એક્ટ્રેસની ખુશી:‘આર્યા’ વેબસિરીઝને ઇન્ટરનેશનલ એમી અવોર્ડ્સમાં નોમિનેશન મળ્યું, સુસ્મિતાએ કહ્યું, ‘આ સિરીઝ રાઈટ ટાઈમે આવી છે, મારી લાઈફ ચેન્જ કરી દીધી’

6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટૂંક સમયમાં ‘આર્યા’ની બીજી સીઝન આવશે
  • ગયા અઠવાડિયે મેકર્સે ‘આર્યા 2’નું ટીઝર રિલીઝ કર્યું હતું

બોલિવૂડ એક્ટ્રેસ સુસ્મિતા સેનની વેબ સિરીઝ ‘આર્યા’ને ઇન્ટરનેશનલ એમી અવોર્ડ્સમાં નોમિનેશન મળ્યું છે. આ વાત પર એક્ટ્રેસે પોતાનું રિએક્શન આપ્યું અને કહ્યું કે, આ એક સારો અનુભવ છે કારણકે વેબ સિરીઝના લીધે મારી લાઈફ ઘણી ચેન્જ થઈ ગઈ છે. સુષ્મિતા સેન ટૂંક સમયમાં સુપરહિટ વેબ સિરીઝની બીજી સીઝનમાં દેખાવાની છે. તેના ઘણા ફેન્સ આ સીઝન જોવા માટે એક્સાઈટેડ છે.

‘મારી રિયલ લાઈફ પણ આર્યા જેવી જ છે’
એક્ટ્રેસે કહ્યું, મને લાગે છે કે, હું આર્યાની જેમ છું, હું પર્સનલી તે પ્રકારની એક્ટ્રેસ હતી જેણે ઘણા કપરા વર્ષો જોયા છે. મને લાગતું હતું કે યુનિવર્સ મને ગિફ્ટ આપશે કારણકે આ લેવલ સુધી પહોંચવા માટે મેં ઘણી મહેનત કરી છે અને હું આર્યાને આ ગિફ્ટ કહી શકું છું. પ્રોફેશનલ લેવલ પર જ નહીં પણ આ સિરીઝની એન્ટ્રી એકદમ સાચા ટાઈમે થઇ છે.

‘આર્યાનું કેરેક્ટર મારા માટે એક યાદગાર અનુભવ’
સુષ્મિતાએ કહ્યું કે, ‘આર્યા’નું કેરેક્ટર પ્લે કરવું એ મારા માટે સારો અનુભવ રહ્યો. આ સિરીઝમાં સ્ત્રીએ ઘણી બધી જવાબદારી નિભાવી જેમ કે એક માતા, ફેમિલી સાથેનું રિલેશન, બાળકોની ચિંતા, ભલે તમારું ફેમિલી અંડરડ્રગ માફિયા હોય પણ તમે બધાને એકસાથે લઈને ચાલો છો. મને લાગે છે કે. આર્યાએ મારી લાઈફ ચેન્જ કરી દીધી. એકે એક્ટર તરીકે આ મારા માટે ઘણી સારી સિરીઝ હતી. આ એક ઓલ રાઉન્ડ પર્ફોમન્સ હતું જેણે ચોક્કસપણે લાઈફમાં બદલી છે.

ટૂંક સમયમાં ‘આર્યા’ની બીજી સીઝનમાં દેખાશે
એક્ટ્રેસ માટે વર્ષ 2020 રલકી રહ્યું. તેણે ડિઝ્ની-હોટસ્ટારની વેબ સિરીઝ ‘આર્યા’ સાથે એક્ટિંગની દુનિયામાં કમબેક કર્યું હતું. આ સિરીઝ ડચ સિરીઝ ‘પેનોઝા’ની રીમેક હતી. તેમાં સુષ્મિતાની એક્ટિંગ દર્શકોના દિલ જીતી લીધા હતા. ટૂંક સમયમાં આ સિરીઝની બીજી સીઝન આવવાની છે. ગયા અઠવાડિયે મેકર્સે ‘આર્યા 2’નું ટીઝર રિલીઝ કર્યું હતું. પરંતુ રિલીઝ ડેટની જાહેરત હજુ બાકી છે.