ફેન્સ શાહરુખને આપશે ખાસ ગિફ્ટ:'પઠાન'ના ' ફર્સ્ટ ડે-ફર્સ્ટ શો' માટે ખાસ તૈયારી કરી છે, 50 હજારથી વધુ ટિકિટ બુક થઇ

13 દિવસ પહેલા
  • કૉપી લિંક

એક તરફ 'પઠાન' નો વિરોધ થઇ રહ્યો છે. તો સેન્સર બોર્ડે પણ આ ફિલ્મમાં ફેરફાર કર્યા બાદ જ રિલીઝ કરવાની મંજૂરી આપી છે. તો બીજી તરફ ફેન્સ પણ આ ફિલ્મને લઈને ઘણા ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. કિંગ ખાનના ફેન્સ 'પઠાન'ની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ દેશભરના સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ માટે બોલિવૂડ 'કિંગખાન'ના ફેન્સે ખાસ તૈયારીઓ શરૂ કરી દીધી છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, 'પઠાન' માટે 50 હજાર ફેન્સે ફર્સ્ટ ડે-ફર્સ્ટ શો બુક કર્યો છે.

ફેન્સ કિંગ ખાનને આપશે સરપ્રાઈઝ
શાહરૂખ ખાન ચાર વર્ષ બાદ 'પઠાન'થી મોટા પડદા પર કમબેક કરી રહ્યો છે. ફિલ્મના ટ્રેલર અને ગીતને પણ જબરદસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. તો માહિતી મળી રહી છે કે શાહરૂખના ફેન્સ તેને 'પઠાન'ની રિલીઝ પર એક ખાસ ભેટ આપવાની તૈયારી કરી રહ્યા છે. પિંકવિલાનારિપોર્ટ અનુસાર, શાહરૂખ ખાનના 50000 થી વધુ ફેન્સ 'પઠાન'નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોવા માટે એકસાથે આવી રહ્યા છે.

કિંગ ખાનની ફેન ક્લબ SRK યુનિવર્સે ભારતના 200થી વધુ શહેરોમાં 'પઠાન'ના ફર્સ્ટ ડે ફર્સ્ટ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ફેન ક્લબના કો-ફાઉન્ડર યશ પરાયણી જણાવે છે કે, 'SRK યુનિવર્સ 200 કરતાં વધુ શહેરોમાં 'પઠાન'નું FDFSનું આયોજનકરવામાં આવી રહ્યું છે. અમને આશા છે કે 50 હજારથી વધુ ફેન્સે આ ઇવેન્ટમાં ભાગ લેશે. જેની મદદથી અમે લગભગ 1 કરોડ રૂપિયાનું બુકિંગ કરી શકીએ છીએ. યશ પરાયણીનું કહેવું છે કે, શાહરૂખના કમબેકની ઉજવણી ફર્સ્ટ ડેના શો સુધી મર્યાદિત નથી, પરંતુ તેમનો ઉદ્દેશ્ય એ હશે કે લોકો ગણતંત્ર દિવસના વીકએન્ડ પર પણ 'પઠાન'ની ટિકિટ બુક કરે.

વધુમાં જણાવ્યું હતું કે, 'પઠાન' એ પ્રથમ ભારતીય ફિલ્મ છે. જેનું IMAX ફોર્મેટમાં શૂટિંગ કરવામાં આવ્યું છે. તમામ શહેરોમાં અમારા મોટાભાગના બુકિંગ IMAX શો માટે હશે. શાહરૂખ ખાનના ફેન્સ 'પઠાન'ની રિલીઝને તહેવારની જેમ સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છે. જે રીતે ફેન્સ તૈયારી કરી રહ્યા છે તે પરથી લાગી રહ્યું છે કે, પઠાન મોટા પડદા પર ધૂમ મચાવશે.

બુર્જ ખલીફા પર ટ્રેલર બતાવવામાં આવશે
'પઠાન'નું ટ્રેલર 10 જાન્યુઆરીએ રિલીઝ કરવામાં આવ્યું છે. ટ્રેલર જોયા બાદ ફેન્સ તેના વિશે વાત કરતા થાકતા નથી. આ સાથે જ 'પઠાન'નું ટ્રેલર પણ બુર્જ ખલીફા પર બતાવવામાં આવશે. શાહરૂખ ખાન T20 માટે દુબઈ પહોંચ્યો છે. બુર્જ ખલીફા પર તેની ફિલ્મનું ટ્રેલર જોવા માટે ઉત્સુક દેખાઈ રહ્યા છે.

'બેશરમ રંગ'ને લઇને વિવાદ થયો
ફિલ્મના ગીત 'બેશરમ રંગ'ને લઈને ઘણો વિવાદ થયો હતો.આ ફિલ્મનું પહેલું ગીત હતું જે રિલીઝ થયું હતું, પરંતુ રિલીઝ થયા બાદથી જ આ ગીત વિવાદોમાં ફસાયું હતું. આ ગીતને લઈને વિવાદ એટલે થયો હતો કે, દીપિકા પાદુકોણે ગીતમાં કેસરી રંગની બિકીની પહેરી છે. આ સ્થિતિમાં ઘણા હિન્દુ સંગઠનોએ દીપિકાના ડ્રેસને લઈને વાંધો ઉઠાવ્યો છે. વિરોધીઓનું કહેવું છે કે ભગવો રંગ હિંદુ ધર્મનું પ્રતિક છે અને દીપિકા આ ​​રંગ પહેરીને બેશરમના ગીતો સાથેના ગીત પર ડાન્સ કરી રહી છે, જે એકદમ વાંધાજનક છે.

25 જાન્યુઆરીએ 'પઠાન' રિલીઝ થશે
શાહરુખ ખાન હાલમાં 'પઠાન'ને કારણે ચર્ચામાં છે. આ ફિલ્મ 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. આ ફિલ્મને સિદ્ધાર્થ આનંદે ડિરેક્ટ કરી છે અને ફિલ્મમાં દીપિકા પાદુકોણ તથા જ્હોન અબ્રાહ્મ લીડ રોલમાં છે. આ ઉપરાંત શાહરુખ ખાન એટલીની ફિલ્મ 'જવાન'માં પણ કામ કરી રહ્યો છે. આ ફિલ્મમાં નયનતારા લીડ રોલમાં છે. આ ફિલ્મ આવતા વર્ષે 2 જૂનના રોજ રિલીઝ થશે.

શાહરુખ ચાર વર્ષ બાદ કમબેક કરી રહ્યો છે
શાહરુખ ખાન ચાર વર્ષ બાદ 'પઠાન' સાથે સિલ્વર સ્ક્રીન પર કમબેક કરી રહ્યો છે. તે છેલ્લે 2018માં આવેલી ફિલ્મ 'ઝીરો'માં જોવા મળ્યો હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી. આ ચાર વર્ષમાં તેણે બ્રહ્માસ્ત્ર, લાલ સિંહ ચઢ્ઢા અને રોકેટ્રી જેવી ફિલ્મોમાં કેમિયો કર્યો હતો.

હવે તે 'પઠાન' સાથે ધમાકેદાર કમબેક માટે તૈયાર છે. સિદ્ધાર્થ આનંદ દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 25 જાન્યુઆરી, 2023ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં શાહરુખ અને દીપિકા સિવાય જોન અબ્રાહમ પણ જોવા મળશે.