• Gujarati News
  • Entertainment
  • 'The Big Picture' Host Ranveer Singh Shares Sweaty Shirtless Selfie, Pooja Hegde Says Towel Gir Raha Hai

વાઇરલ ફોટો:રણવીર સિંહે પોતાનો શર્ટલેસ ફોટો શેર કર્યો, પૂજા હેગડેએ લખ્યું- ટુવાલ પડી રહ્યો છે પમ્મી, ધ્યાન રાખ

એક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શનિવાર રાત્રે તેનો ક્વિઝ શો 'ધ બિગ પિક્ચર' શરૂ થઈ રહ્યો છે
  • ફોટો અને સવાલ પર ફેન્સ સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સ પણ કમેન્ટ કરી રહ્યા છે

એક્ટર રણવીર સિંહે તાજેતરમાં સોશિયલ મીડિયા પર પોતાનો એક ફોટો શેર કર્યો છે, જે ઘણો વાઇરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં રણવીર સિંહ શર્ટલેસ જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત આખા શરીર પર પરસેવો જોવા મળી રહ્યો છે. રણવીરે પોતાના આ ફોટોની સાથે ફેન્સને એક સવાલ પણ કર્યો છે. આ સવાલની સાથે તેને ચાર ઓપ્શન પણ આપ્યા છે.

રણવીરને પરસેવો કેમ થઈ રહ્યો છે?
રણવીર સિંહે પોતાની શર્ટલેસ સેલ્ફીને શેર કરતા કેપ્શનમાં લખ્યું, રણવીરને પરસેવો કેમ થઈ રહ્યો છે?A.તે હમણાં સ્ટીમ રૂમમાંથી બહાર આવ્યો છે. B. તેનો આજે રાત્રે ટેલિવિઝન ડેબ્યુ છે. C. તેના શરીરમાં ગરમી વધારે છે. D.તે હૉટ યોગા કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો કે, રણવીર સિંહ ટેલિવિઝન ડેબ્યુ કરવા માટે તૈયાર છે. શનિવાર રાત્રે તેનો ક્વિઝ શો 'ધ બિગ પિક્ચર' શરૂ થઈ રહ્યો છે. રણવીર આ શોને હોસ્ટ કરતો જોવા મળશે.

ફેન્સ અને બોલિવૂડ સેલેબ્સે ફોટો પર કમેન્ટ્સ કરી
રણવીર સિંહના આ ફોટો અને સવાલ પર ફેન્સ સહિત ઘણા બોલિવૂડ સેલેબ્સ પણ કમેન્ટ કરી રહ્યા છે. પૂજા હેગડેએ રણવીરના ફોટો પર કમેન્ટ કરતા લખ્યું, ટુવાલ પડી રહ્યો છે, પમ્મી. ધ્યાન રાખો. ડિનો મોરિયાએ લખ્યું, આ બધું છોડ, , મને જણાવ કે તું ક્યારથી આટલો રિબ્ડ છે. સોલિડ દેખાઈ રહ્યો છે ભાઈ.

આર માધવને કમેન્ટ કરતા લખ્યું, 'પોસ્ટ શાવર સેલ્ફી'નો ખિતાભ મારી પાસેથી કેટલીવાર છીનવીશ ભાઈ? મનીષ પૉલે કમેન્ટ કરી, હું નથી રમી રહ્યો. સિદ્ધાંત કપૂરે કમેન્ટ કરી, અથવા પછી ઓપ્શન E.માઈકલ જેક્સનની જેમ આખી રાત ડાન્સ કર્યો છે. જ્યારે એક ફેને કમેન્ટ કરતા લખ્યું, ઓપ્શન E.દીપિકા આસપાસ છે કે શું.