાનની 'ગજની' 100 કરોડની કમાણી કરનારી પહેલી ફિલ્મ હતી. ત્યાર બાદ 'દબંગ', 'ગોલમાલ 3' સહિતની ફિલ્મ 100 કરોડ ક્લબમાં સામેલ થઈ હતી.

એડવાન્સ બુકિંગમાંથી કમાણી કરી
'બ્રહ્માસ્ત્ર'એ એડવાન્સ બુકિંગમાંથી 11 કરોડની કમાણી કરી હતી, જેમાં હિંદી વર્ઝને 10 કરોડથી વધુ કમાણી કરી હતી. એડવાન્સ બુકિંગમાં આ ફિલ્મે 'RRR' તથા 'ભુલભુલૈયા 2'ને પાછળ મૂકી દીધી હતી.

8 હજારથી વધુ સ્ક્રીન્સમાં રિલીઝ
9 સપ્ટેમ્બરના રોજ રિલીઝ થયેલી 'બ્રહ્માસ્ત્ર' ભારતમાં 5019 તથા વિદેશમાં 3894 સ્ક્રીન્સમાં રિલીઝ થઈ છે. વર્લ્ડવાઇડ ફિલ્મ 8913 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. ફિલ્મને અયાન મુખર્જીએ ડિરેક્ટ કરી છે. ફિલ્મમાં રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, મૌની રોય, ડિમ્પલ કાપડિયા, નાર્ગાજુન મહત્ત્વના રોલમાં છે. આ ફિલ્મના હજી બે ભાગ આવશે.