• Gujarati News
  • Entertainment
  • The Entire Gehraiya Team, Including Bikini clad Deepika Ananya, Took A Dip In The Water, People Said, 'Looks Like Parle ji Dipped In Tea!'

ગેહરાઇયાં પ્રમોશન:બિકિનીધારી દીપિકા-અનન્યા સહિત ગેહરાઇયાંની આખી ટીમે જળસમાધિ લીધી, લોકોએ કહ્યું, ‘ચામાં ડુબાડેલા પારલે-જી જેવી લાગે છે!’

6 મહિનો પહેલા

સેન્સર બોર્ડ દ્વારા એડલ્ટ ‘A’ સર્ટિફિકેટ પ્રાપ્ત કરનારી દીપિકા પાદુકોણ-અનન્યા પાંડે સ્ટારર ફિલ્મ ‘ગેહરાઇયાં’ ગયા શુક્રવારે ‘એમેઝોન પ્રાઇમ વીડિયો’ પર રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મને મિશ્ર પ્રતિભાવો મળી રહ્યા છે. દરમિયાન કરણ જોહર કેમ્પ દ્વારા નિર્માણ પામેલી આ ફિલ્મનું અલગ અલગ માધ્યમોમાં પ્રમોશન ચાલુ જ છે. તે પ્રમોશનના ભાગરૂપે ગેહરાઇયાં ફિલ્મની આખી ટીમે લિટરલી જળસમાધિ લીધી હતી. યાને કે ફિલ્મના મુખ્ય કલાકારોએ સ્વિમિંગ પૂલની અંદર ડૂબકી મારીને અનોખું અન્ડરવૉટર ફોટોશૂટ કરાવ્યું હતું.

દીપિકા પાદુકોણ
દીપિકા પાદુકોણ

આ ફોટોશૂટમાં દીપિકા પાદુકોણે ઓરેન્જ કલરની સિંગલ પીસ બિકિની પહેરીને અલગ અલગ પોઝ આપ્યા હતા. જ્યારે અનન્યા પાંડેએ વ્હાઇટ કલરની ટુ પીસ બિકિની પહેરી હતી. ફિલ્મના અન્ય સ્ટાર્સ જેવા કે સિદ્ધાંત ચતુર્વેદી અને ધૈર્ય કરવાએ રેગ્યુલર કેઝ્યુઅલ કપડાં પહેરીને પાણીમાં ડૂબકી લગાવી હતી.

અનન્યા પાંડે
અનન્યા પાંડે
સિદ્ધાંત ચતુર્વેદી
સિદ્ધાંત ચતુર્વેદી
ધૈર્ય કરવા
ધૈર્ય કરવા

આ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ થતાં જ મશ્કરાઓએ પોતાની ક્રિએટિવિટી કામે લગાડી દીધી હતી. કોઇકે લખ્યું કે, ‘પારલે-જી બિસ્કિટને ચામાં બે મિનિટ માટે ડુબાડી રાખીએ પછી તેની આવી જ હાલત થાય!’

એક તસવીરમાં દીપિકા પાણીની અંદર ઊભડક બેઠેલી દેખાય છે. તે જોઇને લોકોએ બિલો ધ બેલ્ટ કમેન્ટ્સ કરવા માંડી હતી. તેમણે લખ્યું કે, ‘અરે યાર, સ્વિમિંગ પૂલમાં પોટ્ટી ન કરો!’

કોઇકે લખ્યું કે, ‘ગેહરાઇયાં ફિલ્મ એટલી બકવાસ છે કે આખી ટીમે છુપાવા માટે જળસમાધિ લઈ લીધી!’

જોકે અપેક્ષા પ્રમાણે જ આ તમામ તસવીરો ભારે વાઇરલ થઈ છે. દીપિકા પાદુકોણની બિકિનીની તસવીરોએ લગભગ 20 લાખ લાઇક ઊસેટી છે. જ્યારે અનન્યા પાંડેની આ અન્ડરવોટર તસવીરોની લાઇક્સનો આંકડો 10 લાખે પહોંચવા આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...