પઠાન ફિલ્મનાં અંતે થયેલી સલમાન ખાન અને શાહરુખ ખાનની વાતોને સ્પુફ કર્યા બાદ જોની લીવર અને સૌરભ શુક્લાની વાતચીત તેમની સીરીઝ ‘પોપ કૌન?’નાં નવા પ્રોમોમાં કોમેડીનો બાપ (પિતા) કોણ? તે અંગે દલીલ કરવા માટે પાછા ફર્યા છે. આ સીરીઝનાં પ્રોમોમાં તેમની સાથે રાજપાલ યાદવ, કુણાલ ખેમુ, નુપુર સેનન, ચંકી પાંડે, જેમી લીવર અને ક્રિએટર-ડિરેક્ટર ફરહાદ સામજી પણ જોડાયા છે.
‘હું માત્ર અનન્યા પાંડેનો પિતા છું, પરંતુ તમે કોમેડીનાં સાચા બાપ છો!’ - ચંકી પાંડે
આ પ્રોમોમાં અભિનેતાઓ ફરહાદ અને ચંકી સાથે રાજપાલની પ્રશંસા કરતા નવી જાહેરાત માટે શૂટિંગ કરતા બતાવવામાં આવ્યા છે. ચંકી રાજપાલને કહે છે, ‘હું માત્ર અનન્યા પાંડેનો પિતા છું, પરંતુ તમે કોમેડીનાં સાચા બાપ છો!’ તે નમ્રતાપૂર્વક તેનો ઇનકાર કરે છે અને તેના બદલે કહે છે કે, કોમેડીનાં અસલી પિતા તો સૌરભ છે, જે બાજુમાં બેઠો છે. તે પોતાની ફિલ્મ સત્યા (1998)નાં સંદર્ભમાં વળતો જવાબ આપે છે, ‘આ પ્રકારનું જુઠ્ઠું ન બોલશો, હું તમને શૂટ કરી દઈશ.’
‘હું તો કોમેડી કિંગની દીકરી છું. મારા પિતા કોમેડીનાં બાપ છે’ - જેમી લિવર
સૌરભ જેમી તરફ ઇશારો કરે છે, જે ત્યાંથી પસાર થાય છે. તે પણ આ વાતને નકારતા જવાબ આપે છે કે, ‘હું તો કોમેડી કિંગની દીકરી છું. મારા પિતા કોમેડીનાં બાપ છે. આ સમયે સૂતેલો જ્હોની ઉશ્કેરાય છે અને વિચારે છે કે કોઈ તેના પિતા પર હુમલો કરી રહ્યું છે.
‘શો આવે તે પહેલાં કંઈપણ જાહેર કરશો નહીં!’ - જ્હોની લિવર
ત્યારબાદ પોપ કૌનના પ્રોમોમાં કુણાલને પૂછવામાં આવ્યું છે કે, ‘તે સારું છે કે આપણે જાણીએ છીએ કે, કોમેડીનો પિતા કોણ છે પરંતુ, આ શોમાં મારા પિતા કોણ છે?’ નૂપુર માહિતી તે બોલવાની તૈયારીમાં જ હોય છે ત્યારે બાકીની ટીમ તેને જવાબ આપવાથી રોકવા માટે ચીસો પાડે છે. જોની તેના પર બૂમ પાડે છે, ‘શો આવે તે પહેલાં કંઈપણ જાહેર કરશો નહીં!’
‘પોપ કોન?’ વેબસિરીઝથી OTT પર ડેબ્યૂ કરશે જ્હોની લિવર
ડિઝની+ હોટસ્ટાર પર આવી રહેલા કોમેડી શો ‘પોપ કોન?’થી પીઢ હાસ્ય કલાકાર જ્હોની લિવર OTT પર ડેબ્યૂ કરશે. સૌરભે અગાઉ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘પોપ કૌન? શો એક આઉટ એન્ડ આઉટ કોમેડી શો છે, જેની મજા દરેક ઉંમરનો વ્યક્તિ માણી શકશે. દરેક એપિસોડ સાથે એક જ વાર્તાને જોવાની એક નવી રીત જોવા મળશે. દર્શકો તેમના મનપસંદ કોમેડી કલાકારોને એકસાથે આવતા જોઈ શકશે અને તે બધા ભેગા મળીને પડદા પર ઘણું ગાંડપણ લાવશે.’ ફરહાદ દિગ્દર્શિત આ કોમેડી સિરિઝ ટૂંક સમયમાં જ OTT પર રિલીઝ થશે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.