'કપિલ શર્મા' શોના કો-સ્ટાર્સે મુદ્દે કપિલે મૌન તોડ્યું:કહ્યું કે, દુશ્મનીને કારણે ભારતીએ શો નથી છોડ્યો, આજે પણ ઉપાસના અને કૃષ્ણા સારા મિત્રો

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

જાણીતો કોમેડી શો 'ધ કપિલ શર્મા' શોના સ્ટાર્સ અચાનક જ શો છોડીને જવા લાગ્યા છે. લોકો એવું અનુમાન લગાવી રહ્યાં છે. કપિલ અને આ સ્ટાર્સ વચ્ચે કોઈ વાતને લઈને અણબનાવ હશે. પરંતુ આ બાબતને કારણે કપિલ શર્માએ ખુલાસો કર્યો છે. હાલમાં જ કપિલ શર્માએ કહ્યું છે કે, 'ધ કપિલ શર્મા' શોના કો-સ્ટાર્સ સાથે તેમની કોઈ દુશ્મની નથી. હાલમાં જ કૃષ્ણા અભિષેક, ભારતી સિંહ, સુનીલ ગ્રોવર, અલી અસગર અને ઉપાસના સિહે આ શોને અલવિદા કહ્યું છે.

કો-સ્ટાર્સે નારાજ થઈને શો નથી છોડ્યો : કપિલ
ઇન્ટરવ્યુ દરમિયાન જ્યારે કો-સ્ટાર્સના શો છોડવાનું કારણ પૂછવામાં આવ્યું તો કપિલે કહ્યું હતું કે, હું ક્યારેય અસુરક્ષિત હોતો નથી. જેઓ મને પ્રેમ કરે છે, તેઓ હંમેશા મારી સાથે રહે છે, મારા માટે ઉભા રહી જાય છે. આ પહેલા મને દરેક નાની-નાની વાત પર ખૂબ ગુસ્સો આવતો હતો, પરંતુ હવે મેં મારા ગુસ્સા પર ઘણો કાબૂ કરવાનું ચાલુ કરી દીધું છે.

સુનિલ સાથેના અણબનાવનો કપિલે સ્વીકાર કર્યો
સુનીલ ગ્રોવર સાથેના ઝઘડાપર કપિલે કહ્યું કે, હા, હું સંમત છું કે મારો અને સુનીલનો ઝઘડો થયો હતો અને કદાચ તેથી જ તેણે શો છોડી દીધો હતો.

હું લોકોને ઓછા પૈસામાં કામ કરવાનું તો ન આ કહી શકું : કપિલ
કપિલે વધુમાં જણાવ્યું હતું કે, એવું ન વિચારો કે મારી લોકો સાથે આ લોકોનો ઝઘડો થયો હતો જેના કારણે તેઓએ શો છોડી દીધો હતો. ઉપાસના સિંહ ફિલ્મોમાં શાનદાર કામ કરી રહી છે. અમે થોડા દિવસ પહેલાં આ બાબતે વાત કરી હતી. હજુ હું અને કૃષ્ણ મારા સારા મિત્ર છીએ. સુનીલ સિવાય મારાથી નારાજ કોઈ નથી. ઉપરાંત, હવે હું નિર્માતા પણ નથી, તેથી જો કોઈ કરારના મુદ્દાને કારણે શો છોડી દે છે, તો હું તેનું સમાધાન કરી શકતો નથી. હવે હું આ કલાકારોને ઓછા પૈસામાં કામ કરવાનું કહી શકતો નથી.

કપિલે વધુમાં જણાવ્યું હતું કે,મહું ક્યારેય નથી વિચારતો કે મારી સમકક્ષ કોઈ મારી સાથે ઉભું છે. હું આ વિશે ક્યારેય ચિંતા કરતો નથી. જ્યારે તમે શો પ્રોડ્યુસ કરો છો, ત્યારે તમારે દસ બાબતો પર ધ્યાન આપવું પડશે. પણ હવે હું એ કામમાંથી મુક્ત થઇ ગયો છું. હવે હું નિર્માતા નથી. મારો કોન્ટ્રાકટ સીધો ચેનલ સાથે અને મને તે પસંદ નથી. ચેનલ સાથે કોઈનો મનમેળ આવે છે તો કોઈનો નહીં. હું અને ક્રિષ્ના સારા મિત્ર છીએ પણ મને ખબર નથી કે તેના કરારમાં શું સમસ્યા હતી. હું તેમને આ પૂછતો નથી, કારણ કે હું તેમને તેમની ફી ઘટાડવા માટે કહી શકતો નથી.

ડિપ્રેશન અને સુસાઇડ વિશે પણ વાત કહી
કપિલે ઈન્ટરવ્યુ દરમિયાન પોતાના ડિપ્રેશન અને આત્મહત્યાના તબક્કા વિશે પણ વાત કરી હતી. તેમણે આ મુશ્કેલ સમયમાં તેમનો સાથ આપવાનો શ્રેય પણ તેમની પત્નીને આપ્યો હતો. તેમણે તે સમયે એવું લાગતું હતું કે કામ પૂરું થવાનું છે, તે ખૂબ જ ગંદો તબક્કો હતો.