પ્રજાસતાક દિવસે એટલે કે 26 જાન્યુઆરીના દિવસે શાહરુખની ફિલ્મ 'પઠાન'ની ટક્કર રાજકુમાર સંતોષીની ફિલ્મ 'ગાંધી : ગોડસે એક યુદ્ધ' સાથે થશે. આ ફિલ્મની વાર્તા ભારતને મળેલી આઝાદી પર આધારિત છે. તો બીજી તરફ મેકર્સે આ ફિલ્મ દ્વારા નાથુરામ ગોડસેનો પક્ષ રાખવાનો પણ પ્રયાસ કર્યો છે. ભાસ્કર સાથેની ખાસ વાતચીત દરમિયાન રાજકુમાર સંતોષીએ ફિલ્મ વિશે રસપ્રદ વાતો શેર કરી હતી.
મને લાગે છે કે, ગોડસેનો પક્ષ લોકોની સામે નથી આવ્યો
આ વિશે વાત કરતા રાજકુમાર સંતોષીએ કહ્યું, 'આ ફિલ્મનો વિચાર અમારા મિત્ર અસગર વજાહતના નાટક 'Godse@gandhi.com' પરથી આવ્યો હતો. જોકે એ નાટક બહુ સ્ટેજ પર બન્યું ન હતું. મને અંગત રીતે લાગ્યું કે ગોડસેનો પક્ષ લોકો સમક્ષ સંપૂર્ણ રીતે જાહેર કરવામાં આવ્યો નથી. ગોડસેને ફાંસી આપવામાં આવી હતી. પરંતુ ગોડસેને ગાંધીજીની હત્યાનું પગલું ભરવાની ફરજ કેમ પડી? ગોડસેની શું દલીલો હતી, તે 70 વર્ષ સુધી દબાયેલી રહી છે. છેલ્લાં ચાર વર્ષમાં ગોડસેના પાસાઓ હવે જાહેર ક્ષેત્રે બહાર આવ્યાં છે.'
ટ્રેલરમાં અમે ગોડસેનો તર્ક બતાવ્યો છે
રાજકુમાર સંતોષી વધુમાં જણાવે છે કે, 'અમે ફિલ્મમાં અસગર વજાહતના નાટકની સાથે- સાથે કોર્ટમાં ગોડસે દ્વારા કરવામાં આવેલી દલીલોનો પણ ઉપયોગ કર્યો છે. ગોડસેનાં તમામ નિવેદનો જે કોર્ટમાં રેકોર્ડ કરવામાં આવ્યાં છે. બેશક, અમે ગાંધી અને ગોડસે વચ્ચે જેલમાં સંવાદ અને દલીલમાં સર્જનાત્મક સ્વતંત્રતા લીધી છે. ટ્રેલરમાં અમે ગોડસેની દલીલ બતાવી છે કે વિભાજન માટે કોણ જવાબદાર હતા. લોકોને ફિલ્મમાં ગાંધીજીની દલીલ અને સ્પષ્ટતા જોવા મળશે'
સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મનો એક શબ્દ પણ કટ કરવામાં નથી આવ્યો
રાજકુમાર સંતોષીએ આ ફિલ્મ પહેલાં તેમની 'ધ લિજેન્ડ ઓફ ભગતસિંહ'માં મહાત્મા ગાંધી ભગતસિંહની વિરુદ્ધ હતા. જો તેઓ ઇચ્છતા તો ભગતસિંહ પર અંગ્રેજોની કાનૂની કાર્યવાહીને રોકી શક્યા હોત. સંતોષી આ વિશે જણાવે છે કે 'મેં અહીં પણ ગાંધી વિશે અલગ વલણ લીધું છે. મને ડર હતો કે આ ફિલ્મ સેન્સરમાંથી પસાર થઈ શકશે કે નહીં? પરંતુ સેન્સરે એક શબ્દ પણ કાપ્યો નથી.
ફિલ્મમાં મેં કોઈ એક પક્ષ વિશે લખ્યું નથી
વધુમાં રાજકુમાર સંતોષીએ કહ્યું હતું કે, મેં આ ફિલ્મમાં કોઈ એકનો પક્ષ નથી લીધો. મેં ફક્ત મારો વિચાર રાખ્યો છે. ગોડસેના રોલ માટે મારી પ્રથમ પસંદગી હંમેશાં ચિન્મય માંડલેકર રહી છે. હું મરાઠી અભિનેતા ઇચ્છતો હતો જેથી ગોડસેના ઉચ્ચારમાં મરાઠી ટચ હોય. અમે વિષ્ણુ કરકરેની ભૂમિકા માટે માત્ર મરાઠી અભિનેતાને કાસ્ટ કર્યો છે. આ ઉપરાંત ગાંધીજી માટે ગુજરાતી અભિનેતા દીપક અંતાણીને કાસ્ટ કરવામાં આવ્યા છે.
સંતોષીએ વધુમાં કહ્યું હતું કે, 'આજે લોકો ચિન્મય માંડલેકરને 'ધ કાશ્મીર ફાઇલ્સ'માં બિટ્ટા કરાટેના રોલથી ઓળખે છે, પરંતુ જ્યારે મેં તેને કાસ્ટ કર્યો ત્યારે તે ફિલ્મ પણ આવી ન હતી.'
ફિલ્મનું શૂટિંગ ભોપાલમાં પૂરું કર્યું છે
જોકે, ફિલ્મનું અમુક શૂટ તો મુંબઈમાં જ કરવામાં આવ્યું છે. ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં લગભગ 22 દિવસ સુધી થયું હતું. ફિલ્મમાં જેલર અમોદ રાયનું પાત્ર ભજવતા અભિનેતા સંદીપ ભોજકે ફિલ્મ સાથે જોડાયેલી ચોક્કસ વિગતો શેર કરી છે. તેમણે કહ્યું હતું કે, 'બિરલા હાઉસના ઈન્ટિરિયરના સેટથી લઈને તત્કાલીન પીએમઓ, રમખાણ પીડિતો માટે હોસ્પિટલ સુધી જેલની બેરેક જ્યાં ગાંધી ગોડસેનો સંવાદ થાય છે, તે બધું મુંબઈમાં જ બનાવવામાં આવ્યું હતું. ભોપાલમાં બે શેડ્યૂલમાં આખું આઉટડોર શૂટિંગ 45 દિવસમાં પૂરું થયું. આ ફિલ્મે કોરોનાની બે લહેરનો સામનો કર્યો છે.
ફિલ્મમાં જેલર અમોદ રાયના રોલમાં સંદીપ છે
ફિલ્મને બિહાર અને ભોપાલ નજીક પંચમઢીમાં રિક્રિએટ કરવામાં આવી છે. સંદીપ જણાવે છે કે, 'આ ફિલ્મમાં અસગર વજાહતના નાટક ઉપરાંત ગાંધીજીએ લખેલાં પુસ્તકોમાંથી ગાંધીજીની દલીલો પણ તૈયાર કરવામાં આવી છે. કોર્ટમાં ગોડસેનાં નિવેદનો પર પુસ્તક 'વાય આઈ કિલ્ડ ગાંધી'ને પણ ફિલ્મમાં તથ્યો તરીકે લેવામાં આવ્યું છે. જોકે ગોડસેને અંબાલા જેલમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ તેને ભોપાલ જેલમાં ફરીથી આ સીનને રિક્રીએટર કરવામાં આવ્યા હતા. જેલ સ્ટે સિક્વન્સનું શૂટિંગ 12 થી 15 દિવસમાં કરવામાં આવ્યું હતું. જેમાં હું જેલર અમોદ રાયના રોલમાં છું. તેના માટે, મેં લગભગ 20 કિલો વજન વધાર્યું અને મારી મૂછો પણ વધારી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.