ઉતાર-ચઢાવથી ભરપૂર છે જેક્લિનની સફર:એક્ટ્રેસ ટીવી રિપોર્ટર તરીકે કરી હતી કરિયરની શરૂઆત, 101 કરોડની છે માલિકણ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

200 કરોડ મની લોન્ડરિંગ કેસમાં બોલિવૂડ એક્ટ્રેસ જેક્લિન ફર્નાન્ડિઝને દિલ્હીની પટિયાલા કોર્ટે જામીન આપ્યા હતા. કોર્ટે એક્ટ્રેસને 2 લાખ રૂપિયાના બોન્ડ અને 2 લાખ રૂપિયાના સિક્યોરિટી બોન્ડ જામીન આપવામાં આવ્યા છે એટલે કે 4 લાખ રૂપિયાના બોન્ડ પર જામીન મળ્યા છે. તો જો એક્ટ્રેસને વિદેશ જવું હશે તો કોર્ટના આદેશ પર જ જઈ શકશે. વધુ સુનાવણી 24 નવેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે.

રિપોર્ટર તરીકે કરી હતી કરિયરની શરૂઆત
શ્રીલંકામાં જન્મેલી જેક્લિન મની લોન્ડરિંગ કેસને કારણે ચર્ચામાં રહે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવનાર જેક્લિને કરિયરની શરૂઆત ટીવી રિપોર્ટર તરીકે કરી હતી. 35 ફિલ્મોમાં દેખાઈ ચૂકેલી જેકલીનની કુલ નેટવર્થ લગભગ 101 કરોડ છે. તો એક્ટ્રેસ ફિલ્મો ઉપરાંત તે રેસ્ટોરાંના ધંધામાં પણ એક્ટિવ છે. આ સાથે તેણે અત્યાર સુધીમાં 10 બ્રાન્ડનું બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ કર્યું છે.

આવો જાણીએ જેક્લિન વિશે...
સૌથી પહેલા તો જાણીએ જેક્લિન જે કેસને લઈને ચર્ચામાં આવી છે તે મની લોન્ડરિંગ કેસ શું છે?

EDએ 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં સુકેશ ચંદ્રશેખર અને અન્યો સામે ચાર્જશીટ દાખલ કરી હતી. આ આરોપ મુજબ સુકેશે તિહાર જેલમાં સજા ભોગવતી વખતે એક વેપારીની પત્ની પાસેથી પૈસા પડાવી લીધા હતા. EDએ 24 ઓગસ્ટ 2021ના રોજ ચેન્નાઈમાં સુકેશનો સી-ફેસિંગ બંગલો જપ્ત કર્યો હતો. તેના બંગલામાંથી 82.5 લાખ રૂપિયા રોકડા, 2 કિલો સોનું અને એક ડઝનથી વધુ લક્ઝરી કાર જપ્ત કરવામાં આવી છે. EDએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ જેક્લિનનું નિવેદન પણ નોંધ્યું છે.

તો બીજી તરફ જેક્લિન અને સુકેશની એક તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહી છે. જેમાં સુકેશ સેલ્ફી લેતી વખતે જેક્લિનને ગાલ પર કિસ કરી રહ્યો છે. આ ફોટો જોઈને સ્પષ્ટ થઈ ગયું હતું કે જેક્લિન અને સુકેશ એકબીજાની ખૂબ જ નજીક છે. ED અનુસાર, જેકલીન સુકેશના 200 કરોડ રૂપિયાના ખંડણી કેસમાં મહત્વની સાક્ષી છે.આરોપ છે કે જેકલીન સુકેશને ડેટ કરતી હતી. તો બીજી તરફ EDની પૂછપરછમાં જેક્લિને સુકેશ સાથેના રિલેશન સ્વીકાર્યા હતા. પૂછપરછમાં જેક્લિને સુકેશે કરોડો રૂપિયાની ગિફ્ટ મળી હોવાનું કહ્યું હતું. સુકેશે ડાયમંડ રિંગ આપીને પ્રપોઝ કર્યું હોવાનું પણ કહ્યું હતું. સુકેશે જેક્લિનને ગુચીની 3 ડિઝાઇનર બેગ, જિમ વેર, એક જોડી લૂઇ વિટોનનાં શૂઝ, બે જોડી હીરાની ઇયરિંગ્સ, માણેકનું બ્રેસ્લેટ, રોલેક્સ ઘડિયાળ, બે હેમીઝ બ્રેસ્લેટ, 15 જોડી ઇયરિંગ્સ તથા 5 બર્કિન બેગ્સ આપી હતી. આ ઉપરાંત ભેટમાં ડાયમંડ જ્વેલરી, ક્રોકરી, ચાર પર્શિયન બિલાડી (એકની કિંમત 9 લાખ), 52 લાખનો ઘોડો આપ્યો હતો. આટલું જ નહીં, સુકેશે જેક્લિનની માતાને પોર્શ કાર આપી હતી.

જેક્લિનની શ્રીલંકાથી બોલિવૂડ સુધીની સફર
શ્રીલંકામાં જન્મેલી જેક્લિનની મિસ યુનિવર્સ શ્રીલંકામાં પણ વિનર
જેક્લિન ફર્નાન્ડિઝનો જન્મ શ્રીલંકામાં થયો હતો. એક્ટ્રેસની સાથે-સાથે મોડલ છે, જેક્લિને કારકિર્દીના શરૂઆતના દિવસોમાં ટીવી રિપોર્ટર તરીકે કામ કર્યું હતું. જેક્લિને 2006માં મિસ યુનિવર્સ શ્રીલંકાનો ખિતાબ પણ જીત્યો હતો અને તે જ વર્ષે તેણે મિસ યુનિવર્સ સ્પર્ધામાં પોતાના દેશનું પ્રતિનિધિત્વ પણ કર્યું હતું.

2009માં 'અલાદ્દીન' ફિલ્મથી કરી હતી કરિયરની શરૂઆત
જેક્લિન એક બોલિવૂડ એક્ટ્રેસ છે, બોલિવૂડમાં કરિયરની શરૂઆત ફિલ્મ અલાદ્દીન (2009) થી કરી હતી. સુજોય ઘોષ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં તેની સાથે રિતેશ દેશમુખ, અમિતાભ બચ્ચન અને સંજય દત્ત પણ જોવા મળ્યા હતા. તે લગભગ 13 વર્ષથી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે. એક્ટ્રેસે 'જુડવા 2', 'હાઉસફુલ 2', 'બાગી 2' અને 'મિસિસ સીરિયલ કિલર' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. જેક્લિન છેલ્લે આ વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ રામસેતુમાં જોવા મળી હતી, જે બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.

101 કરોડ રૂપિયા નેટવર્થ
જેક્લિને અત્યાર સુધીમાં 35 ફિલ્મોમાં કામ કર્યું છે અને તેમાંથી 11 ફિલ્મોએ બોક્સ ઓફિસ પર કઇ ખાસ કલેક્શન કરી શકી નથી. એક્ટ્રેસની કુલ સંપત્તિ 101 કરોડ રૂપિયા છે. જેક્લિન દરેક ફિલ્મ માટે લગભગ 5 થી 6 કરોડ રૂપિયા લે છે. આ સિવાય જેક્લિનનું મુંબઈમાં પોતાનું ઘર પણ છે. આ સાથે તેની પાસે ઘણી લક્ઝરી કારનું કલેક્શન છે. શ્રીલંકામાં સાઉથ કોસ્ટ પાસે જેક્લિનનો પોતાનો ટાપુ પણ છે.

10 મોટી બ્રાન્ડની એમ્બેસેડર
જેક્લિન ફિલ્મો સાથે 10 મોટી બ્રાન્ડનું બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ કર્યું છે. જેમાં ધ બોડી શોપ, સ્નેપડીલ, વેગા, નોવા, કલરબાર, કેશિયો, લોટસ, ડ્રૂલ્સ, વેન હ્યુઝન અને એચટીસી વનનો સમાવેશ થાય છે.આ ઉપરાંત જેકલીન રેસ્ટોરન્ટનો બિઝનેસ પણ કરે છે અને શ્રીલંકાના કોલંબોમાં તેની પોતાની રેસ્ટોરન્ટ છે.

આગામી પ્રોજેક્ટ
વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો,જેક્લિન 2023માં હિન્દી ફિલ્મ 'સર્કસ'માં જોવા મળશે. આ સિવાય તે તેલુગુ ફિલ્મ 'હરી હરા વીરા મલ્લુ'માં પણ જોવા મળશે.