બોલિવૂડ એકટ્રેસ ક્રિતિ સેનન અને સાઉથ સુપર સ્ટાર પ્રભાસને ડેટ કરી રહી છે, તે પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે, તો અમુક લોકોએ તો ક્રિતિ અને પ્રભાસ લગ્ન કરી રહ્યાં છે, તે પ્રકારની પણ અફવાહ ફેલાવી રહ્યા છે, આ વચ્ચે ક્રિતિએ આ બાબતે મૌન તોડ્યું છે.
ક્રિતિએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે, આ ખબરમાં કોઇ તથ્ય નથી.
આ અફવા સંપૂર્ણ રીતે ખોટી છે
કૃતિએ લખ્યું છે કે, 'ન તો તે પ્રેમ છે અને ન તો તે PR છે... અમારો ભેડિયા (વરુણ ધવન) રિયાલિટી શોમાં થોડો વધારે જ જંગલી ગયો હતો. તેની ફની વાતો બાદ અનેક પ્રકારની અફવાઓ ફેલાઈ રહી છે. કેટલાક પોર્ટલ મારા અને પ્રભાસના લગ્નની તારીખ જાહેર કરે તે પહેલાં હું તમારી ગેરસમજને દૂર કરું છું. આ અફવાઓ સંપૂર્ણપણે ખોટી છે. આમાં કોઈ સત્ય નથી.
શું હતી સમગ્ર ઘટના
વરુણ ધવન તથા ક્રિતિ સેનન હાલમાં જ પોતાની ફિલ્મ 'ભેડિયા'ના પ્રમોશન માટે રિયાલિટી શોમાં આવ્યા હતા. .રિયાલિટી શોમાં ફિલ્મમેકર કરન જોહરે વરુણને ઇન્ડસ્ટ્રીની કેટલીક સિંગલ એક્ટ્રેસિસના નામ પૂછ્યા તો તે યાદીમાંથી ક્રિતિનું નામ ગાયબ હતું. કરને આનું કારણ પૂછ્યું તો વરુણે જવાબ આપ્યો હતો, 'ક્રિતિનું નામ અન્ય કોઈના હૃદયમાં છે અને તે વ્યક્તિ હાલમાં મુંબઈમાં નથી, પરંતુ દીપિકા પાદુકોણ સાથે શૂટિંગ કરે છે.' વરુણની વાત સાંભળીને ક્રિતિ હસી પડી હતી. ઉલ્લેખનીય છે કે પ્રભાસ હાલમાં દીપિકા પાદુકોણ સાથે 'પ્રોજેક્ટ K'માં કામ કરે છે.
આદિપુરુષમાં ક્રિતિ સેનન અને પ્રભાસ જોવા મળશે
'આદિપુરુષ' 16 જૂન, 2023ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મ હિંદી, તેલુગુ, કન્નડ તથા મલયાલમમાં રિલીઝ થશે. ફિલ્મ 500 કરોડના બજેટમાં બની છે. જોકે, ટીઝર રિલીઝ થયા બાદ ફિલ્મને ઘણી જ ટ્રોલ કરવામાં આવી હતી. ફિલ્મના ખરાબ VFX તથા ભગવાન રામ, હનુમાન તથા રાવણના લુકને ખોટી રીતે દર્શાવવા બદલ ફિલ્મમેકરની ટીકા કરવામાં આવી હતી.
ફિલ્મમાં પ્રભાસે ભગવાન શ્રીરામનો રોલ ભજવ્યો છે, સૈફ અલી ખાન રાવણના રોલમાં છે અને ક્રિતિ સેનન સીતા બની છે. ફિલ્મના ટીઝરમાં પ્રભાસ તથા સૈફની દમદાર એક્ટિંગ જોવા મળી હતી. ફિલ્મમાં વિઝ્યૂઅલ ઇફેક્ટ્સ સુપર્બ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.