હવે વિજય દેવરાકોંડા EDની અડફેટે:સળંગ 9 કલાક સુધી પૂછપરછ કરી, EDને ‘લાઇગર’ ફિલ્મમાં વિદેશી કાળું નાણું સંડોવાયેલું હોવાની શંકા

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અને ED (Enforcement Directorate) વચ્ચે હાલ બારમે ચંદ્રમા ચાલી રહ્યો છે. એકબાજુ 200 કરોડ ખંડણી કેસમાં જેક્લિન ફર્નાન્ડિસની પણ અનેક વાર પૂછપરછ કરવામાં આવે છે, આ બાદ નોરાની પણ પૂછપરછ કરવામાં આવી હતી. તો હાલમાં જ સમાચાર આવી રહ્યા છે કે, બુધવારે તેલુગુ ફિલ્મોના સુપર સ્ટાર વિજય દેવરાકોંડાની EDએ મંગળવારે 9 કલાક સુધી પૂછપરછ કરી હતી. દેવરાકોંડા સવારે લગભગ 8 વાગ્યે ED ઓફિસ પહોંચ્યો હતો. EDએ દેવરાકોંડાની ફિલ્મ 'લાઇગર'માં વિદેશી ફંડિંગ મામલે પૂછપરછ કરી હતી.

ED ઓફિસની બહાર નીકળ્યા બાદ વિજયે કહ્યું હતું કે, ‘લોકપ્રિયતા મેળવવાની કેટલીક આડઅસર અને સમસ્યાઓ પણ હોય છે. મને એજન્સીએ પૂછપરછ માટે બોલાવ્યો હતો અને મેં અમારી ફરજ નિભાવી છે, ED મને બીજી વાર નહીં બોલાવે.’

ડાયરેક્ટર અને પ્રોડ્યુસરની પણ પૂછપરછ કરવામાં આવી છે
17 નવેમ્બરે ફિલ્મના નિર્માતા ચાર્મી કૌર અને નિર્દેશક પુરી જગન્નાધની પણ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA)ના ઉલ્લંઘન બદલ પૂછપરછ કરવામાં આવી હતી. એક વાત તો છે કે, દેવરાકોંડાએ 'લાઇગર' ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું. આ એક તમિળ ફિલ્મની રિમેક છે. તો બીજી તરફ હિન્દીમાં બનેલી આ ફિલ્મનું બજેટ લગભગ 100 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે.

કોંગ્રેસના નેતાએ કરી હતી ફરિયાદ
કોંગ્રેસના નેતા બેકા જડસને ફરિયાદ નોંધાવી હતી. તેણે દાવો કર્યો છે કે કેટલાક રાજનેતાઓએ પણ આ ફિલ્મમાં પૈસા લગાવ્યા હતા. આ ફિલ્મમાં રોકાણ કરીને કાળું નાણું સરળતાથી વ્હાઇટમાં ફેરવવામાં આવ્યું છે.

EDને શંકા છે કે ઘણી કંપનીઓએ પણ ફિલ્મ મેકર્સના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા છે. હવે નિર્માતાઓ પાસેથી ફિલ્મમાં રોકાણ કરનારાઓની પેમેન્ટ ડિટેલ માગવામાં આવી છે. આ સાથે નાણાંનો ખર્ચ કેવી રીતે કરવામાં આવ્યો તેની પણ માહિતી માગવામાં આવી છે.

25 ઓગસ્ટે 'લાઇગર' રિલીઝ થઇ હતી
પુરી જગન્નાથના નિર્દેશનમાં બનેલી 'લાઇગર' 25 ઓગસ્ટ રિલીઝ થઇ હતી. ફિલ્મમાં વિજય દેવરાકોંડા, અનન્યા પાંડે અને રામ્યા કૃષ્ણન લીડ રોલમાં હતા. ઇન્ટરનેશનલ ફાઇટર માઇક ટાયસને પણ ફિલ્મમાં કેમિયો રોલ કર્યો હતો. 'લાઇગર' માતા-પુત્રની વાર્તા દર્શાવે છે, જેમાં ચા વેચતી મહિલા તેમના દીકરાને ફાઈટર બનાવવા ઈચ્છે છે.