બોલિવૂડ એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટ શુક્રવારે સવારે દીકરી રાહા સાથે સ્પોટ કરવામાં આવી હતી. રણબીર અને આલિયા તેમની દીકરી સાથે પ્રથમ વખત ફરવા ગયા હતા.તેમની સાથે આલિયાની બહેન શાહીન ભટ્ટ પણ જોવા મળી હતી. આ દરમિયાનની કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં આલિયા પહેલા દીકરીને બેબી ટ્રોલીમાં લઈ જાય છે.તે પછી તે રાહાને તેડી લે છે.
આલિયા-રણબીરે દીકરીનો ચહેરો નથી દેખાડ્યો
આ દરમિયાન આલિયા અને રણબીર બ્લેક આઉટફિટમાં જોવા મળ્યા હતા.જોકે, અમે આલિયા અને રણબીરએ દીકરીનો ચહેરો બતાવ્યો નથી. હકીકત એ છે કે, બંનેએ પોતાની દીકરીને લાઈમલાઈટથી દૂર રાખવાનો નિર્ણય લીધો છે. થોડા દિવસો પહેલાં આલિયા અને રણબીરે મીડિયાને વિનંતી કરી હતી કે કોઈ તેમની બાળકીનો ફોટો વાઇરલ ન કરે.
અમે બહુ જ પ્રોટેક્ટિવ છીએ
આલિયાએ થોડા દિવસ પહેલાંએ પાપારાઝીને કહ્યું હતું કે, 'હું સંપૂર્ણપણે સમજું છું કે તમે ફક્ત તમારું કામ કરી રહ્યા છો, પરંતુ રાહા અત્યારે ખૂબ જ નાની છે. રાહાએ હમણાં જ અમારા ચહેરા જોવાનું અને ઓળખવાનું શરૂ કર્યું છે. તે હજુ સુધી સેલિબ્રિટી લાઈફ વગેરેને જાણતી નથી.આથી અમે નથી ઈચ્છતા કે અત્યારે તેની તસવીરો ક્લિક થાય.અમે ખૂબ જ પ્રોટેક્ટિવ માતાપિતા છીએ.
રાહાની તસવીર વાઇરલ કરવા નથી ઇચ્છતા : રણબીર-આલિયા
આલિયાએ વધુમાં કહ્યું હતું કે, 'જો ક્યારેય રાહાના ફોટા ક્લિક થાય છે, તો તેના ચહેરાને તમામ સોશિયલ મીડિયા ઇમોજીથી ઢાંકી દો. રાહાના ફોટા વાઈરલ ન થવા દેવા માટે અમે ફેન ક્લબ સાથે પણ વાત કરીશું.
6 નવેમ્બરના રોજ દીકરીને જન્મ આપ્યો
આલિયાએ છ નવેમ્બરના રોજ દીકરીને જન્મ આપ્યો હતો. દીકરીના જન્મની જાહેરાત સો.મીડિયામાં કરી આલિયાએ સો.મીડિયામાં સિંહ, સિંહણ તથા બાળ સિંહની તસવીર શૅર કરી હતી. આ તસવીર શૅર કરીને આલિયાએ કહ્યું હતું, 'અમારા જીવનના બેસ્ટ ન્યૂઝ આવી ગયા છે. અમારું બેબી આ દુનિયામાં આવી ગયું છે અને તે દીકરી છે. આ ખુશીને વ્યક્ત કરવી મુશ્કેલ છે. અમે બ્લેસ્ડ પેરેન્ટ્સ બની ગયા છીએ. પ્રેમ, પ્રેમ, પ્રેમ આલિયા તથા રણબીર.'
14 એપ્રિલે લગ્ન કર્યાં ને જૂનમાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી
રણબીર તથા આલિયાએ પરિવાર તથા મિત્રોની હાજરીમાં 14 એપ્રિલના રોજ લગ્ન કર્યાં હતાં. પાંચ વર્ષના ડેટિંગ બાદ બંનેએ લગ્ન કર્યાં હતાં. 27 જૂનના રોજ આલિયાએ સો.મીડિયામાં પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આલિયાએ હોસ્પિટલની તસવીર શૅર કરીને કહ્યું હતું કે તેમનું બાળક ટૂંક સમયમાં આવી રહ્યું છે. તસવીરમાં તે અલ્ટ્રા સાઉન્ડ કરાવતી હતી. આલિયાની સાથે પતિ રણબીર કપૂર હતો. આલિયાએ પ્રેગ્નન્સીમાં સતત કામ કર્યું હતું. પહેલાં તેણે 'હાર્ટ ઑફ સ્ટોન'નું શૂટિંગ કર્યું હતું. ત્યારબાદ તેણે 'ડાર્લિંગ્સ' તથા 'બ્રહ્માસ્ત્ર'નું પ્રમોશન કર્યું હતું. આલિયાએ 'રૉકી ઔર રાની કી પ્રેમકહાની'નું પણ શૂટિંગ કર્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.