ફિલ્મ મેકર રવિન્દ્ર ચંદ્રશેખરએ સાઉથથી જાણીતી એક્ટ્રેસ મહાલક્ષ્મીએ 2022માં લગ્ન કર્યા હતા. લગ્ન બાદથી રવિન્દ્ર અને મહાલક્ષ્મીની જોડી ચર્ચા ચારેબાજુ થઇ રહી છે. લગ્નના 4 મહિના બાદ ફરી એકવાર આ કપલ ચર્ચામાં છે. હકીકતમાં તાજેતરમાં જ રવિન્દ્ર અને મહાલક્ષ્મીએ સોશિયલ મીડિયા પર ફોટા શેર કર્યા અને એકબીજા પર પ્રેમની વર્ષા કરી હતી. યુઝર્સનું કહેવું છે કે મહાલક્ષ્મીએ પૈસા માટે ફિલ્મમેકર રવિન્દ્ર સાથે લગ્ન કર્યા છે, જેના કારણે લોકો તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યા છે.
મારા જીવનની આઠમી અજાયબી મારી પત્ની છે - રવિન્દ્ર
લગ્નના 4 મહિના પૂરા થવા પર મહાલક્ષ્મીનો ફોટો શેર કરતા રવિન્દ્રએ લખ્યું હતું કે, 'મારી ખુશી એટલા માટે નથી કે હું તમને પ્રેમ કરું છું. તેના બદલે તે એટલા માટે છે કારણ કે તમે મારા માટે જીવો છો. ભલે હું તેને કહી ન શકું. અમ્મુ મેં આ 100 દિવસની પોસ્ટ માટે સારું કૅપ્શન લખવાનો પૂરો પ્રયત્ન કર્યો પણ હું કંઈ નાટકીય લખી શક્યો નહીં. મને જે લાગે છે તે લખી રહ્યો છું.
'અમ્મુ 37 વર્ષ પછી હું 100 દિવસમાં દરેક સેકન્ડે ખુશીથી જીવી રહ્યો છું. વધારે પ્રેમ, કાળજી તેની સાથે લડવામાં આનંદ સાથે મને આગળ ધપાવતા રહો. તો રવિન્દ્ર સાથે પોસ્ટ શેર કરતા મહાલક્ષ્મીએ લખ્યું હતું કે, જીવન સુંદર છે અને તમે પણ. બીજી પોસ્ટમાં રવિન્દ્રએ લખ્યું હતું કે, મારી પત્ની મારા જીવનની આઠમી અજાયબી છે. કોમેન્ટ સેક્શનમાં મહાલક્ષ્મીએ લખ્યું હતું કે, લોકો ગમે તે કહે, હું તમને ત્યાં સુધી પ્રેમ કરીશ જ્યાં સુધી મારું હૃદય ધડકવાનું બંધ ન કરે.
ટ્રોલર્સ દ્વારા મહાલક્ષ્મી પર નિશાન સાધવામાં આવ્યું હતું
મહાલક્ષ્મી અને રવિન્દ્ર આ પોસ્ટ પર લોકો ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ પર લખ્યું હતું કે, 'ભાઈ, તમારી પાસે સરકારી નોકરી છે?' અન્ય એક યુઝરે લખ્યું- 'પૈસા બહુ મહત્વ ધરાવે છે.' અન્ય યુઝરે લખ્યું- પૈસા હોય તો બધું જ શક્ય છે.
મહાલક્ષ્મીનો બીજો પતિ રવિન્દ્ર છે
અત્રે ઉલ્લેખનીય છે કે, આ મહાલક્ષ્મીના બીજા લગ્ન છે. અગાઉ તેણીના લગ્ન અનિલ નામના વ્યક્તિ સાથે થયા હતા, જે લગ્ન લાંબો સમય ટકી શક્યા ન હતા. મહાલક્ષ્મીને પ્રથમ લગ્નથી એક પુત્ર પણ છે. 2019માં બંનેના છૂટાછેડા થઈ ગયા અને બંને અલગ થઈ ગયા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિન્દ્ર અને મહાલક્ષ્મીની પહેલી મુલાકાત ફિલ્મ 'વિદ્યુમ વારાઈ કથિરુ' દરમિયાન થઈ હતી. અહીંથી બંનેની નિકટતા વધી ગઈ હતી. આખરે 2022માં બંનેએ લગ્ન કરી લીધા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.