• Gujarati News
  • Entertainment
  • Suzanne Khan Was Seen In A Romantic Relationship With Her Boyfriend In Front Of The Camera, People Trolled Her

વીડિયો વાઇરલ:કેમેરા સામે બોયફ્રેન્ડ સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળી સુઝેન ખાન, લોકોએ કરી ટ્રોલ

એક મહિનો પહેલા

દેશભરમાં દિવાળીની શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે. સામાન્ય નાગરિકોથી લઈને બોલિવૂડ સેલેબ્સ સુધી બધા જ લોકો ધામધૂમપૂર્વક દિવાળીની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે ગુલશનકુમારના ભાઈ કૃષ્ણકુમારે પણ શાનદાર પાર્ટી હોસ્ટ કરી હતી. આ પાર્ટીમાં બોલિવૂડના ઘણા સિતારાઓ પહોંચ્યા હતા. પરંતુ સુઝેન ખાન અને બોયફ્રેન્ડ અર્સલાન ગોની ચર્ચાનો વિષય બન્યાં હતાં.

બોલિવૂડના લવ બર્ડ્સ સુઝેન ખાન અને અર્સલાન ગોનીએ લૂંટ ચલાવી હતી. દિવાળીની પાર્ટીમાં સુઝેન ખાન અને અર્સલાન પાપારાઝી સામે એકબીજા સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યાં હતાં.

સોશિયલ મીડિયા પર સુઝેન ખાન અને અર્સલાન ગોનીનો એક વીડિયો વાઈરલ થઇ રહ્યો છે. આ વાઈરલ વીડિયોમાં જોઈ શકો છો કે દિવાળી પાર્ટીમાંથી બહાર નીકળતી વખતે અર્સલાન અને સુઝેન ખાન એકબીજાને બાય કહે છે પાપારાઝી સામે એકબીજાને કિસ કરે છે. બંનેનો આ રોમેન્ટિક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

લોકોએ કર્યા ટ્રોલ
આ વીડિયો વાઇરલ થયા બાદ યુઝર્સે બંનેને ટ્રોલ કર્યા હતા. એક યુઝર્સ લખ્યું હતું કે, શું કેમેરાની સામે કિસ કરવાની જરૂર હતી? શું થઇ ગયું છે. તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે, લાઈમલાઈટ માટે કર્યું છે.

બંનેએ સંબંધને ઓફિશિયલ કર્યા
સુઝેન ખાન અને અર્સલન ગોનીની વાત કરવામાં આવે તો જ્યારથી બંનેએ પોતાના સંબંધોને ઓફિશિયલ કર્યા છે ત્યારથી બંને જાહેરમાં એકબીજા પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. સુઝેન અને અર્સલાન દરેક પાર્ટીમાં સાથે-સાથે જોવા મળે છે. બંનેના વેકેશનની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે.

સુઝેને 14 વર્ષના લગ્નજીવનનો લાવ્યો હતો અંત
હ્રિતિક અને સુઝેનનાં લગ્ન 20 ડિસેમ્બરના રોજ 2000માં થયાં હતાં. 13 વર્ષ બાદ તેઓ 2013માં છૂટાં પડ્યાં. 2014માં ડિવોર્સની પ્રોસેસ પૂરી થઇ હતી. ડિવોર્સ બાદ બંને બાળકો વારાફરતી માતા-પિતા સાથે રહે છે. બાળકોની ખુશી માટે હ્રિતિક તથા સુઝેન ઘણીવાર લંચ કે ડિનર પર સાથે જાય છે.