બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિતની માતા સ્નેહલતા દીક્ષિતનું 12 માર્ચ રવિવારનાં રોજ નિધન થયુ હતું. શુક્રવારે એટલે કે 17 માર્ચનાં રોજ મુંબઈમાં તેઓએ પ્રાર્થનાસભા રાખી હતી, અહી બોલિવૂડનાં અનેક સેલેબ્સ અભિનેત્રીની માતા સ્નેહલતાને શ્રધ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. પ્રેયર મીટ સાથે જોડાયેલા અમુક વીડિયોઝ સોશિયલ મીડિયા પર સામે આવ્યા હતા. આ વીડિયોમાં માધુરી દીક્ષિત પોતાના પતિ શ્રીરામ નેને સાથે ત્યા આવી પહોંચ્યા. બંનેએ હાથ જોડીને મીડિયાનું અભિવાદન કર્યું. આ સમય દરમિયાન વિદ્યા બાલને પણ પતિ સિદ્ધાર્થ રાય કપૂર સાથે પહોંચી હતી. તે સિવાય બોની કપૂર, મનીષ પોલ, ફેમસ ફિલ્મમેકર સૂરજ બડજાત્યા અને જેકી શ્રોફ પણ નજરે પડ્યા હતા.
91 વર્ષની ઉંમરે નિધન થયુ
તમને જણાવી દઈએ કે, માધુરી દીક્ષિતની માતાનું નિધન 91 વર્ષની ઉંમરમાં નિધન થયુ. 12 માર્ચની બપોરે વર્લીનાં સ્મશાન ઘાટ પર તેઓનું અંતિમ સંસ્કાર કર્યું હતું. માતાને યાદ કરીને માધુરી દીક્ષિતે થોડા દિવસ પહેલા જ સોશિયલ મીડિયા એકાઉન્ટ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ ઈમોશનલ નોટ શેર કરી હતી.
તેઓએ માતાની સાથે ફોટો શેર કરીને લખ્યું કે, ‘આજે સવારે ઊઠી તો આઈ(માતા)નો રુમ ખાલી જોયો. તે વાસ્તવિકતા તો નહોતી લાગી રહી. તેઓએ અમને હંમેશા જીવનમાં ખુશ રહેવાનું શીખવ્યું. તેઓએ લોકોને કંઈક ને કંઈક હંમેશા આપ્યુ જ છે. તે અમને ખૂબ જ યાદ આવે છે અને તે અમારી યાદોમાં હંમેશા જીવંત રહેશે. તેની બુદ્ધિ, પોઝિટિવિટી અને ગ્રેસ તમામ લોકો સુઘી પહોંચતા હતા. અમે અમારી યાદોના આધારે તેના જીવનની એકસાથે ઊજવણી કરશે. ઓમ શાંતિ.’
માતાની ખૂબ જ નજીક હતી માધુરી
તમને જણાવી દઈએ કે, માધુરી દીક્ષિત પોતાની માતાની ખૂબ જ નજીક હતી. ગયા વર્ષે અભિનેત્રીએ જૂનમાં પોતાની માતાનો 90મો જન્મદિવસ ઊજવ્યો હતો. તેઓએ પોતાની અમુક ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેની સાથે જ માધુરીએ માતાનાં હૃદયને સ્પર્શી જાય તેવું કેપ્શન પણ આપ્યુ હતું. માધુરીએ લખ્યું કે, ‘હેપ્પી બર્થડે આઈ. કહે છે કે, માતા દીકરીની ખાસ મિત્ર હોય છે. આ વાત એકદમ સાચી છે. તમે મારા માટે જે પણ કર્યું છે અને મને જે પણ શીખવ્યુ છે તે મારા માટે સૌથી મોટું બર્થડે ગિફ્ટ છે.’
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.